-
હઝકિયેલ ૨૩:૨૨, ૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ “એટલે ઓ ઓહલીબાહ, વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તારા જે પ્રેમીઓથી તને સખત નફરત થઈ હતી અને જેઓ પરથી તારું મન ઊઠી ગયું હતું, તેઓને હું તારી વિરુદ્ધ ઊભા કરીશ.+ હું તેઓને ચારે બાજુથી તારી વિરુદ્ધ લઈ આવીશ.+ ૨૩ બાબેલોનીઓ,+ ખાલદીઓ,+ પેકોદ,+ શોઆ અને કોઆના માણસો તથા બધા આશ્શૂરીઓને હું તારી વિરુદ્ધ લઈ આવીશ. તેઓ બધા તો ઘોડા પર સવારી કરતા મનમોહક યુવાનો છે, રાજ્યપાલો અને ઉપઅધિકારીઓ છે, યોદ્ધાઓ અને પસંદ કરેલા માણસો છે.
-