-
૨ કાળવૃત્તાંત ૩૬:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ તેઓના બાપદાદાઓના ઈશ્વર યહોવાને પોતાના લોકો પર અને રહેઠાણ પર કરુણા આવતી હતી. એટલે તેમણે લોકો પાસે પોતાનો સંદેશો લઈ જનારાઓને મોકલ્યા અને વારંવાર ચેતવણી આપી. ૧૬ પણ તેઓએ સાચા ઈશ્વરનો સંદેશો લાવનારાઓની મશ્કરી કરી,+ તેમના સંદેશાનો સખત વિરોધ કર્યો+ અને તેમના પ્રબોધકોની મજાક ઉડાવી.+ જ્યાં સુધી યહોવાનો કોપ પોતાના લોકો પર સળગી ન ઊઠ્યો+ અને તેઓને સુધારવાનો કોઈ માર્ગ ન રહ્યો, ત્યાં સુધી તેઓ એવું કરતા રહ્યા.
-
-
નહેમ્યા ૯:૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૩ અમારા પર જે કંઈ વીત્યું, અમે એને જ લાયક હતા. તમે અમારી સાથે અન્યાય કર્યો નથી. તમે તો વિશ્વાસુ છો, અમે જ દુષ્ટ રીતે વર્તીએ છીએ.+
-
-
દાનિયેલ ૯:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ હે યહોવા, તમે તો ન્યાયી છો, પણ અમે શરમમાં મુકાયા છીએ, જેમ આજે જોવા મળે છે. યહૂદાના માણસો, યરૂશાલેમના રહેવાસીઓ અને બધા ઇઝરાયેલીઓ શરમમાં મુકાયા છે, જેઓને તમે નજીકના અને દૂરના દેશોમાં વિખેરી નાખ્યા હતા, કેમ કે તેઓ તમને બેવફા બન્યા હતા.+
-