-
માર્ક ૧:૨-૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ પ્રબોધક* યશાયાએ લખેલું છે તેમ, “(જો! હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારો રસ્તો તૈયાર કરશે.)*+ ૩ વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો.’”+ ૪ બાપ્તિસ્મા આપનાર યોહાન વેરાન પ્રદેશમાં આવ્યો. તે લોકોને કહેવા લાગ્યો કે તેઓ પાપોનો પસ્તાવો કરે અને બાપ્તિસ્મા* લે, જેથી તેઓને પાપોની માફી મળે.+
-
-
લૂક ૩:૩-૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ એટલે તે યર્દનની આસપાસના વિસ્તારમાં ગયો. તે લોકોને કહેવા લાગ્યો કે તેઓ પાપોનો પસ્તાવો કરે અને બાપ્તિસ્મા* લે, જેથી તેઓને પાપોની માફી મળે.+ ૪ પ્રબોધક યશાયાના પુસ્તકમાં લખ્યું છે, એવું જ તેણે કર્યું: “વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો.+ ૫ દરેક ખીણ પૂરી દેવામાં આવે. દરેક પહાડ અને ડુંગર સપાટ કરવામાં આવે. વાંકાચૂકા રસ્તા સીધા કરવામાં આવે. ખાડા-ટેકરાવાળી જગ્યાઓ સરખી કરવામાં આવે. ૬ પછી બધા લોકો જોશે કે ઈશ્વર કઈ રીતે ઉદ્ધાર કરે છે.’”+
-