૧૧ યહોવા કહે છે,
‘અદોમે વારંવાર ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.
તે તલવાર લઈને પોતાના જ ભાઈની પાછળ પડ્યો+
અને તેણે દયા બતાવવાની ના પાડી દીધી.
તેણે ગુસ્સે થઈને પોતાના ભાઈઓને ક્રૂરતાથી ચીરી નાખ્યા
અને તેનો ક્રોધ હજી સુધી ઠંડો પડ્યો નથી.+