વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ રાજાઓ મુખ્ય વિચારો

      • શેબાની રાણી સુલેમાનને મળવા આવે છે (૧-૧૩)

      • સુલેમાનની અઢળક ધનદોલત (૧૪-૨૯)

૧ રાજાઓ ૧૦:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઉખાણાંથી.”

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૯
  • +૨કા ૯:૧, ૨; માથ ૧૨:૪૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૯, પાન ૩૦

૧ રાજાઓ ૧૦:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “સુગંધી દ્રવ્ય” જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૫:૩, ૬; ૨રા ૨૦:૧૩
  • +ગી ૭૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૯, પાન ૩૦

૧ રાજાઓ ૧૦:૪

એને લગતી કલમો

  • +૧રા ૩:૨૮; સભા ૧૨:૯
  • +૨કા ૯:૩-૮

૧ રાજાઓ ૧૦:૫

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૯, પાન ૩૦-૩૧

૧ રાજાઓ ૧૦:૮

એને લગતી કલમો

  • +ની ૮:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૯, પાન ૨૦

૧ રાજાઓ ૧૦:૯

એને લગતી કલમો

  • +૧રા ૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૯, પાન ૨૦

૧ રાજાઓ ૧૦:૧૦

ફૂટનોટ

  • *

    એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૪૩:૧૧
  • +ગી ૭૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૯/૨૦૨૨, પાન ૧-૨

    ૧૧/૧/૧૯૯૯, પાન ૨૦

    ૭/૧/૧૯૯૯, પાન ૩૦-૩૧

૧ રાજાઓ ૧૦:૧૧

ફૂટનોટ

  • *

    સૌથી સારા સોના માટે જાણીતી જગ્યા.

એને લગતી કલમો

  • +૧રા ૯:૨૭, ૨૮; ગી ૪૫:૯
  • +૨કા ૨:૮
  • +૨કા ૯:૧૦, ૧૧

૧ રાજાઓ ૧૦:૧૨

એને લગતી કલમો

  • +૨કા ૫:૧૨; ગી ૧૫૦:૩

૧ રાજાઓ ૧૦:૧૩

એને લગતી કલમો

  • +૨કા ૯:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૯, પાન ૩૦-૩૧

૧ રાજાઓ ૧૦:૧૪

એને લગતી કલમો

  • +૨કા ૯:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૯/૨૦૨૨, પાન ૧-૨

    ૫/૧૫/૧૯૯૮, પાન ૩

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૮

૧ રાજાઓ ૧૦:૧૬

ફૂટનોટ

  • *

    એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +૧રા ૧૪:૨૫, ૨૬
  • +૨કા ૯:૧૫, ૧૬

૧ રાજાઓ ૧૦:૧૭

ફૂટનોટ

  • *

    એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.

  • *

    હિબ્રૂ શાસ્ત્રવચનોમાં એક મીના એટલે ૫૭૦ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +૧રા ૭:૨

૧ રાજાઓ ૧૦:૧૮

એને લગતી કલમો

  • +ગી ૧૨૨:૨, ૫
  • +૨કા ૯:૧૭-૧૯

૧ રાજાઓ ૧૦:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૯; ગણ ૨૩:૨૪; ૨૪:૯

૧ રાજાઓ ૧૦:૨૧

એને લગતી કલમો

  • +૧રા ૭:૨
  • +૨કા ૯:૨૦, ૨૧

૧ રાજાઓ ૧૦:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૪; ગી ૭૨:૧૦; હઝ ૨૭:૧૨; યૂના ૧:૩
  • +૧રા ૧૦:૧૮

૧ રાજાઓ ૧૦:૨૩

એને લગતી કલમો

  • +સભા ૫:૧૯
  • +૧રા ૩:૧૨, ૧૩; ૪:૨૯; ૨કા ૯:૨૨-૨૪

૧ રાજાઓ ૧૦:૨૪

એને લગતી કલમો

  • +ની ૨:૬

૧ રાજાઓ ૧૦:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “ઘોડેસવારો.”

  • *

    અથવા, “ઘોડેસવારો.”

એને લગતી કલમો

  • +પુન ૧૭:૧૫, ૧૬; ૧રા ૪:૨૬
  • +૨કા ૧:૧૪; ૯:૨૫

૧ રાજાઓ ૧૦:૨૭

ફૂટનોટ

  • *

    ગુલર કે ઉમરડા જેવું ઝાડ.

એને લગતી કલમો

  • +૨કા ૧:૧૫; ૯:૨૭

૧ રાજાઓ ૧૦:૨૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ઇજિપ્ત અને ક્યુઈથી મંગાવેલા હતા. રાજાના વેપારીઓ એ ક્યુઈથી ખરીદી લાવતા.” ક્યુઈ કદાચ કિલીકિયાને દર્શાવે છે.

એને લગતી કલમો

  • +૨કા ૧:૧૬, ૧૭; ૯:૨૮

૧ રાજાઓ ૧૦:૨૯

ફૂટનોટ

  • *

    અથવા, “નિકાસ કરતા.”

એને લગતી કલમો

  • +યહો ૧:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ રાજા. ૧૦:૧૧રા ૪:૨૯
૧ રાજા. ૧૦:૧૨કા ૯:૧, ૨; માથ ૧૨:૪૨
૧ રાજા. ૧૦:૨નિર્ગ ૨૫:૩, ૬; ૨રા ૨૦:૧૩
૧ રાજા. ૧૦:૨ગી ૭૨:૧૦
૧ રાજા. ૧૦:૪૧રા ૩:૨૮; સભા ૧૨:૯
૧ રાજા. ૧૦:૪૨કા ૯:૩-૮
૧ રાજા. ૧૦:૫૧રા ૪:૨૨
૧ રાજા. ૧૦:૮ની ૮:૩૪
૧ રાજા. ૧૦:૯૧રા ૫:૭
૧ રાજા. ૧૦:૧૦ઉત ૪૩:૧૧
૧ રાજા. ૧૦:૧૦ગી ૭૨:૧૦
૧ રાજા. ૧૦:૧૧૧રા ૯:૨૭, ૨૮; ગી ૪૫:૯
૧ રાજા. ૧૦:૧૧૨કા ૨:૮
૧ રાજા. ૧૦:૧૧૨કા ૯:૧૦, ૧૧
૧ રાજા. ૧૦:૧૨૨કા ૫:૧૨; ગી ૧૫૦:૩
૧ રાજા. ૧૦:૧૩૨કા ૯:૧૨
૧ રાજા. ૧૦:૧૪૨કા ૯:૧૩, ૧૪
૧ રાજા. ૧૦:૧૬૧રા ૧૪:૨૫, ૨૬
૧ રાજા. ૧૦:૧૬૨કા ૯:૧૫, ૧૬
૧ રાજા. ૧૦:૧૭૧રા ૭:૨
૧ રાજા. ૧૦:૧૮ગી ૧૨૨:૨, ૫
૧ રાજા. ૧૦:૧૮૨કા ૯:૧૭-૧૯
૧ રાજા. ૧૦:૧૯ઉત ૪૯:૯; ગણ ૨૩:૨૪; ૨૪:૯
૧ રાજા. ૧૦:૨૧૧રા ૭:૨
૧ રાજા. ૧૦:૨૧૨કા ૯:૨૦, ૨૧
૧ રાજા. ૧૦:૨૨ઉત ૧૦:૪; ગી ૭૨:૧૦; હઝ ૨૭:૧૨; યૂના ૧:૩
૧ રાજા. ૧૦:૨૨૧રા ૧૦:૧૮
૧ રાજા. ૧૦:૨૩સભા ૫:૧૯
૧ રાજા. ૧૦:૨૩૧રા ૩:૧૨, ૧૩; ૪:૨૯; ૨કા ૯:૨૨-૨૪
૧ રાજા. ૧૦:૨૪ની ૨:૬
૧ રાજા. ૧૦:૨૬પુન ૧૭:૧૫, ૧૬; ૧રા ૪:૨૬
૧ રાજા. ૧૦:૨૬૨કા ૧:૧૪; ૯:૨૫
૧ રાજા. ૧૦:૨૭૨કા ૧:૧૫; ૯:૨૭
૧ રાજા. ૧૦:૨૮૨કા ૧:૧૬, ૧૭; ૯:૨૮
૧ રાજા. ૧૦:૨૯યહો ૧:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ રાજાઓ ૧૦:૧-૨૯

પહેલો રાજાઓ

૧૦ શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિશે સાંભળ્યું, જે તેને યહોવાના નામને લીધે મળી હતી.+ એટલે તે અટપટા સવાલોથી* તેની કસોટી કરવા આવી.+ ૨ તે ઠાઠમાઠથી પોતાના નોકર-ચાકર સાથે યરૂશાલેમ આવી પહોંચી. તેની સાથે ઊંટો પણ હતાં, જેના પર સુગંધી તેલ,*+ પુષ્કળ સોનું અને કીમતી રત્નો લાદેલાં હતાં.+ તે સુલેમાન પાસે આવી અને પોતાના મનમાં જે કંઈ હતું એ બધું પૂછ્યું. ૩ સુલેમાને તેના બધા સવાલોના જવાબ આપ્યા. રાણીનો એક પણ સવાલ એવો ન હતો, જે સુલેમાન સમજાવી ન શકે.

૪ શેબાની રાણીએ જોયું કે સુલેમાન કેટલો બુદ્ધિશાળી છે!+ સુલેમાને બાંધેલો રાજમહેલ,+ ૫ તેની મેજ પરનું ભોજન,+ રાજદરબારીઓ માટે બેસવાની ગોઠવણ, ખોરાક અને દ્રાક્ષદારૂ પીરસતા ચાકરો, તેઓનો પોશાક અને યહોવાના મંદિરમાં તેણે નિયમિત ચઢાવેલાં અગ્‍નિ-અર્પણો રાણીએ જોયાં. એ બધું જોઈને શેબાની રાણી દંગ રહી ગઈ. ૬ તેણે રાજાને કહ્યું: “મેં મારા દેશમાં તમારી સફળતા અને બુદ્ધિ વિશે જે સાંભળ્યું હતું, એ બધું જ સાચું છે. ૭ મેં અહીં આવીને મારી નજરે ન જોયું ત્યાં સુધી હું માનતી ન હતી. અરે, મને તો આમાંનું અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. મેં સાંભળ્યું હતું એના કરતાં તમારી સમજણ અને જાહોજલાલી ઘણી વધારે છે. ૮ સુખી છે તમારા લોકો અને તમારા ચાકરો, જેઓ સદા તમારી આગળ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે.+ ૯ તમારા ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ,+ જેમણે ખુશીથી તમને ઇઝરાયેલની રાજગાદી પર બેસાડ્યા છે. યહોવાને ઇઝરાયેલ પર કાયમ પ્રેમ હોવાથી તેમણે તમને રાજા તરીકે પસંદ કર્યા છે, જેથી તમે સાચો ન્યાય આપો અને સચ્ચાઈથી રાજ કરો.”

૧૦ શેબાની રાણીએ સુલેમાન રાજાને ૧૨૦ તાલંત* સોનું, ઘણું બધું સુગંધી તેલ+ અને કીમતી રત્નો+ આપ્યાં. તેણે રાજાને જેટલું સુગંધી તેલ આપ્યું, એટલું ફરી કોઈએ આપ્યું નહિ.

૧૧ હીરામ રાજાનાં વહાણોનો કાફલો ઓફીરથી*+ સોનું લાવતો હતો. એ કાફલો ઓફીરથી પુષ્કળ પ્રમાણમાં સુખડનાં લાકડાં+ અને કીમતી રત્નો+ પણ લાવતો હતો. ૧૨ સુલેમાન રાજાએ સુખડનાં લાકડાંમાંથી યહોવાના મંદિર અને રાજમહેલ માટે થાંભલા બનાવ્યા. તેણે ગાયકો માટે વીણાઓ અને તારવાળાં વાજિંત્રો પણ બનાવ્યાં.+ આટલાં બધાં સુખડનાં લાકડાં આજ સુધી ફરી લાવવામાં આવ્યાં નથી કે જોવામાં આવ્યાં નથી.

૧૩ રાજા સુલેમાને શેબાની રાણીને ઉદારતાથી ભેટ-સોગાદો આપી. શેબાની રાણીને જે કંઈ ગમ્યું અને તેણે જે કંઈ માંગ્યું, એ બધું જ રાજાએ તેને આપ્યું. પછી રાણી નોકર-ચાકરો સાથે પોતાના દેશમાં પાછી ગઈ.+

૧૪ દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું હતું, એનું વજન ૬૬૬ તાલંત હતું.+ ૧૫ એ સિવાય તેને વેપારીઓ, સોદાગરો, બધા અરબી રાજાઓ અને દેશના રાજ્યપાલો પાસેથી નફો પણ મળતો હતો.

૧૬ રાજા સુલેમાને સોનામાં બીજી ધાતુઓ ભેળવીને+ ૨૦૦ મોટી ઢાલ બનાવી (દરેક ઢાલમાં ૬૦૦ શેકેલ* સોનું વપરાયું હતું).+ ૧૭ તેણે સોનામાં બીજી ધાતુઓ ભેળવીને ૩૦૦ નાની ઢાલ* બનાવી (દરેક નાની ઢાલમાં ત્રણ મીના* સોનું વપરાયું હતું). રાજાએ એ ઢાલો ‘લબાનોન વન’+ નામની ઇમારતમાં મૂકી.

૧૮ રાજાએ હાથીદાંતનું મોટું રાજ્યાસન બનાવ્યું+ અને એને ચોખ્ખા સોનાથી મઢ્યું.+ ૧૯ રાજ્યાસનને છ પગથિયાં હતાં અને એની ઉપર ઘુંમટ હતો. બેઠકની બંને બાજુ હાથા હતા અને હાથાને અડીને એક એક સિંહ+ ઊભો હતો. ૨૦ રાજ્યાસનનાં દરેક પગથિયાની બંને બાજુએ એક એક સિંહ હતો, કુલ છ પગથિયાં પર ૧૨ સિંહ હતા. કોઈ પણ રાજ્યમાં આવું રાજ્યાસન બનાવવામાં આવ્યું ન હતું.

૨૧ રાજા સુલેમાનના બધા જ પ્યાલા સોનાના હતા. ‘લબાનોન વન’+ નામની ઇમારતનાં બધાં વાસણો પણ ચોખ્ખા સોનાનાં હતાં. ચાંદીથી કંઈ પણ બનાવવામાં આવ્યું ન હતું, કેમ કે સુલેમાનના સમયમાં ચાંદીની કોઈ જ કિંમત ન હતી.+ ૨૨ સુલેમાનના તાર્શીશનાં+ દરિયાઈ વહાણોનો કાફલો હીરામનાં વહાણોના કાફલા સાથે હતો. દર ત્રણ વર્ષે તાર્શીશનાં વહાણોનો કાફલો પુષ્કળ સોનું-ચાંદી, હાથીદાંત,+ વાંદરાં અને મોર લઈને આવતો હતો.

૨૩ આમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતાં વધારે ધનવાન+ અને બુદ્ધિશાળી હતો.+ ૨૪ ઈશ્વરે સુલેમાનને બુદ્ધિશાળી હૃદય આપ્યું હતું.+ એટલે તેની વાતો સાંભળવા આખી પૃથ્વીના લોકો તેની પાસે આવતા હતા. ૨૫ જે કોઈ રાજા પાસે આવતું, તે ભેટમાં સોના-ચાંદીની ચીજવસ્તુઓ, કપડાં, હથિયારો, સુગંધી તેલ, ઘોડાઓ અને ખચ્ચરો લઈ આવતું. આવું વરસોવરસ ચાલ્યા કરતું.

૨૬ સુલેમાને રથો અને ઘોડાઓ* ભેગા કર્યા. તેની પાસે ૧,૪૦૦ રથો અને ૧૨,૦૦૦ ઘોડાઓ*+ હતા. તેણે એ બધું રથોનાં શહેરોમાં અને યરૂશાલેમમાં પોતાની પાસે રાખ્યું હતું.+

૨૭ રાજાએ યરૂશાલેમમાં એટલી ચાંદી ભેગી કરી કે એ પથ્થર જેટલી સામાન્ય થઈ ગઈ. દેવદારનાં એટલાં લાકડાં ભેગાં કર્યાં કે એ શેફેલાહનાં અંજીરનાં ઝાડ* જેટલાં સામાન્ય થઈ ગયાં.+

૨૮ સુલેમાનના ઘોડાઓ ઇજિપ્તથી મંગાવેલા હતા. રાજાના વેપારીઓ નક્કી કરેલી કિંમતમાં+ જથ્થાબંધ ઘોડાઓ લઈ આવતા.* ૨૯ ઇજિપ્તથી મંગાવેલા દરેક રથની કિંમત ચાંદીના ૬૦૦ ટુકડા અને ઘોડાની કિંમત ચાંદીના ૧૫૦ ટુકડા હતી. વેપારીઓ હિત્તીઓના+ રાજાઓને અને સિરિયાના રાજાઓને એ વેચી દેતા.*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો