વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૩૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

      • આગૂરનો સંદેશો (૧-૩૩)

        • મને ગરીબી ન આપો, અમીરી પણ ન આપો (૮)

        • એવી બાબતો જે કદી ધરાતી નથી (૧૫, ૧૬)

        • એવી બાબતો જે સમજશક્તિની બહાર છે (૧૮, ૧૯)

        • વ્યભિચારી સ્ત્રી (૨૦)

        • અતિશય બુદ્ધિશાળી પ્રાણીઓ (૨૪)

નીતિવચનો ૩૦:૨

એને લગતી કલમો

  • +અયૂ ૪૨:૩

નીતિવચનો ૩૦:૪

ફૂટનોટ

  • *

    અથવા, “કોણે પૃથ્વીના ચારે ખૂણા ઊભા કર્યા છે?”

એને લગતી કલમો

  • +યોહ ૩:૧૩
  • +યશા ૪૦:૧૨
  • +અયૂ ૩૮:૪

નીતિવચનો ૩૦:૫

ફૂટનોટ

  • *

    અથવા, “અગ્‍નિથી પરખાયેલો.”

એને લગતી કલમો

  • +ગી ૧૨:૬
  • +ઉત ૧૫:૧; ૨શ ૨૨:૩૧; ગી ૮૪:૧૧

નીતિવચનો ૩૦:૬

એને લગતી કલમો

  • +પુન ૪:૨; પ્રક ૨૨:૧૮

નીતિવચનો ૩૦:૮

એને લગતી કલમો

  • +ની ૧૨:૨૨
  • +માથ ૬:૧૧; ૧તિ ૬:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૭, પાન ૩

    ૫/૧/૧૯૯૫, પાન ૨૮

    સજાગ બનો!,

    ૧૨/૮/૧૯૯૭, પાન ૧૩

    ૨/૮/૧૯૯૫, પાન ૧૧

નીતિવચનો ૩૦:૯

એને લગતી કલમો

  • +પુન ૬:૧૦-૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૭, પાન ૩

    સજાગ બનો!,

    ૧૨/૮/૧૯૯૭, પાન ૧૩

નીતિવચનો ૩૦:૧૦

ફૂટનોટ

  • *

    આગૂર આ કલમથી ઇથીએલ અને ઉક્કાલને સંબોધીને વાત કરે છે.

એને લગતી કલમો

  • +દા ૬:૨૪

નીતિવચનો ૩૦:૧૧

એને લગતી કલમો

  • +લેવી ૨૦:૯; ની ૧૯:૨૬; માર્ક ૭:૧૦, ૧૧

નીતિવચનો ૩૦:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “તેનું મળ.”

એને લગતી કલમો

  • +ગી ૩૬:૧, ૨; યશા ૬૫:૫; ૧યો ૧:૮

નીતિવચનો ૩૦:૧૩

એને લગતી કલમો

  • +ગી ૧૦૧:૫; ની ૬:૧૬, ૧૭

નીતિવચનો ૩૦:૧૪

એને લગતી કલમો

  • +ગી ૧૪:૪; ની ૨૨:૧૬; યશા ૩૨:૭

નીતિવચનો ૩૦:૧૫

ફૂટનોટ

  • *

    પાણીમાં રહેતો કીડો, જે માણસો કે પ્રાણીઓનાં શરીરે ચોંટીને લોહી ચૂસે છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૩૦:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૨૭:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૩૦:૧૭

એને લગતી કલમો

  • +ની ૨૩:૨૨
  • +લેવી ૨૦:૯; પુન ૨૧:૧૮, ૨૧; ની ૨૦:૨૦

નીતિવચનો ૩૦:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “જે મને બહુ અજાયબ લાગે છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૨, પાન ૩૨

નીતિવચનો ૩૦:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૬, પાન ૮

    ૧૦/૧/૧૯૯૨, પાન ૩૨

નીતિવચનો ૩૦:૨૦

એને લગતી કલમો

  • +ની ૭:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૨, પાન ૩૨

નીતિવચનો ૩૦:૨૨

એને લગતી કલમો

  • +ની ૧૯:૧૦; સભા ૧૦:૭; યશા ૩:૪

નીતિવચનો ૩૦:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “જેને કોઈ પ્રેમ કરતું નથી.”

એને લગતી કલમો

  • +ઉત ૧૬:૫

નીતિવચનો ૩૦:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “જન્મજાત બુદ્ધિશાળી છે; જેઓમાં સ્વયંસ્ફૂરણા છે.”

એને લગતી કલમો

  • +અયૂ ૩૫:૧૧

નીતિવચનો ૩૦:૨૫

ફૂટનોટ

  • *

    મૂળ, “બળવાન પ્રજા.”

એને લગતી કલમો

  • +ની ૬:૬-૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૨૧-૨૨

    ૪/૧/૧૯૯૬, પાન ૧૦

નીતિવચનો ૩૦:૨૬

ફૂટનોટ

  • *

    સસલા જેવું પૂંછડી વગરનું એક પ્રાણી, જે ખડકોમાં રહે છે.

  • *

    મૂળ, “બળવાન પ્રજા.”

એને લગતી કલમો

  • +લેવી ૧૧:૫
  • +ગી ૧૦૪:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૨૨-૨૩

નીતિવચનો ૩૦:૨૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૦:૧૪; યોએ ૧:૪
  • +યોએ ૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૨૩

નીતિવચનો ૩૦:૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “ગેકો ગરોળી.”

એને લગતી કલમો

  • +લેવી ૧૧:૨૯, ૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૨૩-૨૪

    સજાગ બનો!

    ૧૦/૨૦૦૬, પાન ૫-૭

નીતિવચનો ૩૦:૩૦

એને લગતી કલમો

  • +ગણ ૨૩:૨૪; યશા ૩૧:૪

નીતિવચનો ૩૦:૩૨

એને લગતી કલમો

  • +ની ૨૬:૧૨
  • +ની ૨૭:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૩૦:૩૩

એને લગતી કલમો

  • +ની ૨૬:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૩૦:૨અયૂ ૪૨:૩
નીતિ. ૩૦:૪યોહ ૩:૧૩
નીતિ. ૩૦:૪યશા ૪૦:૧૨
નીતિ. ૩૦:૪અયૂ ૩૮:૪
નીતિ. ૩૦:૫ગી ૧૨:૬
નીતિ. ૩૦:૫ઉત ૧૫:૧; ૨શ ૨૨:૩૧; ગી ૮૪:૧૧
નીતિ. ૩૦:૬પુન ૪:૨; પ્રક ૨૨:૧૮
નીતિ. ૩૦:૮ની ૧૨:૨૨
નીતિ. ૩૦:૮માથ ૬:૧૧; ૧તિ ૬:૮
નીતિ. ૩૦:૯પુન ૬:૧૦-૧૨
નીતિ. ૩૦:૧૦દા ૬:૨૪
નીતિ. ૩૦:૧૧લેવી ૨૦:૯; ની ૧૯:૨૬; માર્ક ૭:૧૦, ૧૧
નીતિ. ૩૦:૧૨ગી ૩૬:૧, ૨; યશા ૬૫:૫; ૧યો ૧:૮
નીતિ. ૩૦:૧૩ગી ૧૦૧:૫; ની ૬:૧૬, ૧૭
નીતિ. ૩૦:૧૪ગી ૧૪:૪; ની ૨૨:૧૬; યશા ૩૨:૭
નીતિ. ૩૦:૧૬ની ૨૭:૨૦
નીતિ. ૩૦:૧૭ની ૨૩:૨૨
નીતિ. ૩૦:૧૭લેવી ૨૦:૯; પુન ૨૧:૧૮, ૨૧; ની ૨૦:૨૦
નીતિ. ૩૦:૨૦ની ૭:૧૦, ૧૧
નીતિ. ૩૦:૨૨ની ૧૯:૧૦; સભા ૧૦:૭; યશા ૩:૪
નીતિ. ૩૦:૨૩ઉત ૧૬:૫
નીતિ. ૩૦:૨૪અયૂ ૩૫:૧૧
નીતિ. ૩૦:૨૫ની ૬:૬-૮
નીતિ. ૩૦:૨૬લેવી ૧૧:૫
નીતિ. ૩૦:૨૬ગી ૧૦૪:૧૮
નીતિ. ૩૦:૨૭નિર્ગ ૧૦:૧૪; યોએ ૧:૪
નીતિ. ૩૦:૨૭યોએ ૨:૭
નીતિ. ૩૦:૨૮લેવી ૧૧:૨૯, ૩૦
નીતિ. ૩૦:૩૦ગણ ૨૩:૨૪; યશા ૩૧:૪
નીતિ. ૩૦:૩૨ની ૨૬:૧૨
નીતિ. ૩૦:૩૨ની ૨૭:૨
નીતિ. ૩૦:૩૩ની ૨૬:૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૩૦:૧-૩૩

નીતિવચનો

૩૦ યાકેહના દીકરા આગૂરનો મહત્ત્વનો સંદેશો. એ સંદેશો તેણે ઇથીએલ અને ઉક્કાલને આપ્યો હતો.

 ૨ હું બીજાઓ કરતાં વધારે અજ્ઞાની છું,+

લોકોમાં જે સમજણ હોવી જોઈએ એ મારામાં નથી.

 ૩ હું બુદ્ધિની વાતો શીખ્યો નથી,

પરમ પવિત્ર ઈશ્વર પાસે છે એટલું જ્ઞાન મારી પાસે નથી.

 ૪ કોણ સ્વર્ગમાં ચઢ્યું છે અને ત્યાંથી નીચે ઊતર્યું છે?+

કોણે પોતાના ખોબામાં પવન ભર્યો છે?

કોણે પોતાના વસ્ત્રમાં પાણી બાંધી રાખ્યું છે?+

કોણે પૃથ્વીની સીમાઓ ઠરાવી છે?*+

તેનું નામ શું છે? તેના દીકરાનું નામ શું છે?

તને ખબર હોય તો એનો જવાબ આપ.

 ૫ ઈશ્વરનો એકેએક શબ્દ શુદ્ધ* છે.+

તેમની શરણે જનાર લોકો માટે તે ઢાલ છે.+

 ૬ તેમની વાતોમાં એકેય શબ્દ ઉમેરીશ નહિ,+

નહિતર તે તને ઠપકો આપશે

અને તું જૂઠો સાબિત થઈશ.

 ૭ હે ઈશ્વર, હું તમારી પાસે બે વરદાન માંગું છું,

મારા જીવતેજીવ મારી અરજ પૂરી કરો.

 ૮ અસત્ય અને જૂઠ મારાથી દૂર કરો.+

મને ગરીબી ન આપો કે અમીરી પણ ન આપો.

મને ફક્ત મારા હિસ્સાનું ભોજન આપો,+

 ૯ જેથી એવું ન થાય કે હું ધરાઈ જાઉં અને તમારો નકાર કરું અને કહું, “યહોવા કોણ છે?”+

એવું પણ ન થાય કે હું ગરીબ થઈ જાઉં અને ચોરી કરું અને મારા ઈશ્વરના નામને બદનામ કરું.

૧૦ * તું માલિક આગળ તેના ચાકરની ચાડી ન કર,

નહિતર ચાકર તને શ્રાપ આપશે અને તું અપરાધી ઠરીશ.+

૧૧ એક એવી પેઢી છે જે પિતાને શ્રાપ આપે છે

અને માતાને આશીર્વાદ આપતી નથી.+

૧૨ એક એવી પેઢી છે જે પોતાને બહુ શુદ્ધ ગણે છે,+

પણ તેની ગંદકી* સાફ કરવામાં આવી નથી.

૧૩ એક એવી પેઢી છે જેની આંખો ઘમંડી છે

અને જે બીજાને તિરસ્કારની નજરે જુએ છે.+

૧૪ એક એવી પેઢી છે જેના દાંત તલવાર જેવા છે

અને જડબાં ધારદાર છરી જેવાં છે.

તે પૃથ્વીના દીન-દુખિયાને ફાડી ખાય છે

અને ગરીબોને ભરખી જાય છે.+

૧૫ જળોને* બે દીકરીઓ છે, જે રડીને કહે છે, “મને આપ! મને આપ!”

ત્રણ બાબતો એવી છે જે કદી ધરાતી નથી,

હા, ચાર એવી છે જે કદી કહેતી નથી, “બસ થયું!”

૧૬ કબર,*+ વાંઝણી સ્ત્રીની કૂખ,

પાણી વગરની સૂકી જમીન,

અને આગ જે કદી કહેતી નથી, “બસ થયું!”

૧૭ જે માણસ પિતાની મજાક ઉડાવે છે અને માતાની આજ્ઞાને ગણકારતો નથી,+

તેની આંખોને ખીણના કાગડા કોચી ખાશે

અને ગરુડનાં બચ્ચાં એ ખાઈ જશે.+

૧૮ ત્રણ બાબતો એવી છે જે મારી સમજશક્તિની બહાર છે,*

હા, ચાર એવી છે જે હું સમજતો નથી:

૧૯ આકાશમાં ઊડતા ગરુડનો માર્ગ,

પથ્થર પર સરકતા સાપની ચાલ,

દરિયો ખેડતા વહાણનો રસ્તો

અને યુવતી સાથે યુવાનનો વ્યવહાર.

૨૦ વ્યભિચારી સ્ત્રીનો માર્ગ આવો છે:

તે ખાય છે અને મોં લૂછી નાખે છે,

પછી કહે છે, “મેં કંઈ ખોટું કર્યું નથી.”+

૨૧ ત્રણ બાબતો એવી છે જેના લીધે પૃથ્વી ધ્રૂજે છે,

હા, ચાર એવી છે જેને એ સહન કરી શકતી નથી:

૨૨ ગુલામનું રાજા બનવું,+

મૂર્ખનું પેટ ભરીને ખાવું,

૨૩ લોકો નફરત કરતા હોય* એવી સ્ત્રીનું પરણવું

અને દાસીએ શેઠાણીનું સ્થાન લેવું.+

૨૪ પૃથ્વી પર ચાર જીવો ખૂબ નાના છે,

પણ અતિશય બુદ્ધિશાળી છે:*+

૨૫ કીડીઓ શક્તિશાળી* નથી,

છતાં ઉનાળામાં ખોરાક તૈયાર કરે છે.+

૨૬ ખડકોમાં રહેતાં સસલાં*+ બળવાન* નથી,

છતાં પથ્થરોની બખોલમાં પોતાનું ઘર બનાવે છે.+

૨૭ તીડોનો+ કોઈ રાજા નથી,

છતાં તેઓ સેનાની જેમ આગળ વધે છે.+

૨૮ ગરોળી*+ પંજાના સહારે દીવાલને ચોંટી રહે છે

અને તે રાજાના મહેલમાં ફરે છે.

૨૯ ત્રણ જીવો એવા છે જેઓ વટથી ચાલે છે,

હા, ચાર એવા છે જેઓ શાનથી ચાલે છે:

૩૦ સિંહ, જે પ્રાણીઓમાં સૌથી શક્તિશાળી છે,

ભલે કોઈ પણ સામે આવે, તે પાછો હટતો નથી;+

૩૧ શિકારી કૂતરો; બકરો;

અને સેના આગળ ચાલતો રાજા.

૩૨ જો તેં પોતાને ઊંચો કરવાની મૂર્ખતા કરી હોય+

અથવા એમ કરવાનું કાવતરું ઘડ્યું હોય,

તો તારા મોં પર હાથ મૂકીને ચૂપ થઈ જા.+

૩૩ કેમ કે જેમ દૂધ વલોવવાથી માખણ નીકળે છે,

જેમ નાક મચકોડવાથી લોહી નીકળે છે,

તેમ ગુસ્સો ભડકાવવાથી ઝઘડો ઊભો થાય છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો