વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • નિયમ પથ્થરો પર લખવામાં આવે (૧-૧૦)

      • એબાલ પર્વત અને ગરીઝીમ પર્વત પર (૧૧-૧૪)

      • શ્રાપ ફરી અપાયો (૧૫-૨૬)

પુનર્નિયમ ૨૭:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ચૂનાનો લેપ.”

એને લગતી કલમો

  • +યહો ૮:૩૦-૩૨

પુનર્નિયમ ૨૭:૩

એને લગતી કલમો

  • +ગણ ૧૩:૨૬, ૨૭

પુનર્નિયમ ૨૭:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ચૂનાનો લેપ.”

એને લગતી કલમો

  • +પુન ૧૧:૨૯

પુનર્નિયમ ૨૭:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૨૫

પુનર્નિયમ ૨૭:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૩:૧
  • +લેવી ૭:૧૫
  • +પુન ૧૨:૭

પુનર્નિયમ ૨૭:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૧૨

પુનર્નિયમ ૨૭:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૫; પુન ૨૬:૧૮

પુનર્નિયમ ૨૭:૧૦

એને લગતી કલમો

  • +૧રા ૨:૩; માથ ૧૯:૧૭; ૧યો ૫:૩

પુનર્નિયમ ૨૭:૧૨

એને લગતી કલમો

  • +પુન ૧૧:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૭, પાન ૩૦-૩૧

    ૬/૧૫/૧૯૯૬, પાન ૧૨

પુનર્નિયમ ૨૭:૧૩

એને લગતી કલમો

  • +યહો ૮:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૭, પાન ૩૦-૩૧

    ૬/૧૫/૧૯૯૬, પાન ૧૨

પુનર્નિયમ ૨૭:૧૪

એને લગતી કલમો

  • +પુન ૩૩:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૬, પાન ૧૨

પુનર્નિયમ ૨૭:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “ઢાળેલી મૂર્તિ.”

  • *

    અથવા, “લાકડા અને ધાતુનું કામ કરનારના.”

  • *

    અથવા, “એમ થાઓ.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૪; પુન ૪:૧૫, ૧૬; યશા ૪૪:૯
  • +નિર્ગ ૩૪:૧૭; લેવી ૧૯:૪
  • +પુન ૭:૨૫; ૨૯:૧૭

પુનર્નિયમ ૨૭:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૨; પુન ૨૧:૧૮-૨૧; ની ૨૦:૨૦; ૩૦:૧૭; માથ ૧૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૭, પાન ૩૦-૩૧

પુનર્નિયમ ૨૭:૧૭

એને લગતી કલમો

  • +પુન ૧૯:૧૪; ની ૨૩:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૧, પાન ૯

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૭, પાન ૩૦-૩૧

પુનર્નિયમ ૨૭:૧૮

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૪

પુનર્નિયમ ૨૭:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “પિતા વગરના બાળકનો.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૨૧, ૨૨; પુન ૧૦:૧૭, ૧૮; માલ ૩:૫; યાકૂ ૧:૨૭
  • +પુન ૧૬:૨૦; ની ૧૭:૨૩; મીખ ૩:૧૧

પુનર્નિયમ ૨૭:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “પિતાની પત્ની.”

  • *

    મૂળ, “પિતાનું વસ્ત્ર ઉતારે છે.”

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૮; ૧કો ૫:૧

પુનર્નિયમ ૨૭:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૧૯; લેવી ૧૮:૨૩; ૨૦:૧૫

પુનર્નિયમ ૨૭:૨૨

ફૂટનોટ

  • *

    આ સગી બહેન અથવા સાવકી બહેન હોય શકે.

  • *

    આ સગી બહેન અથવા સાવકી બહેન હોય શકે.

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૯; ૨૦:૧૭

પુનર્નિયમ ૨૭:૨૩

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૧૭; ૨૦:૧૪

પુનર્નિયમ ૨૭:૨૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૩; ૨૧:૧૨; ગણ ૩૫:૩૧

પુનર્નિયમ ૨૭:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “નિર્દોષ લોહી વહેવડાવવા.”

એને લગતી કલમો

  • +માથ ૨૭:૩, ૪

પુનર્નિયમ ૨૭:૨૬

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫; ગલા ૩:૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૨૭:૨યહો ૮:૩૦-૩૨
પુન. ૨૭:૩ગણ ૧૩:૨૬, ૨૭
પુન. ૨૭:૪પુન ૧૧:૨૯
પુન. ૨૭:૫નિર્ગ ૨૦:૨૫
પુન. ૨૭:૭લેવી ૩:૧
પુન. ૨૭:૭લેવી ૭:૧૫
પુન. ૨૭:૭પુન ૧૨:૭
પુન. ૨૭:૮નિર્ગ ૨૪:૧૨
પુન. ૨૭:૯નિર્ગ ૧૯:૫; પુન ૨૬:૧૮
પુન. ૨૭:૧૦૧રા ૨:૩; માથ ૧૯:૧૭; ૧યો ૫:૩
પુન. ૨૭:૧૨પુન ૧૧:૨૯
પુન. ૨૭:૧૩યહો ૮:૩૩
પુન. ૨૭:૧૪પુન ૩૩:૧૦
પુન. ૨૭:૧૫નિર્ગ ૨૦:૪; પુન ૪:૧૫, ૧૬; યશા ૪૪:૯
પુન. ૨૭:૧૫નિર્ગ ૩૪:૧૭; લેવી ૧૯:૪
પુન. ૨૭:૧૫પુન ૭:૨૫; ૨૯:૧૭
પુન. ૨૭:૧૬નિર્ગ ૨૦:૧૨; પુન ૨૧:૧૮-૨૧; ની ૨૦:૨૦; ૩૦:૧૭; માથ ૧૫:૪
પુન. ૨૭:૧૭પુન ૧૯:૧૪; ની ૨૩:૧૦
પુન. ૨૭:૧૮લેવી ૧૯:૧૪
પુન. ૨૭:૧૯નિર્ગ ૨૨:૨૧, ૨૨; પુન ૧૦:૧૭, ૧૮; માલ ૩:૫; યાકૂ ૧:૨૭
પુન. ૨૭:૧૯પુન ૧૬:૨૦; ની ૧૭:૨૩; મીખ ૩:૧૧
પુન. ૨૭:૨૦લેવી ૧૮:૮; ૧કો ૫:૧
પુન. ૨૭:૨૧નિર્ગ ૨૨:૧૯; લેવી ૧૮:૨૩; ૨૦:૧૫
પુન. ૨૭:૨૨લેવી ૧૮:૯; ૨૦:૧૭
પુન. ૨૭:૨૩લેવી ૧૮:૧૭; ૨૦:૧૪
પુન. ૨૭:૨૪નિર્ગ ૨૦:૧૩; ૨૧:૧૨; ગણ ૩૫:૩૧
પુન. ૨૭:૨૫માથ ૨૭:૩, ૪
પુન. ૨૭:૨૬પુન ૨૮:૧૫; ગલા ૩:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૨૭:૧-૨૬

પુનર્નિયમ

૨૭ મૂસા અને ઇઝરાયેલના વડીલો લોકો આગળ ઊભા થયા અને મૂસાએ લોકોને કહ્યું: “આજે હું તમને જે આજ્ઞાઓ આપું છું, એ બધી તમે પાળો. ૨ તમે યર્દન નદી પાર કરીને તમારા ઈશ્વર યહોવા આપે છે એ દેશમાં જાઓ ત્યારે, ત્યાં મોટા પથ્થરો ઊભા કરો અને એના પર લીંપણ* કરો.+ ૩ યર્દન પાર કર્યા પછી તમે એ પથ્થરો ઉપર બધા નિયમો લખો. તમારા ઈશ્વર યહોવા તમને આપે છે એ દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં તમે પ્રવેશો ત્યારે એમ કરો. એ દેશ આપવા વિશે તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવાએ તમને વચન આપ્યું હતું.+ ૪ યર્દન પાર કર્યા પછી, તમે એબાલ પર્વત+ પર એ પથ્થરો ઊભા કરો અને એના પર લીંપણ* કરો, જેમ આજે હું તમને આજ્ઞા આપું છું. ૫ ત્યાં તમે તમારા ઈશ્વર યહોવા માટે એવા પથ્થરોની એક વેદી પણ બનાવો, જેના પર લોઢાનું ઓજાર વપરાયું ન હોય.+ ૬ તમે ઘડ્યા વગરના આખા પથ્થરોથી તમારા ઈશ્વર યહોવા માટે વેદી બનાવો અને એના પર તમારા ઈશ્વર યહોવા માટે અગ્‍નિ-અર્પણો ચઢાવો. ૭ ત્યાં તમે શાંતિ-અર્પણો* ચઢાવો+ અને એ ખાઓ+ અને તમારા ઈશ્વર યહોવા આગળ આનંદ કરો.+ ૮ એ પથ્થરો પર સ્પષ્ટ રીતે એ બધા નિયમો લખો.”+

૯ પછી મૂસા અને લેવી યાજકોએ બધા ઇઝરાયેલીઓને કહ્યું: “હે ઇઝરાયેલીઓ, શાંત થાઓ અને ધ્યાનથી સાંભળો. આજે તમે તમારા ઈશ્વર યહોવાના લોકો બન્યા છો.+ ૧૦ તમે તમારા ઈશ્વર યહોવાનું સાંભળો અને તેમની આજ્ઞાઓ+ અને નિયમો પાળો, જે આજે હું તમને ફરમાવું છું.”

૧૧ એ દિવસે મૂસાએ લોકોને આ પ્રમાણે આજ્ઞા કરી: ૧૨ “યર્દન પાર કરો પછી લોકોને આશીર્વાદ આપવા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ અને બિન્યામીનનાં કુળો ગરીઝીમ પર્વત+ પર ઊભાં રહે. ૧૩ રૂબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન અને નફતાલીનાં કુળો શ્રાપ જાહેર કરવા એબાલ પર્વત+ પર ઊભાં રહે. ૧૪ લેવીઓ બધા ઇઝરાયેલીઓને મોટા અવાજે કહે:+

૧૫ “‘જે માણસ કોતરેલી મૂર્તિ+ અથવા ધાતુની મૂર્તિ* બનાવે+ અને એને છુપાવી રાખે, તેના પર શ્રાપ આવે. કારીગરના* હાથે ઘડાયેલી એવી મૂર્તિને યહોવા ધિક્કારે છે.’+ (અને બધા લોકો જવાબમાં કહે, ‘આમેન!’*)

૧૬ “‘જે માણસ પોતાના પિતાને કે માતાને તુચ્છ ગણે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

૧૭ “‘જે માણસ પડોશીએ મૂકેલી હદની નિશાની ખસેડે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

૧૮ “‘જે માણસ આંધળા માણસને રસ્તા પરથી ભટકાવી દે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

૧૯ “‘જે માણસ પરદેશીનો, અનાથનો* કે વિધવાનો+ ન્યાય ઊંધો વાળે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

૨૦ “‘જે માણસ પોતાની સાવકી મા* સાથે જાતીય સંબંધ બાંધે, તેના પર શ્રાપ આવે. કેમ કે તે પોતાના પિતાનું અપમાન કરે છે.’*+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

૨૧ “‘જે માણસ કોઈ પ્રાણી સાથે જાતીય સંબંધ બાંધે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

૨૨ “‘જે માણસ પોતાની સગી બહેન સાથે કે પોતાના પિતાની દીકરી* સાથે કે પોતાની માતાની દીકરી* સાથે જાતીય સંબંધ બાંધે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

૨૩ “‘જે માણસ પોતાની સાસુ સાથે જાતીય સંબંધ બાંધે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

૨૪ “‘જે માણસ ખાનગીમાં પોતાના પડોશી પર હુમલો કરીને તેને મારી નાખે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

૨૫ “‘જે માણસ નિર્દોષની હત્યા કરવા* પૈસા લે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

૨૬ “‘જે માણસ આ બધા નિયમો ન પાળે અને એને અમલમાં ન મૂકે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો