વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૮:૫૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૨ એ આખા દેશ ફરતે ઘેરો ઘાલશે અને તમને તમારાં જ શહેરોમાં ગુલામ બનાવી દેશે. જે ઊંચા અને મજબૂત કોટ પર તમે ભરોસો રાખો છો, એ તૂટી નહિ જાય ત્યાં સુધી તે ઘેરો ઘાલશે. હા, યહોવા તમારા ઈશ્વરે આપેલા દેશમાં એ તમારાં બધાં શહેરો ફરતે ઘેરો ઘાલશે.+

  • ૨ રાજાઓ ૨૫:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ સિદકિયા રાજાના શાસનનું નવમું વર્ષ ચાલતું હતું. એના દસમા મહિનાના દસમા દિવસે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર+ પોતાના આખા સૈન્ય સાથે યરૂશાલેમ પર ચઢી આવ્યો.+ તેણે એની સામે છાવણી નાખી અને એને ઘેરી લેવા શહેર ફરતે દીવાલ ઊભી કરી.+ ૨ તેણે સિદકિયા રાજાના શાસનના ૧૧મા વર્ષ સુધી શહેરને ઘેરી રાખ્યું.

  • યશાયા ૨૯:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ હું તારા પર ચઢી આવીને ચારે બાજુ છાવણી નાખીશ.

      હું અણીદાર ખૂંટાની વાડથી તને ઘેરી લઈશ

      અને તારી ફરતે ઢોળાવ ઊભા કરીશ.+

  • યર્મિયા ૩૯:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૯ યહૂદાના રાજા સિદકિયાના શાસનનું નવમું વર્ષ ચાલતું હતું. એના દસમા મહિનામાં બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* પોતાના આખા સૈન્ય સાથે યરૂશાલેમ પર ચઢી આવ્યો અને એને ઘેરી લીધું.+

  • હઝકિયેલ ૪:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ “હે માણસના દીકરા, એક ઈંટ લે અને તારી સામે મૂક. એના પર યરૂશાલેમ શહેરની કોતરણી કર. ૨ એની ફરતે ઘેરો નાખ+ અને એને ઘેરી લેવા દીવાલો ઊભી કર.+ એના પર હુમલો કરવા ઢોળાવો બનાવ+ અને એની સામે છાવણી નાખ. કોટ તોડવાનાં સાધનોથી એને ઘેરી લે.+

  • હઝકિયેલ ૨૧:૨૧, ૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ જ્યાં બે રસ્તા છૂટા પડે છે, જ્યાં ફાંટા પડે છે, ત્યાં બાબેલોનનો રાજા જોષ જોવા ઊભો રહે છે. તે તીર આમતેમ હલાવે છે, મૂર્તિઓની* સલાહ લે છે અને જાનવરનું કલેજું તપાસી જુએ છે.* ૨૨ તેના જમણા હાથમાં જોષ જોવાનું સાધન છે. એ સાધને યરૂશાલેમ તરફ ઇશારો કર્યો, જેથી તે ત્યાં જઈને કોટ તોડવાનાં સાધનો ગોઠવે, કતલ કરવાનો હુકમ આપે, યુદ્ધનો પોકાર કરે, દરવાજાઓ સામે કોટ તોડવાનાં સાધનો ગોઠવે અને એને ઘેરી લેવા ઢોળાવો બાંધે ને દીવાલો ઊભી કરે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો