-
યર્મિયા ૨૫:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ એટલે હું ઉત્તરના બધા દેશોને* અને મારા સેવક, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને*+ બોલાવું છું.+ હું તેઓને આ દેશ વિરુદ્ધ,+ એના રહેવાસીઓ વિરુદ્ધ અને આસપાસની પ્રજાઓ વિરુદ્ધ લઈ આવીશ.+ હું તમને અને તમારી આસપાસની પ્રજાઓને વિનાશને લાયક ઠરાવીશ. હું તમારા એવા હાલ કરીશ કે એ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે. તમારી મજાક ઉડાવવા તેઓ સીટી મારશે અને તમે કાયમ માટે ઉજ્જડ થઈ જશો,” એવું યહોવા કહે છે.
-
-
યર્મિયા ૨૭:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હવે મેં મારા સેવક, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના+ હાથમાં આ દેશો સોંપ્યા છે. પૃથ્વી પરનાં બધાં જાનવરો પણ મેં તેની સેવામાં આપ્યાં છે.
-
-
હઝકિયેલ ૨૯:૧૯, ૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે, ‘હું બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને* ઇજિપ્ત દેશ આપું છું.+ તે એની બધી ધનદોલત લૂંટી લેશે અને પોતાની સાથે લઈ જશે. તેના સૈન્યને એ મજૂરી તરીકે મળશે.’
૨૦ “‘તેણે તૂર સામે લડવા જે મહેનત કરી, એની મજૂરી તરીકે હું તેને ઇજિપ્ત દેશ આપી દઈશ, કેમ કે તેણે મારા માટે કામ કર્યું છે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
-