૮ આહાઝે યહોવાના મંદિરમાંથી અને રાજમહેલના ભંડારોમાંથી સોનું-ચાંદી ભેગું કર્યું. આશ્શૂરના રાજાને એ ભેટ તરીકે મોકલી આપ્યું.+ ૯ આશ્શૂરના રાજાએ તેનું સાંભળ્યું. તેણે જઈને દમસ્ક જીતી લીધું. તેણે રાજા રસીનને મારી નાખ્યો+ અને દમસ્કના લોકોને ગુલામ બનાવીને કીર+ લઈ ગયો.