-
પુનર્નિયમ ૨૮:૫૩-૫૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૩ એ ઘેરો એવો સખત હશે અને દુશ્મનો તમને એવા સકંજામાં લેશે કે તમારે પોતાનાં જ બાળકોનું* માંસ ખાવું પડશે.+ હા, યહોવા તમારા ઈશ્વરે તમને જે દીકરા-દીકરીઓ આપ્યાં છે, તેઓનું માંસ તમારે ખાવું પડશે.
૫૪ “અરે, તમારામાંનો સૌથી નરમ દિલનો અને લાગણીશીલ* માણસ પણ પોતાના ભાઈ પર કે વહાલી પત્ની પર કે પોતાના બાકી રહેલા દીકરાઓ પર દયા નહિ બતાવે. ૫૫ તે એકલો જ પોતાના દીકરાઓનું માંસ ખાઈ જશે અને એમાંથી કોઈને કશું નહિ આપે, કેમ કે ઘેરો એટલો સખત હશે અને દુશ્મનો તમારાં શહેરોને એવા સકંજામાં લેશે કે તેની પાસે ખાવા માટે બીજું કંઈ નહિ હોય.+ ૫૬ તમારામાંની સૌથી નરમ દિલની અને લાગણીશીલ* સ્ત્રી, જે એટલી કોમળ છે કે પોતાનો પગ સુદ્ધાં જમીન પર મૂકવાનો વિચાર કરતી નથી,+ તે પોતાના વહાલા પતિ પર કે પોતાના દીકરા પર કે પોતાની દીકરી પર દયા નહિ બતાવે. ૫૭ અરે, પોતાના નવજાત બાળક પર કે પ્રસૂતિ વખતે ગર્ભમાંથી જે કંઈ નીકળે એના પર પણ દયા નહિ રાખે. તે છૂપી રીતે એ બધું ખાઈ જશે, કેમ કે ઘેરો ખૂબ સખત હશે અને દુશ્મનોએ તમારાં શહેરોને ભારે સકંજામાં લીધાં હશે.
-
-
૨ રાજાઓ ૨૫:૩-૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ એ વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે શહેરમાં દુકાળ એટલો આકરો હતો+ કે લોકો માટે કંઈ જ ખાવાનું ન હતું.+ ૪ દીવાલમાં બાકોરું પાડવામાં આવ્યું.+ રાજાના બગીચા પાસે બે દીવાલો વચ્ચે દરવાજો હતો. રાજા પોતાના બધા સૈનિકો સાથે રાતોરાત એમાંથી નાસી છૂટ્યો. ખાલદીઓએ શહેરને ઘેરી રાખ્યું હોવા છતાં, સિદકિયા રાજા અરાબાહને રસ્તે ભાગી નીકળ્યો.+ ૫ પણ ખાલદીઓના લશ્કરે રાજાનો પીછો કર્યો. તેઓએ યરીખોના ઉજ્જડ પ્રદેશમાં તેને પકડી પાડ્યો. તેનું આખું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું. ૬ તેઓએ સિદકિયાને પકડી લીધો.+ તેઓ તેને રિબ્લાહમાં બાબેલોનના રાજા પાસે લઈ ગયા અને તેને સજા ફટકારી. ૭ તેઓએ સિદકિયાની નજર આગળ તેના દીકરાઓને રહેંસી નાખ્યા. પછી નબૂખાદનેસ્સારે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને તાંબાની બેડીઓ પહેરાવી અને બાબેલોન લઈ ગયો.+
-
-
યશાયા ૩:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ જુઓ! સાચા પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા,
યરૂશાલેમ અને યહૂદામાંથી બધો આધાર અને બધી ચીજવસ્તુઓ લઈ લેશે.
-