વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ શમુએલ મુખ્ય વિચારો

      • દાઉદ માટે યોનાથાનની વફાદારી (૧-૪૨)

૧ શમુએલ ૨૦:૧

એને લગતી કલમો

  • +૧શ ૨૪:૧૧; ગી ૧૮:૨૦

૧ શમુએલ ૨૦:૨

એને લગતી કલમો

  • +૧શ ૧૯:૬

૧ શમુએલ ૨૦:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “યહોવાના જીવના સમ.”

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૧; ૧૯:૨
  • +૧શ ૨૭:૧

૧ શમુએલ ૨૦:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૧૦:૧૦; ૨કા ૨:૪

૧ શમુએલ ૨૦:૬

એને લગતી કલમો

  • +૧શ ૧૬:૪, ૧૮
  • +૧શ ૨૦:૨૮, ૨૯

૧ શમુએલ ૨૦:૮

એને લગતી કલમો

  • +ની ૧૭:૧૭
  • +૧શ ૧૮:૩; ૨૩:૧૮
  • +૧શ ૨૦:૧

૧ શમુએલ ૨૦:૯

એને લગતી કલમો

  • +૧શ ૧૯:૨

૧ શમુએલ ૨૦:૧૩

એને લગતી કલમો

  • +૧શ ૧૦:૭; ૧૧:૬
  • +૧શ ૧૬:૧૩; ૧૭:૩૭

૧ શમુએલ ૨૦:૧૪

એને લગતી કલમો

  • +૨શ ૯:૧, ૩, ૬, ૭

૧ શમુએલ ૨૦:૧૫

એને લગતી કલમો

  • +૨શ ૨૧:૭

૧ શમુએલ ૨૦:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “ઘર.”

૧ શમુએલ ૨૦:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “પ્રેમના.”

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૧, ૩; ૨શ ૧:૨૬; ની ૧૮:૨૪

૧ શમુએલ ૨૦:૧૮

એને લગતી કલમો

  • +૧શ ૨૦:૫

૧ શમુએલ ૨૦:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “કામના દિવસે.”

૧ શમુએલ ૨૦:૨૧

ફૂટનોટ

  • *

    મૂળ, “યહોવાના જીવના સમ.”

૧ શમુએલ ૨૦:૨૩

એને લગતી કલમો

  • +૧શ ૨૦:૪૨
  • +૧શ ૨૦:૧૩, ૧૪

૧ શમુએલ ૨૦:૨૪

એને લગતી કલમો

  • +૧શ ૨૦:૫

૧ શમુએલ ૨૦:૨૫

એને લગતી કલમો

  • +૧શ ૧૪:૫૦

૧ શમુએલ ૨૦:૨૬

એને લગતી કલમો

  • +લેવી ૧૧:૨૩, ૨૪; ૧૫:૪, ૫, ૧૬, ૧૮; ગણ ૧૯:૧૬

૧ શમુએલ ૨૦:૨૭

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૧૨

૧ શમુએલ ૨૦:૨૮

એને લગતી કલમો

  • +૧શ ૨૦:૬

૧ શમુએલ ૨૦:૩૧

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૮
  • +૧શ ૧૯:૬, ૧૦

૧ શમુએલ ૨૦:૩૨

એને લગતી કલમો

  • +૧શ ૧૯:૫; ની ૧૭:૧૭; ૧૮:૨૪

૧ શમુએલ ૨૦:૩૩

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૧૧; ૧૯:૧૦
  • +૧શ ૨૦:૬, ૭

૧ શમુએલ ૨૦:૩૪

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૧

૧ શમુએલ ૨૦:૩૫

એને લગતી કલમો

  • +૧શ ૨૦:૧૯-૨૨

૧ શમુએલ ૨૦:૪૨

એને લગતી કલમો

  • +૧શ ૨૦:૧૭, ૨૩
  • +૧શ ૨૩:૧૮; ૨શ ૯:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ શમુ. ૨૦:૧૧શ ૨૪:૧૧; ગી ૧૮:૨૦
૧ શમુ. ૨૦:૨૧શ ૧૯:૬
૧ શમુ. ૨૦:૩૧શ ૧૮:૧; ૧૯:૨
૧ શમુ. ૨૦:૩૧શ ૨૭:૧
૧ શમુ. ૨૦:૫ગણ ૧૦:૧૦; ૨કા ૨:૪
૧ શમુ. ૨૦:૬૧શ ૧૬:૪, ૧૮
૧ શમુ. ૨૦:૬૧શ ૨૦:૨૮, ૨૯
૧ શમુ. ૨૦:૮ની ૧૭:૧૭
૧ શમુ. ૨૦:૮૧શ ૧૮:૩; ૨૩:૧૮
૧ શમુ. ૨૦:૮૧શ ૨૦:૧
૧ શમુ. ૨૦:૯૧શ ૧૯:૨
૧ શમુ. ૨૦:૧૩૧શ ૧૦:૭; ૧૧:૬
૧ શમુ. ૨૦:૧૩૧શ ૧૬:૧૩; ૧૭:૩૭
૧ શમુ. ૨૦:૧૪૨શ ૯:૧, ૩, ૬, ૭
૧ શમુ. ૨૦:૧૫૨શ ૨૧:૭
૧ શમુ. ૨૦:૧૭૧શ ૧૮:૧, ૩; ૨શ ૧:૨૬; ની ૧૮:૨૪
૧ શમુ. ૨૦:૧૮૧શ ૨૦:૫
૧ શમુ. ૨૦:૨૩૧શ ૨૦:૪૨
૧ શમુ. ૨૦:૨૩૧શ ૨૦:૧૩, ૧૪
૧ શમુ. ૨૦:૨૪૧શ ૨૦:૫
૧ શમુ. ૨૦:૨૫૧શ ૧૪:૫૦
૧ શમુ. ૨૦:૨૬લેવી ૧૧:૨૩, ૨૪; ૧૫:૪, ૫, ૧૬, ૧૮; ગણ ૧૯:૧૬
૧ શમુ. ૨૦:૨૭૧શ ૧૭:૧૨
૧ શમુ. ૨૦:૨૮૧શ ૨૦:૬
૧ શમુ. ૨૦:૩૧૧શ ૧૮:૮
૧ શમુ. ૨૦:૩૧૧શ ૧૯:૬, ૧૦
૧ શમુ. ૨૦:૩૨૧શ ૧૯:૫; ની ૧૭:૧૭; ૧૮:૨૪
૧ શમુ. ૨૦:૩૩૧શ ૧૮:૧૧; ૧૯:૧૦
૧ શમુ. ૨૦:૩૩૧શ ૨૦:૬, ૭
૧ શમુ. ૨૦:૩૪૧શ ૧૮:૧
૧ શમુ. ૨૦:૩૫૧શ ૨૦:૧૯-૨૨
૧ શમુ. ૨૦:૪૨૧શ ૨૦:૧૭, ૨૩
૧ શમુ. ૨૦:૪૨૧શ ૨૩:૧૮; ૨શ ૯:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ શમુએલ ૨૦:૧-૪૨

પહેલો શમુએલ

૨૦ પછી દાઉદ રામામાં આવેલા નાયોથથી નાસીને યોનાથાન પાસે ગયો. તેણે પૂછ્યું: “મેં શું કર્યું છે?+ મારો વાંક-ગુનો શું છે? મેં તમારા પિતા વિરુદ્ધ એવું તો કયું પાપ કર્યું કે તે મારો જીવ લેવા માંગે છે?” ૨ યોનાથાને કહ્યું: “એવું કદી નહિ થાય!+ તું નહિ માર્યો જાય. મારા પિતા મને જણાવ્યા વગર કંઈ કામ કરતા નથી, ભલે પછી એ નાનું હોય કે મોટું. તો પછી તે મારાથી આ વાત કેમ છુપાવે? ના, એમ તો ન બને.” ૩ દાઉદે આગળ કહ્યું: “તમારા પિતા સારી રીતે જાણે છે કે હું તમારો પાકો દોસ્ત છું.+ તેમણે વિચાર્યું હશે, ‘યોનાથાનને આની જાણ ન થવી જોઈએ, નહિ તો તે દુઃખી થશે.’ પણ યહોવાના સમ* અને તમારા સમ કે મારી અને મોતની વચ્ચે વેંત જેટલું જ અંતર છે!”+

