૨ તેણે મોટા અવાજે પોકારીને કહ્યું: “પડ્યું રે પડ્યું! મહાન બાબેલોન પડ્યું!+ એ દુષ્ટ દૂતોનું રહેઠાણ બન્યું છે. એ એવી જગ્યા બન્યું છે જ્યાં દુષ્ટ દૂતો,* અશુદ્ધ અને ધિક્કારપાત્ર પક્ષીઓ સંતાઈ રહે છે.+
૯ “પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધુમાડો જોઈને તેના માટે રડશે અને છાતી કૂટીને વિલાપ કરશે. એ રાજાઓએ તેની સાથે વ્યભિચાર* કર્યો હતો અને બેશરમ બનીને મોજશોખમાં ડૂબી ગયા હતા.