-
ગીતશાસ્ત્ર ૭૨:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭૨ હે ઈશ્વર, રાજાને તમારા નીતિ-નિયમો શીખવો,
રાજાના દીકરાને તમારા ખરા માર્ગે ચાલવાનું વરદાન આપો.+
-
-
યશાયા ૯:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ આપણા માટે બાળકનો જન્મ થયો છે.+
આપણને દીકરો આપવામાં આવ્યો છે.
તેના ખભા પર રાજ કરવાની સત્તા* રહેશે.+
તેને બુદ્ધિશાળી સલાહકાર,+ શક્તિશાળી ઈશ્વર,+ સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર નામ આપવામાં આવશે.
૭ તે દાઉદની રાજગાદી પર બેસશે,+ તેનું રાજ્ય કાયમ ટકશે.
સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના દિલની તમન્નાને* લીધે એમ કરશે.
-