૧૭ જે સાત દૂતો પાસે સાત વાટકા+ હતા, એમાંના એક દૂતે આવીને મને કહ્યું: “આવ, હું તને જાણીતી વેશ્યા બતાવું. તે ઘણા પાણી પર બેઠેલી છે અને તેને સજા થવાની છે.+ ૨ એ વેશ્યા સાથે પૃથ્વીના રાજાઓએ વ્યભિચાર કર્યો છે.+ પૃથ્વીના રહેવાસીઓ તેના વ્યભિચારનો દ્રાક્ષદારૂ પીને ચકચૂર થયા છે.”+