૮ તલવારથી આશ્શૂરીઓનો વિનાશ થશે, પણ માણસની તલવારથી નહિ,
તલવાર તેઓને કતલ કરશે, પણ માણસની તલવાર નહિ.+
તેઓ તલવારથી નાસી છૂટશે
અને તેઓના યુવાનો કાળી મજૂરી કરશે.
૯ તેઓનો ખડક ભયને લીધે નાસી જશે.
તેઓના આગેવાનો ધજાને લીધે કાંપી ઊઠશે,” એવું યહોવા કહે છે.
તેમનો પ્રકાશ સિયોનમાં છે અને તેમની ભઠ્ઠી યરૂશાલેમમાં છે.