૧૭ હે યહોવા, એ સાચું છે કે આશ્શૂરના રાજાઓએ બીજી પ્રજાઓ અને તેઓના દેશો બરબાદ કરી નાખ્યા છે.+ ૧૮ તેઓએ એ દેશોના દેવોને આગમાં ફેંકી દીધા, કેમ કે તેઓ દેવો ન હતા.+ તેઓ તો માણસોના હાથની કરામત હતા,+ પથ્થર અને લાકડાંના બનેલા હતા. એટલે તેઓ એ દેવોનો નાશ કરી શક્યા.