૫ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘બીજી પ્રજાઓમાંથી બચી જનારાઓ વિરુદ્ધ અને આખા અદોમ વિરુદ્ધ મારો કોપ સળગી ઊઠશે+ અને હું બોલી ઊઠીશ. તેઓએ દાવો માંડ્યો છે કે મારો દેશ તેઓનો વારસો છે. તેઓ એની ચરાવવાની જગ્યા પડાવી લેવા અને લૂંટી લેવા માંગે છે.+ તેઓ બહુ ખુશ થાય છે અને મશ્કરી કરે છે.’”’+