વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૫:૮-૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના શાસનનું ૧૯મું વર્ષ ચાલતું હતું. એના પાંચમા મહિનાના સાતમા દિવસે બાબેલોનના રાજાનો સેવક, રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન+ યરૂશાલેમ આવ્યો.+ ૯ તેણે યહોવાનું મંદિર,+ રાજાનો મહેલ+ અને યરૂશાલેમનાં બધાં ઘરો બાળી નાખ્યાં.+ તેણે દરેક જાણીતા માણસોનાં ઘરો પણ બાળી નાખ્યાં.+ ૧૦ રક્ષકોના ઉપરી સાથે આવેલા ખાલદીઓના આખા લશ્કરે યરૂશાલેમ ફરતેની દીવાલો જમીનદોસ્ત કરી નાખી.+

  • ૨ કાળવૃત્તાંત ૩૪:૨૪, ૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ “યહોવા કહે છે, ‘હું આ જગ્યા પર અને એમાં રહેનારા લોકો પર સંકટ લઈ આવીશ.+ યહૂદાના રાજા આગળ તેઓએ એ પુસ્તકમાંથી જે જે શ્રાપ વિશે વાંચ્યું છે, એ હું તેઓ પર લઈ આવીશ.+ ૨૫ તેઓએ મારો ત્યાગ કર્યો છે.+ તેઓએ બીજા દેવો આગળ આગમાં બલિદાનો ચઢાવીને મને રોષ ચઢાવ્યો છે.+ પોતાનાં કામોથી તેઓએ મને કોપાયમાન કર્યો છે. આ જગ્યા પર મારો કોપ ઊતરી આવશે અને એ શાંત પડશે નહિ.’”+

  • ૨ કાળવૃત્તાંત ૩૬:૧૬, ૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ પણ તેઓએ સાચા ઈશ્વરનો સંદેશો લાવનારાઓની મશ્કરી કરી,+ તેમના સંદેશાનો સખત વિરોધ કર્યો+ અને તેમના પ્રબોધકોની મજાક ઉડાવી.+ જ્યાં સુધી યહોવાનો કોપ પોતાના લોકો પર સળગી ન ઊઠ્યો+ અને તેઓને સુધારવાનો કોઈ માર્ગ ન રહ્યો, ત્યાં સુધી તેઓ એવું કરતા રહ્યા.

      ૧૭ ઈશ્વર તેઓ વિરુદ્ધ ખાલદીઓના*+ રાજાને લઈ આવ્યા. તેણે પોતાની તલવારથી યુવાનોને મંદિરમાં+ કતલ કરી નાખ્યા.+ તેને યુવાન માણસ કે સ્ત્રી, વૃદ્ધ કે કમજોર, કોઈની દયા આવી નહિ.+ ઈશ્વરે બધું જ તેના હાથમાં સોંપી દીધું.+

  • યર્મિયાનો વિલાપ ૨:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ દુશ્મનની જેમ તેમણે કમાન ખેંચી છે,

      વેરીની જેમ હુમલો કરવા તેમણે જમણો હાથ તૈયાર રાખ્યો છે.+

      અમારી આંખોને જેઓ પ્રિય છે, તેઓને તે મારી નાખે છે.+

      સિયોનની દીકરીના તંબુ પર+ તે ક્રોધની આગ વરસાવે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો