વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૦:૧-૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ “મેં તમારી આગળ જે આશીર્વાદ અને શ્રાપ મૂક્યા છે,+ એ સર્વ તમારા પર આવી પડશે. એ સમયે તમારા ઈશ્વર યહોવાએ જે દેશોમાં તમને વિખેરી નાખ્યા હશે,+ ત્યાં તમને આ બધું યાદ આવશે.+ ૨ પછી તમે અને તમારા દીકરાઓ પૂરા દિલથી અને પૂરા જીવથી+ યહોવા તમારા ઈશ્વર પાસે પાછા ફરશો+ અને તેમની આજ્ઞાઓ પાળશો, જે આજે હું તમને ફરમાવું છું. ૩ એ વખતે તમારા ઈશ્વર યહોવા તમને ગુલામીમાંથી પાછા લાવશે,+ તમને દયા બતાવશે+ અને જે સર્વ પ્રજાઓમાં યહોવા તમારા ઈશ્વરે તમને વિખેરી નાખ્યા હશે, ત્યાંથી તમને પાછા ભેગા કરશે.+

  • યર્મિયા ૩:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ “એ દિવસોમાં યહૂદાના લોકો અને ઇઝરાયેલના લોકો એક થશે.+ તેઓ ભેગા મળીને ઉત્તરના દેશમાંથી આવશે અને મેં તમારા બાપદાદાઓને વારસા તરીકે આપેલા દેશમાં જશે.+

  • યર્મિયા ૨૪:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ તેઓનું સારું કરવા હું મારી નજર તેઓ પર રાખીશ. હું તેઓને આ દેશમાં પાછા લાવીશ.+ હું તેઓને બાંધીશ, પણ તોડીશ નહિ. હું તેઓને રોપીશ, પણ ઉખેડીશ નહિ.+

  • યર્મિયા ૩૦:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ યહોવા કહે છે, “જો! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું ઇઝરાયેલ અને યહૂદાના મારા લોકોને ભેગા કરીશ, જેઓ ગુલામીમાં ગયા છે.”+ યહોવા કહે છે, “હું તેઓને એ દેશમાં પાછા લાવીશ, જે મેં તેઓના બાપદાદાઓને આપ્યો હતો. તેઓ ફરીથી એ દેશનો કબજો મેળવશે.”’”+

  • યર્મિયા ૩૨:૩૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૭ ‘મેં ગુસ્સે થઈને, ક્રોધે ભરાઈને અને રોષે ચઢીને તેઓને જે દેશોમાં વિખેરી નાખ્યા હતા, ત્યાંથી હું તેઓને ભેગા કરીશ.+ હું તેઓને આ જગ્યાએ પાછા લાવીશ અને તેઓ સુખ-શાંતિમાં રહેશે.+

  • આમોસ ૯:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ હું મારા ઇઝરાયેલી લોકોને ગુલામીમાંથી પાછા લાવીશ,+

      તેઓ ઉજ્જડ થઈ ગયેલાં શહેરોને ફરી બાંધશે અને એમાં વસશે.+

      તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે અને એનો દ્રાક્ષદારૂ પીશે,+

      તેઓ વાડીઓ રોપશે અને એનાં ફળ ખાશે.’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો