-
આમોસ ૨:૪, ૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ યહોવા કહે છે,
‘યહૂદાએ વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.
તેઓએ યહોવાના નિયમ* મુજબ ચાલવાની ના પાડી છે
અને તેમની આજ્ઞાઓ પાળી નથી,+
તેઓના બાપદાદાઓ જે જૂઠાણાં પાછળ ચાલ્યા હતા, એ જ જૂઠાણાં પાછળ ચાલીને તેઓ ભટકી ગયા છે.+
૫ હું યહૂદા પર અગ્નિ મોકલીશ,
એ યરૂશાલેમના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.’+
-