૨૧ ઇઝરાયેલીઓને દોરવા યહોવા તેઓની આગળ આગળ ચાલતા હતા. દિવસે તે વાદળના સ્તંભ દ્વારા રસ્તો બતાવતા+ અને રાતે અગ્નિના સ્તંભ દ્વારા અજવાળું આપતા. આમ તેઓ દિવસે અને રાતે મુસાફરી કરી શકતા.+
૧૫ હવે મંડપ ઊભો કરવામાં આવ્યો, એ જ દિવસે+ વાદળે આવીને મંડપને, એટલે કે સાક્ષીકોશના મંડપને ઢાંકી દીધો. પણ સાંજથી સવાર સુધી એ વાદળ અગ્નિ જેવું લાગતું હતું.+
૪ એ દૂતે તેને કહ્યું: “દોડીને જા અને પેલા યુવાન માણસને કહે, ‘“યરૂશાલેમમાં રહેવાસીઓ અને ઢોરઢાંકની સંખ્યા એટલી વધશે કે એ કોટ વગરના શહેર જેવું થઈ જશે.”+૫ યહોવા કહે છે, “હું એની ફરતે અગ્નિનો કોટ બનીશ+ અને મારા ગૌરવથી એને ભરી દઈશ.”’”+