-
યશાયા ૫૬:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ જે પરદેશીઓ યહોવાની ભક્તિ કરે છે, તેમની સેવા કરે છે,
જેઓ યહોવાના નામ પર પ્રેમ રાખે છે+
અને તેમના ભક્તો બને છે,
જેઓ સાબ્બાથ પાળે છે, એને અશુદ્ધ કરતા નથી,
જેઓ મારા કરારને વળગી રહે છે,
તેઓને મારા પ્રાર્થનાઘરમાં આનંદથી ભરપૂર કરીશ.
તેઓએ મારી વેદી પર ચઢાવેલાં અગ્નિ-અર્પણો અને બલિદાનોનો હું સ્વીકાર કરીશ.
મારું ઘર બધા માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”+
-
-
ઝખાર્યા ૮:૨૨, ૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ ઘણી પ્રજાઓ અને શક્તિશાળી દેશો યરૂશાલેમમાં સૈન્યોના ઈશ્વર યહોવાની સેવા કરવા+ અને યહોવા પાસે દયાની ભીખ માંગવા આવશે.’
૨૩ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘એ દિવસોમાં બધી ભાષાઓ અને પ્રજાઓમાંથી દસ માણસો આવશે+ અને એક યહૂદી માણસનો ઝભ્ભો* પકડી લેશે. હા, તેઓ ઝભ્ભાને* પકડીને કહેશે, “અમે તમારી સાથે આવવા માંગીએ છીએ,+ કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”’”+
-