૨૪ પછી યહોવાએ સદોમ અને ગમોરાહ પર ગંધક અને અગ્નિ વરસાવ્યાં. એ આકાશમાંથી, હા, યહોવા પાસેથી આવ્યાં.+૨૫ તેમણે એ શહેરોનો નાશ કર્યો. તેમણે આખા પ્રદેશનો, એ શહેરોમાં રહેતા બધા લોકોનો અને બધી વનસ્પતિનો સર્વનાશ કર્યો.+
૭ એ દૂતોની જેમ સદોમ અને ગમોરાહ અને એની આજુબાજુનાં શહેરોના લોકો પણ અધમ વ્યભિચારમાં* ડૂબેલા હતા અને શરીરની ખોટી ઇચ્છાઓ સંતોષવામાં* મંડ્યા રહેતા હતા.+ તેઓ બધાનો ન્યાય થયો અને તેઓને હંમેશ માટેના વિનાશની* સજા મળી. આ બધા આપણા માટે ચેતવણી આપતા દાખલાઓ છે.+