૪ પછી યોનાથાને દાઉદને કહ્યું: “બોલ, હું તારા માટે શું કરું?” ૫ દાઉદે યોનાથાનને કહ્યું: “આવતી કાલે ચાંદરાત*+ છે. એટલે રાજા સાથે જમવા બેસવા સિવાય કોઈ છૂટકો નથી. તમે મને હમણાં જ જવા દો કે હું પરમ દિવસની સાંજ સુધી ખેતરમાં સંતાઈ રહું. ૬ મને ન જોઈને જો તમારા પિતા મારા વિશે પૂછે તો કહેજો, ‘દાઉદનું આખું કુટુંબ વાર્ષિક બલિદાન ચઢાવવાનું છે. તેણે ઉતાવળે પોતાના શહેર બેથલેહેમ+ જવું પડ્યું. તેણે કાલાવાલા કરીને મારી પાસે રજા માંગી.’+ ૭ જો તે કહે કે ‘વાંધો નહિ,’ તો સમજવું કે તમારા સેવક પર કોઈ ખતરો નથી. પણ જો તે ગુસ્સે ભરાય, તો તમારે સમજવું કે ચોક્કસ તેમણે મને ખતમ કરી નાખવાનું નક્કી કર્યું છે. ૮ તમારા સેવક પર અતૂટ પ્રેમ બતાવો,+ કેમ કે તમે યહોવા આગળ તમારા સેવક સાથે કરાર કર્યો છે.+ જો મારો કોઈ વાંક-ગુનો હોય,+ તો તમે પોતે મને મારી નાખો. મને તમારા પિતાના હાથમાં શું કામ સોંપવા માંગો છો?”

૯ એ સાંભળીને યોનાથાને કહ્યું: “તારા વિશે મારા મનમાં એવો વિચાર પણ ન આવે! જો મને ખબર હોય કે મારા પિતાએ તને ખતમ કરી નાખવાનું નક્કી કર્યું છે, તો શું હું તને નહિ જણાવું?”+ ૧૦ દાઉદે યોનાથાનને કહ્યું: “તમારા પિતા મારા પર ગુસ્સે છે કે કેમ એ મને કોણ જણાવશે?” ૧૧ યોનાથાને દાઉદને કહ્યું: “ચાલ આપણે બહાર ખેતરમાં જઈએ.” તેઓ બંને ખેતરમાં ગયા. ૧૨ યોનાથાને દાઉદને કહ્યું, “ઇઝરાયેલના ઈશ્વર યહોવાને સાક્ષી રાખીને હું તને આ વચન આપું છું: કાલે અથવા પરમ દિવસે, આશરે આ સમય સુધીમાં હું જાણી લઈશ કે મારા પિતાના મનમાં શું છે. જો તેમની કૃપા તારા પર હશે, તો હું તને સંદેશો મોકલીને ચોક્કસ જણાવીશ. ૧૩ જો મારા પિતાએ તને મારી નાખવાનું નક્કી કર્યું હોય, તોપણ હું તને એની ખબર આપીશ. એટલું જ નહિ, હું તને સહીસલામત દૂર મોકલી દઈશ. જો હું એમ ન કરું, તો યહોવા મને આકરી સજા કરો. જેમ યહોવા મારા પિતા સાથે હતા+ તેમ તારી સાથે રહો.+ ૧૪ ભલે હું જીવું કે મરું, તું મારા પર યહોવા જેવો અતૂટ પ્રેમ બતાવજે.+ ૧૫ યહોવા પૃથ્વી પરથી દાઉદના દુશ્મનોનું નામનિશાન મિટાવી દે ત્યારે પણ, તું મારા ઘરના લોકો પર હંમેશાં અતૂટ પ્રેમ બતાવજે.”+ ૧૬ યોનાથાને દાઉદના કુટુંબ* સાથે કરાર કર્યો અને કહ્યું: “દાઉદના દુશ્મનો પાસેથી યહોવા હિસાબ માંગશે.” ૧૭ યોનાથાન પોતાના જીવની જેમ દાઉદને ચાહતો હતો. યોનાથાને તેની પાસે દોસ્તીના* નામે ફરીથી સમ ખવડાવ્યા.+

૧૮ યોનાથાને દાઉદને કહ્યું: “આવતી કાલે ચાંદરાત છે+ અને તારી જગ્યા ખાલી હોવાથી મારા પિતા તને શોધશે. ૧૯ પરમ દિવસે તે તારા વિશે વધારે પૂછપરછ કરશે. તું પેલા દિવસે* જ્યાં સંતાઈ ગયો હતો, ત્યાં સંતાઈ જજે અને આ પથ્થર પાસે રહેજે. ૨૦ પછી હું નિશાન તાકતો હોઉં એમ પથ્થરની એક તરફ ત્રણ બાણ મારીશ. ૨૧ હું મારા સેવકને મોકલીને કહીશ, ‘જા, બાણ શોધી લાવ.’ જો હું તેને કહું કે ‘બાણ તારી આ તરફ છે, જા લઈ આવ,’ તો તારે પાછા આવવું. યહોવાના સમ* કે એનો અર્થ તું સલામત છે, તને કોઈ ખતરો નથી. ૨૨ પણ જો હું તેને કહું, ‘બાણ તારી પેલી તરફ છે’ તો તારે જતા રહેવું, કેમ કે યહોવાએ તને વિદાય કર્યો છે. ૨૩ યહોવા સદાને માટે સાક્ષી છે+ કે આપણે એકબીજા સાથે કરાર કર્યો છે.”+

૨૪ પછી દાઉદ ખેતરમાં છુપાઈ ગયો. ચાંદરાત આવી અને શાઉલ રાજા જમવા માટે પોતાની જગ્યાએ બેઠો.+ ૨૫ રાજા દીવાલ પાસે પોતાના આસન પર બેઠો હતો. યોનાથાન તેની સામે બેઠો હતો અને આબ્નેર+ રાજાની બાજુમાં બેઠો હતો. પણ દાઉદની જગ્યા ખાલી હતી. ૨૬ શાઉલ એ દિવસે કંઈ બોલ્યો નહિ. તેણે વિચાર્યું: ‘કંઈક બન્યું હશે એટલે તે શુદ્ધ નહિ હોય.+ હા, તે અશુદ્ધ હશે.’ ૨૭ ચાંદરાત પછીના દિવસે, એટલે કે બીજા દિવસે પણ દાઉદની જગ્યા ખાલી હતી. શાઉલે પોતાના દીકરા યોનાથાનને પૂછ્યું: “યિશાઈનો દીકરો+ ગઈ કાલે જમવા આવ્યો નહિ અને આજેય દેખાતો નથી, શું થયું છે?” ૨૮ યોનાથાને શાઉલને જવાબ આપ્યો: “દાઉદે બહુ આજીજી કરીને મારી પાસે બેથલેહેમ જવાની રજા માંગી.+ ૨૯ તેણે કહ્યું, ‘કૃપા કરીને મને જવા દો. મારું કુટુંબ બેથલેહેમમાં બલિદાન ચઢાવવાનું છે અને ખુદ મારા ભાઈએ મને બોલાવ્યો છે. જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મને મારા ભાઈઓને મળવા જવા દો.’ એ કારણે તે રાજાની મેજ પર હાજર નથી.” ૩૦ શાઉલનો ગુસ્સો યોનાથાન પર ભડકી ઊઠ્યો. તેણે તેને કહ્યું: “ઓ બદમાશ, શું તું એમ માને છે કે તું યિશાઈના દીકરાને સાથ આપે છે એ હું નથી જાણતો? તું તારી અને તારી માની બદનામી કરવા બેઠો છે. ૩૧ જ્યાં સુધી યિશાઈનો દીકરો આ ધરતી પર જીવે છે, ત્યાં સુધી તું કે તારું સિંહાસન સલામત નથી.+ હમણાં ને હમણાં કોઈને મોકલીને તેને મારી પાસે લઈ આવ, જેથી તે માર્યો જાય.”+

૩૨ યોનાથાને પોતાના પિતા શાઉલને પૂછ્યું: “તેને શું કામ મારી નાખવો?+ તેનો શું વાંક છે?” ૩૩ એ સાંભળીને શાઉલે યોનાથાનને મારવા પોતાનો ભાલો ફેંક્યો.+ એટલે યોનાથાનને ખાતરી થઈ ગઈ કે તેના પિતાએ દાઉદને મારી નાખવાનું નક્કી કર્યું છે.+ ૩૪ યોનાથાન ગુસ્સામાં ને ગુસ્સામાં મેજ પરથી ઊઠી ગયો. તેણે ચાંદરાતના બીજા દિવસે કંઈ ખાધું નહિ. તેના પિતાએ દાઉદનું અપમાન કર્યું હોવાથી તેનું દિલ દુઃખી હતું.+

૩૫ સવારે યોનાથાન દાઉદને મળવા નક્કી કરેલા સમયે ખેતરમાં ગયો. તેની સાથે તેનો સેવક પણ હતો.+ ૩૬ યોનાથાને પોતાના સેવકને કહ્યું: “દોડ, હું જે બાણ મારું એ શોધી લાવ.” સેવક દોડ્યો અને યોનાથાને તેની પેલી તરફ એક બાણ માર્યું. ૩૭ યોનાથાને બાણ માર્યું એ જગ્યાએ સેવક પહોંચ્યો ત્યારે, તેણે તેને કહ્યું: “બાણ તારી પેલી તરફ છે.” ૩૮ યોનાથાને પોતાના સેવકને બૂમ પાડી: “જા, જલદી જા! મોડું ન કર!” યોનાથાનના સેવકે બાણ ઉપાડી લીધાં અને પોતાના માલિક પાસે પાછો આવ્યો. ૩૯ સેવકને આખી વાતની કંઈ ખબર પડી નહિ. યોનાથાન અને દાઉદ વચ્ચે જ એ વાત રહી. ૪૦ યોનાથાને પોતાનાં હથિયાર સેવકને આપ્યાં અને કહ્યું: “આ લઈને શહેરમાં જા.”

૪૧ સેવક ગયો કે તરત દાઉદ દક્ષિણ બાજુથી આવ્યો. દાઉદે જમીન સુધી માથું નમાવીને ત્રણ વાર નમન કર્યું. તેઓએ એકબીજાને ગાલ પર ચુંબન કર્યું અને ભેટીને ખૂબ રડ્યા. પણ દાઉદ વધારે રડ્યો. ૪૨ યોનાથાને દાઉદને કહ્યું: “શાંતિથી જા! આપણે યહોવાના નામે સમ ખાધા છે+ કે ‘યહોવા તારી અને મારી વચ્ચે તેમજ તારા વંશજો અને મારા વંશજો વચ્ચે સદાને માટે સાક્ષી થયા છે.’”+

પછી દાઉદ ત્યાંથી નીકળી ગયો અને યોનાથાન પાછો શહેરમાં ગયો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો