૧૨ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘અદોમે યહૂદાના લોકો પર વેર વાળ્યું છે અને એમ કરીને એણે મોટો ગુનો કર્યો છે.+૧૩ એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારો હાથ અદોમ વિરુદ્ધ પણ લંબાવીશ. હું એના બધા માણસો અને ઢોરઢાંકનો સંહાર કરીશ. હું એને ઉજ્જડ બનાવી દઈશ.+ તેમાનથી છેક દદાન સુધી તેઓ તલવારથી માર્યા જશે.+