-
૨ રાજાઓ ૨૫:૨૭-૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ યહૂદાનો રાજા યહોયાખીન+ ગુલામીમાં ગયો એને ૩૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે એવીલ-મરોદાખ બાબેલોનનો રાજા બન્યો. એ જ વર્ષના ૧૨મા મહિનાના ૨૭મા દિવસે તેણે યહૂદાના રાજા યહોયાખીનને કેદમાંથી આઝાદ કર્યો.+ ૨૮ તેણે યહોયાખીન સાથે પ્રેમથી વાત કરી. તેણે પોતાની સાથેના બાબેલોનના બીજા રાજાઓ કરતાં તેને વધારે સન્માન આપ્યું.* ૨૯ યહોયાખીનને કેદખાનાનાં કપડાંને બદલે નવાં કપડાં આપવામાં આવ્યાં. તેણે જિંદગીભર બાબેલોનના રાજા આગળ ભોજન લીધું. ૩૦ યહોયાખીનને આખી જિંદગી બાબેલોનના રાજા પાસેથી દરરોજ ભોજન પૂરું પાડવામાં આવ્યું.
-