૧૧ યહોવા યાકૂબને બચાવશે,+
યાકૂબ કરતાં બળવાન માણસના હાથમાંથી તે તેને છોડાવશે.+
૧૨ તેઓ સિયોનની ટોચ પર જઈને ખુશીનો પોકાર કરશે.+
યહોવાની ભલાઈને લીધે,
અનાજ, નવા દ્રાક્ષદારૂ+ અને તેલને લીધે,
ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનાં બચ્ચાંને લીધે+
તેઓનો ચહેરો ખીલી ઊઠશે.
તેઓ પાણી સિંચેલા લીલાછમ બાગ જેવા બનશે.+
તેઓ ફરી ક્યારેય કમજોર થશે નહિ.”+