૧૯ મેં તેઓને બીજી પ્રજાઓમાં વિખેરી નાખ્યા અને દેશોમાં વેરવિખેર કરી નાખ્યા.+ મેં તેઓનાં વર્તન અને કામો પ્રમાણે તેઓનો ન્યાય કર્યો. ૨૦ પણ જ્યારે તેઓ બીજી પ્રજાઓમાં ગયા, ત્યારે ત્યાંના લોકોએ મારું પવિત્ર નામ બદનામ કર્યું.+ તેઓએ કહ્યું: ‘આ જુઓ યહોવાના લોકો! તેમણે આપેલો દેશ તેઓએ છોડી દેવો પડ્યો.’