૧૮ રાજાએ દોએગને+ કહ્યું: “જા અને યાજકો પર તૂટી પડ!” અદોમી+ દોએગ તરત જ યાજકો પર તૂટી પડ્યો. એ દિવસે તેણે શણનો એફોદ પહેરેલા ૮૫ માણસોને રહેંસી નાખ્યા.+ ૧૯ યાજકોના શહેર નોબનો+ પણ તેણે તલવારથી સંહાર કર્યો. પુરુષ હોય કે સ્ત્રી, ધાવણું છોકરું હોય કે બાળક, બળદો, ગધેડાં અને ઘેટાં બધાંને તેણે મારી નાખ્યાં.