વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નહેમ્યા ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નહેમ્યા મુખ્ય વિચારો

      • નહેમ્યા અન્યાય રોકે છે (૧-૧૩)

      • નહેમ્યા નિઃસ્વાર્થ રીતે વર્તે છે (૧૪-૧૯)

નહેમ્યા ૫:૧

એને લગતી કલમો

  • +પુન ૧૫:૯

નહેમ્યા ૫:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ખંડણી.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫, ૩૩; નહે ૯:૩૬, ૩૭

નહેમ્યા ૫:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “અમારું શરીર અમારા ભાઈઓના શરીર જેવું છે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૧:૭; પુન ૧૫:૧૨

નહેમ્યા ૫:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૨૫; પુન ૨૩:૧૯; ગી ૧૫:૫; હઝ ૨૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૬, પાન ૧૫

    ૩/૧/૧૯૮૬, પાન ૨૮

નહેમ્યા ૫:૮

એને લગતી કલમો

  • +લેવી ૨૫:૩૫; પુન ૧૫:૭, ૮; યર્મિ ૩૪:૮, ૯

નહેમ્યા ૫:૯

એને લગતી કલમો

  • +લેવી ૨૫:૩૬; નહે ૫:૧૫

નહેમ્યા ૫:૧૦

એને લગતી કલમો

  • +હઝ ૧૮:૫, ૮

નહેમ્યા ૫:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “સોમો ભાગ.” માસિક એક ટકા વ્યાજને બતાવે છે.

એને લગતી કલમો

  • +નહે ૫:૩

નહેમ્યા ૫:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “મેં મારો ખોળો ખંખેરી નાખ્યો.” એટલે કે, પ્રાચીન સમયનાં વસ્ત્રનો એ ભાગ જે ખિસ્સા તરીકે વપરાતો હતો.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “એમ થાઓ!” શબ્દસૂચિ જુઓ.

નહેમ્યા ૫:૧૪

એને લગતી કલમો

  • +એઝ ૮:૧
  • +નહે ૨:૧
  • +નહે ૧૦:૧
  • +નહે ૧૩:૬
  • +૧કો ૯:૧૪, ૧૫; ૨થે ૩:૮

નહેમ્યા ૫:૧૫

ફૂટનોટ

  • *

    એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૯; ૧૨:૧૪
  • +નહે ૫:૯

નહેમ્યા ૫:૧૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૩૩; ૨કો ૧૨:૧૭

નહેમ્યા ૫:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “મારા ખર્ચે.”

  • *

    મૂળ, “આખલો.”

નહેમ્યા ૫:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “મારું ભલું કરો.”

એને લગતી કલમો

  • +નહે ૧૩:૧૪; ગી ૧૮:૨૪; યશા ૩૮:૩; માલ ૩:૧૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નહે. ૫:૧પુન ૧૫:૯
નહે. ૫:૪પુન ૨૮:૧૫, ૩૩; નહે ૯:૩૬, ૩૭
નહે. ૫:૫નિર્ગ ૨૧:૭; પુન ૧૫:૧૨
નહે. ૫:૭નિર્ગ ૨૨:૨૫; પુન ૨૩:૧૯; ગી ૧૫:૫; હઝ ૨૨:૧૨
નહે. ૫:૮લેવી ૨૫:૩૫; પુન ૧૫:૭, ૮; યર્મિ ૩૪:૮, ૯
નહે. ૫:૯લેવી ૨૫:૩૬; નહે ૫:૧૫
નહે. ૫:૧૦હઝ ૧૮:૫, ૮
નહે. ૫:૧૧નહે ૫:૩
નહે. ૫:૧૪એઝ ૮:૧
નહે. ૫:૧૪નહે ૨:૧
નહે. ૫:૧૪નહે ૧૦:૧
નહે. ૫:૧૪નહે ૧૩:૬
નહે. ૫:૧૪૧કો ૯:૧૪, ૧૫; ૨થે ૩:૮
નહે. ૫:૧૫૨કો ૧૧:૯; ૧૨:૧૪
નહે. ૫:૧૫નહે ૫:૯
નહે. ૫:૧૬પ્રેકા ૨૦:૩૩; ૨કો ૧૨:૧૭
નહે. ૫:૧૯નહે ૧૩:૧૪; ગી ૧૮:૨૪; યશા ૩૮:૩; માલ ૩:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નહેમ્યા ૫:૧-૧૯

નહેમ્યા

૫ કેટલાક માણસો અને તેઓની પત્નીઓ પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટેથી ફરિયાદ કરવા લાગ્યાં.+ ૨ અમુક કહેવા લાગ્યા: “અમારું કુટુંબ બહુ મોટું છે, અમારે ઘણાં દીકરા-દીકરીઓ છે. અમને અનાજ જોઈએ, જેથી એ ખાઈને અમે જીવતા રહીએ.” ૩ બીજા અમુક કહેવા લાગ્યા: “અમારે પોતાનાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ અને ઘરો ગીરવે મૂકવાં પડ્યાં છે, જેથી ખોરાકની અછત વખતે અમે અનાજ મેળવી શકીએ.” ૪ બીજા કેટલાક કહેવા લાગ્યા: “રાજાને કર* ચૂકવવા અમે અમારાં ખેતરો અને દ્રાક્ષાવાડીઓ પર પૈસા ઉછીના લીધા છે.+ ૫ અમે પારકા નથી, અમે તેઓના જ ભાઈઓ છીએ,* અમારાં બાળકો તેઓનાં બાળકો જેવાં જ છે. છતાં અમારાં દીકરા-દીકરીઓને અમારે ગુલામીમાં મોકલવાં પડે છે. અમારી અમુક દીકરીઓ તો ગુલામ થઈ ચૂકી છે.+ આ બધું અટકાવવા અમે કંઈ કરી શકતા નથી, કેમ કે અમારાં ખેતરો અને દ્રાક્ષાવાડીઓ બીજાના હાથમાં જતાં રહ્યાં છે.”

૬ તેઓની વાતો અને ફરિયાદો સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. ૭ મેં તેઓની ફરિયાદ પર ઊંડો વિચાર કર્યો. મેં અધિકારીઓ અને ઉપઅધિકારીઓને ધમકાવતા કહ્યું: “તમે પોતાના જ ભાઈઓ પાસેથી કઈ રીતે વ્યાજ માંગી શકો?”+

તેઓના લીધે મેં એક મોટી સભા બોલાવી. ૮ મેં તેઓને કહ્યું: “આપણા યહૂદી ભાઈઓ બીજી પ્રજાઓને વેચાઈ ગયા હતા. તેઓને છોડાવવા અમે બનતું બધું કર્યું છે. હવે શું તમે તમારા જ ભાઈઓને વેચી દેશો?+ શું અમારે તેઓને પણ છોડાવવા પડશે?” એ સાંભળીને તેઓના હોઠ સિવાઈ ગયા અને તેઓ એક પણ શબ્દ બોલી ન શક્યા. ૯ મેં તેઓને કહ્યું: “આ તમે બરાબર નથી કરી રહ્યા. શું તમારે ઈશ્વરનો ડર રાખીને ચાલવું ન જોઈએ,+ જેથી આ દુશ્મન પ્રજાઓ આપણી મજાક ન ઉડાવે? ૧૦ હું અને મારા ભાઈઓ અને મારા સેવકો તો તેઓને વગર વ્યાજે પૈસા અને અનાજ ઉધાર આપીએ છીએ. ચાલો, આપણે વ્યાજ લેવાનું છોડી દઈએ.+ ૧૧ મહેરબાની કરીને આજે જ તેઓનાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ, જૈતૂનની વાડીઓ અને ઘરો પાછાં આપી દો.+ તમે તેઓને જે પૈસા, અનાજ, નવો દ્રાક્ષદારૂ અને તેલ ઉછીનાં આપ્યાં છે, એનું વ્યાજ* પણ પાછું આપી દો.”

૧૨ તેઓએ કહ્યું: “અમે તેઓને એ બધું પાછું આપી દઈશું અને તેઓ પાસે કશું જ નહિ માંગીએ. જેમ તમે કહ્યું છે, એમ જ અમે કરીશું.” પછી મેં યાજકોને બોલાવ્યા અને તેઓની આગળ એ માણસો પાસે સમ ખવડાવ્યા કે તેઓ પોતાનું વચન પાળે. ૧૩ મેં મારું વસ્ત્ર ખંખેરી નાખ્યું* અને કહ્યું: “જે માણસ પોતાનું વચન ન પાળે, તેને સાચા ઈશ્વર તેના ઘરમાંથી અને તેની સંપત્તિમાંથી આ રીતે ખંખેરી નાખે. તેને આ રીતે ખંખેરીને ખાલી કરી નાખે.” ત્યારે આખા મંડળે* કહ્યું: “આમેન!”* તેઓએ યહોવાની સ્તુતિ કરી અને પોતે આપેલા વચન પ્રમાણે કર્યું.

૧૪ રાજા આર્તાહશાસ્તાએ+ પોતાના શાસનના ૨૦મા વર્ષે+ મને યહૂદાનો રાજ્યપાલ+ બનાવ્યો. હું તેના શાસનના ૩૨મા વર્ષ+ સુધી રાજ્યપાલ રહ્યો. એ ૧૨ વર્ષો દરમિયાન મેં કે મારા ભાઈઓએ ક્યારેય લોકો પાસેથી ભોજન-ભથ્થું લીધું નહિ, જે રાજ્યપાલનો હક હતો.+ ૧૫ પણ મારી પહેલાંના રાજ્યપાલોએ લોકો પર ભારે બોજ નાખ્યો હતો. તેઓ ખોરાક અને દ્રાક્ષદારૂ માટે લોકો પાસેથી દરરોજ ૪૦ શેકેલ* ચાંદી લેતા હતા. તેઓના ચાકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ મેં એવું કંઈ કર્યું નહિ,+ કેમ કે હું ઈશ્વરનો ડર રાખતો હતો.+

૧૬ એટલું જ નહિ, મેં કોટના બાંધકામમાં પણ મદદ કરી. મારા બધા ચાકરોએ પણ મદદ કરી. અમે પોતાના માટે કોઈ ખેતરો ખરીદ્યાં નહિ.+ ૧૭ દરરોજ ૧૫૦ યહૂદીઓ અને ઉપઅધિકારીઓ મારી મેજ પર મારી સાથે જમતા હતા. એ સિવાય આસપાસની પ્રજાઓમાંથી અમારી પાસે આવતા લોકો પણ જમતા હતા. ૧૮ દરરોજ મારા હુકમ પ્રમાણે* એક બળદ,* છ તાજાં-માજાં ઘેટાં અને પક્ષીઓ રાંધવામાં આવતાં. દસ દિવસને અંતરે બધા પ્રકારનો દ્રાક્ષદારૂ ભરપૂર પ્રમાણમાં પીરસવામાં આવતો. એ બધું કર્યા છતાં મેં ક્યારેય ભોજન-ભથ્થું માંગ્યું નહિ, જે રાજ્યપાલનો હક હતો, કેમ કે લોકો પર પહેલેથી જ રાજાની સેવાનો ભારે બોજો હતો. ૧૯ મેં પ્રાર્થના કરી: “હે મારા ઈશ્વર, આ લોકો માટે મેં જે કંઈ કર્યું છે એને યાદ રાખો+ અને મારા પર કૃપા કરો.”*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો