વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૩૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • યહૂદાનો રાજા યોશિયા (૧, ૨)

      • યોશિયાએ દેશમાં કરેલા સુધારા (૩-૧૩)

      • નિયમશાસ્ત્ર મળ્યું (૧૪-૨૧)

      • આફત વિશે હુલ્દાહની ભવિષ્યવાણી (૨૨-૨૮)

      • યોશિયા લોકો આગળ પુસ્તક વાંચે છે (૨૯-૩૩)

૨ કાળવૃત્તાંત ૩૪:૧

એને લગતી કલમો

  • +૧રા ૧૩:૨; સફા ૧:૧; માથ ૧:૧૦
  • +૨રા ૨૨:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૫, પાન ૨૧

૨ કાળવૃત્તાંત ૩૪:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૫, પાન ૨૧

૨ કાળવૃત્તાંત ૩૪:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઢાળેલી મૂર્તિઓ.”

એને લગતી કલમો

  • +૨કા ૧૫:૨
  • +૨રા ૨૩:૪, ૧૪
  • +૨કા ૩૩:૧૭
  • +૨કા ૩૩:૨૧, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૬, પાન ૮

૨ કાળવૃત્તાંત ૩૪:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ઢાળેલી મૂર્તિઓનો.”

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૬

૨ કાળવૃત્તાંત ૩૪:૫

એને લગતી કલમો

  • +૧રા ૧૩:૨; ૨રા ૨૩:૧૬

૨ કાળવૃત્તાંત ૩૪:૬

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૧૯; ૨કા ૩૦:૧

૨ કાળવૃત્તાંત ૩૪:૭

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૪૧
  • +૨કા ૩૧:૧

૨ કાળવૃત્તાંત ૩૪:૮

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૧૨
  • +૨રા ૨૨:૩-૬

૨ કાળવૃત્તાંત ૩૪:૯

એને લગતી કલમો

  • +૨કા ૩૦:૧૧, ૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૫

૨ કાળવૃત્તાંત ૩૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૫

૨ કાળવૃત્તાંત ૩૪:૧૧

એને લગતી કલમો

  • +૨રા ૧૨:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૫

૨ કાળવૃત્તાંત ૩૪:૧૨

એને લગતી કલમો

  • +૨રા ૧૨:૧૫
  • +૧કા ૨૩:૬
  • +૨કા ૨૦:૧૯
  • +૧કા ૨૫:૧

૨ કાળવૃત્તાંત ૩૪:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “વજન ઊંચકનારાના.”

એને લગતી કલમો

  • +૨કા ૮:૧૪

૨ કાળવૃત્તાંત ૩૪:૧૪

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૪
  • +પુન ૧૭:૧૮; ૩૧:૨૪-૨૬; યહો ૧:૮; ૨રા ૨૨:૮
  • +લેવી ૨૬:૪૬

૨ કાળવૃત્તાંત ૩૪:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઠાલવી દીધા છે.”

૨ કાળવૃત્તાંત ૩૪:૧૮

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૮
  • +પુન ૧૭:૧૮, ૧૯

૨ કાળવૃત્તાંત ૩૪:૧૯

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૧૧-૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૧, પાન ૨૭

૨ કાળવૃત્તાંત ૩૪:૨૦

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૨૨; યર્મિ ૪૦:૧૪

૨ કાળવૃત્તાંત ૩૪:૨૧

એને લગતી કલમો

  • +પુન ૩૦:૧૭, ૧૮; ૩૧:૧૬, ૨૪-૨૬; યહો ૧:૮

૨ કાળવૃત્તાંત ૩૪:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૨૦; ન્યા ૪:૪; લૂક ૨:૩૬; પ્રેકા ૨૧:૮, ૯
  • +૨રા ૨૨:૧૪-૨૦

૨ કાળવૃત્તાંત ૩૪:૨૪

એને લગતી કલમો

  • +યર્મિ ૩૫:૧૭
  • +લેવી ૨૬:૧૬; પુન ૨૮:૧૫; ૩૦:૧૭, ૧૮; દા ૯:૧૧

૨ કાળવૃત્તાંત ૩૪:૨૫

એને લગતી કલમો

  • +પુન ૨૮:૨૦
  • +૨રા ૨૧:૧, ૩, ૬; ૨કા ૨૮:૧, ૩
  • +પુન ૨૯:૨૨, ૨૩; યર્મિ ૭:૨૦

૨ કાળવૃત્તાંત ૩૪:૨૬

એને લગતી કલમો

  • +૨કા ૩૪:૧૯

૨ કાળવૃત્તાંત ૩૪:૨૭

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૨૬; ૩૩:૧૧, ૧૩

૨ કાળવૃત્તાંત ૩૪:૨૮

ફૂટનોટ

  • *

    મૂળ, “તું પોતાના પૂર્વજો સાથે ભળી જશે.”

એને લગતી કલમો

  • +૧રા ૨૧:૨૯; યશા ૩૯:૮

૨ કાળવૃત્તાંત ૩૪:૨૯

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૧

૨ કાળવૃત્તાંત ૩૪:૩૦

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૨; ૨કા ૧૭:૩, ૯; નહે ૮:૩

૨ કાળવૃત્તાંત ૩૪:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “ફરીથી કરાર.”

એને લગતી કલમો

  • +એઝ ૧૦:૩
  • +પુન ૩૧:૨૪-૨૬; ૨રા ૨૨:૮
  • +પુન ૬:૫

૨ કાળવૃત્તાંત ૩૪:૩૨

એને લગતી કલમો

  • +૨કા ૩૦:૧, ૧૨; ૩૩:૧, ૧૬

૨ કાળવૃત્તાંત ૩૪:૩૩

ફૂટનોટ

  • *

    અથવા, “મૂર્તિઓ.”

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૫, પાન ૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કાળ. ૩૪:૧૧રા ૧૩:૨; સફા ૧:૧; માથ ૧:૧૦
૨ કાળ. ૩૪:૧૨રા ૨૨:૧, ૨
૨ કાળ. ૩૪:૩૨કા ૧૫:૨
૨ કાળ. ૩૪:૩૨રા ૨૩:૪, ૧૪
૨ કાળ. ૩૪:૩૨કા ૩૩:૧૭
૨ કાળ. ૩૪:૩૨કા ૩૩:૨૧, ૨૨
૨ કાળ. ૩૪:૪૨રા ૨૩:૬
૨ કાળ. ૩૪:૫૧રા ૧૩:૨; ૨રા ૨૩:૧૬
૨ કાળ. ૩૪:૬૨રા ૨૩:૧૯; ૨કા ૩૦:૧
૨ કાળ. ૩૪:૭૨રા ૧૭:૪૧
૨ કાળ. ૩૪:૭૨કા ૩૧:૧
૨ કાળ. ૩૪:૮૨રા ૨૨:૧૨
૨ કાળ. ૩૪:૮૨રા ૨૨:૩-૬
૨ કાળ. ૩૪:૯૨કા ૩૦:૧૧, ૧૮
૨ કાળ. ૩૪:૧૧૨રા ૧૨:૧૧, ૧૨
૨ કાળ. ૩૪:૧૨૨રા ૧૨:૧૫
૨ કાળ. ૩૪:૧૨૧કા ૨૩:૬
૨ કાળ. ૩૪:૧૨૨કા ૨૦:૧૯
૨ કાળ. ૩૪:૧૨૧કા ૨૫:૧
૨ કાળ. ૩૪:૧૩૨કા ૮:૧૪
૨ કાળ. ૩૪:૧૪૨રા ૨૨:૪
૨ કાળ. ૩૪:૧૪પુન ૧૭:૧૮; ૩૧:૨૪-૨૬; યહો ૧:૮; ૨રા ૨૨:૮
૨ કાળ. ૩૪:૧૪લેવી ૨૬:૪૬
૨ કાળ. ૩૪:૧૮૨રા ૨૨:૮
૨ કાળ. ૩૪:૧૮પુન ૧૭:૧૮, ૧૯
૨ કાળ. ૩૪:૧૯૨રા ૨૨:૧૧-૧૩
૨ કાળ. ૩૪:૨૦૨રા ૨૫:૨૨; યર્મિ ૪૦:૧૪
૨ કાળ. ૩૪:૨૧પુન ૩૦:૧૭, ૧૮; ૩૧:૧૬, ૨૪-૨૬; યહો ૧:૮
૨ કાળ. ૩૪:૨૨નિર્ગ ૧૫:૨૦; ન્યા ૪:૪; લૂક ૨:૩૬; પ્રેકા ૨૧:૮, ૯
૨ કાળ. ૩૪:૨૨૨રા ૨૨:૧૪-૨૦
૨ કાળ. ૩૪:૨૪યર્મિ ૩૫:૧૭
૨ કાળ. ૩૪:૨૪લેવી ૨૬:૧૬; પુન ૨૮:૧૫; ૩૦:૧૭, ૧૮; દા ૯:૧૧
૨ કાળ. ૩૪:૨૫પુન ૨૮:૨૦
૨ કાળ. ૩૪:૨૫૨રા ૨૧:૧, ૩, ૬; ૨કા ૨૮:૧, ૩
૨ કાળ. ૩૪:૨૫પુન ૨૯:૨૨, ૨૩; યર્મિ ૭:૨૦
૨ કાળ. ૩૪:૨૬૨કા ૩૪:૧૯
૨ કાળ. ૩૪:૨૭૨કા ૩૨:૨૬; ૩૩:૧૧, ૧૩
૨ કાળ. ૩૪:૨૮૧રા ૨૧:૨૯; યશા ૩૯:૮
૨ કાળ. ૩૪:૨૯૨રા ૨૩:૧
૨ કાળ. ૩૪:૩૦૨રા ૨૩:૨; ૨કા ૧૭:૩, ૯; નહે ૮:૩
૨ કાળ. ૩૪:૩૧એઝ ૧૦:૩
૨ કાળ. ૩૪:૩૧પુન ૩૧:૨૪-૨૬; ૨રા ૨૨:૮
૨ કાળ. ૩૪:૩૧પુન ૬:૫
૨ કાળ. ૩૪:૩૨૨કા ૩૦:૧, ૧૨; ૩૩:૧, ૧૬
૨ કાળ. ૩૪:૩૩૨રા ૨૩:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કાળવૃત્તાંત ૩૪:૧-૩૩

બીજો કાળવૃત્તાંત

૩૪ યોશિયા+ રાજા બન્યો ત્યારે આઠ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૩૧ વર્ષ રાજ કર્યું.+ ૨ યોશિયાએ યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું. તે બધી રીતે પોતાના પૂર્વજ દાઉદના માર્ગે ચાલ્યો. તે એમાંથી ડાબે કે જમણે ફંટાયો નહિ.

૩ તેના શાસનના ૮મા વર્ષે હજી તે છોકરો જ હતો ત્યારે, તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની ભક્તિ કરવાનું શરૂ કર્યું.+ ૧૨મા વર્ષે તેણે યહૂદા અને યરૂશાલેમને શુદ્ધ કરવાનું શરૂ કર્યું.+ તેણે ભક્તિ-સ્થળો,+ ભક્તિ-થાંભલાઓ, કોતરેલી મૂર્તિઓ+ અને ધાતુની મૂર્તિઓ* કાઢી નાખ્યાં. ૪ લોકોએ યોશિયાની હાજરીમાં બઆલ દેવોની વેદીઓ તોડી પાડી. તેણે એના પરની ધૂપદાનીઓ કાપી નાખી. તેણે ભક્તિ-થાંભલાઓ, કોતરેલી મૂર્તિઓ અને ધાતુની મૂર્તિઓનો* ભાંગીને ભૂકો કરી નાખ્યો. જેઓ એ મૂર્તિઓને બલિદાનો ચઢાવતા, તેઓની કબર પર તેણે એ ભૂકો છાંટી દીધો.+ ૫ યાજકો જે વેદીઓ પર બલિદાનો ચઢાવતા હતા, એ જ વેદીઓ પર તેણે તેઓનાં હાડકાં બાળ્યાં.+ આમ તેણે યહૂદા અને યરૂશાલેમ શુદ્ધ કર્યું.

૬ મનાશ્શા, એફ્રાઈમ,+ શિમયોન અને નફતાલીનાં શહેરોમાં ને તેઓની આસપાસના ખંડેર વિસ્તારોમાં પણ તેણે એમ જ કર્યું. ૭ તેણે વેદીઓ તોડી પાડી. ભક્તિ-થાંભલાઓ અને કોતરેલી મૂર્તિઓનો+ ભાંગીને ભૂકો કરી નાખ્યો. તેણે આખા ઇઝરાયેલ દેશમાંથી બધી ધૂપદાનીઓ કાપી નાખી.+ પછી તે યરૂશાલેમ પાછો ફર્યો.

૮ આમ તેણે મંદિર અને દેશ શુદ્ધ કરી નાખ્યાં. તેના શાસનના ૧૮મા વર્ષે તેણે પોતાના ઈશ્વર યહોવાના મંદિરનું સમારકામ કરવા આ માણસો મોકલ્યા: અસાલ્યાનો દીકરો શાફાન,+ શહેરનો મુખી માઅસેયા અને ઇતિહાસકાર યોઆહ જે યોઆહાઝનો દીકરો હતો.+ ૯ તેઓ પ્રમુખ યાજક હિલ્કિયા પાસે આવ્યા અને ઈશ્વરના મંદિર માટે ભેગા કરેલા પૈસા તેને આપ્યા. એ પૈસા લેવી દરવાનોએ મનાશ્શા, એફ્રાઈમ અને બાકીના ઇઝરાયેલમાંથી+ તેમજ યહૂદા, બિન્યામીન અને યરૂશાલેમના લોકો પાસેથી ભેગા કર્યા હતા. ૧૦ યહોવાના મંદિરના કામની દેખરેખ રાખનારાઓને તેઓએ એ પૈસા આપ્યા. યહોવાના મંદિરમાં કામ કરતા માણસોએ એ પૈસાથી મંદિરનું સમારકામ કર્યું. ૧૧ તેઓએ એ પૈસા કારીગરોને અને બાંધકામ કરનારાઓને આપ્યા. યહૂદાના રાજાઓએ જે ઇમારતો ખંડેર પડી રહેવા દીધી હતી, એના માટે એ પૈસાથી તેઓએ ઘડેલા પથ્થરો, ટેકા માટેનાં લાકડાં અને ભારોટિયા ખરીદ્યાં.+

૧૨ એ માણસોએ પૂરી ઈમાનદારીથી કામ કર્યું.+ તેઓની દેખરેખ રાખવા લેવીઓમાંથી આ ઉપરીઓ નીમવામાં આવ્યા: મરારીઓમાંથી+ યાહાથ અને ઓબાદ્યા, કહાથીઓમાંથી+ ઝખાર્યા અને મશુલ્લામ. જે લેવીઓ કુશળ સંગીતકારો હતા,+ ૧૩ તેઓ મજૂરોના* ઉપરીઓ હતા. દરેક પ્રકારની સેવાનું કામ કરનારા બધા લોકોની તેઓ દેખરેખ રાખતા હતા. અમુક લેવીઓ મંત્રીઓ હતા, તો અમુક અધિકારીઓ અને દરવાનો હતા.+

૧૪ તેઓ યહોવાના મંદિરમાં ભેગા કરેલા પૈસા કાઢતા હતા ત્યારે,+ હિલ્કિયા યાજકને યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક+ મળ્યું, જે મૂસા દ્વારા અપાયું હતું.+ ૧૫ હિલ્કિયાએ શાફાન મંત્રીને કહ્યું: “યહોવાના મંદિરમાંથી મને નિયમશાસ્ત્રનું પુસ્તક મળ્યું છે.” પછી હિલ્કિયાએ એ પુસ્તક શાફાનને આપ્યું. ૧૬ શાફાન એ પુસ્તક રાજા પાસે લાવ્યો અને કહ્યું: “તમારા સેવકોને સોંપેલું કામ તેઓ સારી રીતે કરે છે. ૧૭ તેઓએ યહોવાના મંદિરમાં આવેલા પૈસા ભેગા કર્યા છે.* એ પૈસા મંદિરના કામ પર દેખરેખ રાખનારાઓને અને કામ કરનારાઓને આપી દીધા છે.” ૧૮ શાફાન મંત્રીએ રાજાને એમ પણ જણાવ્યું કે, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.”+ પછી રાજા આગળ શાફાન એમાંથી વાંચવા લાગ્યો.+

૧૯ રાજાએ નિયમશાસ્ત્રના શબ્દો સાંભળ્યા કે તરત પોતાનાં કપડાં ફાડ્યાં.+ ૨૦ રાજાએ હિલ્કિયાને, શાફાનના દીકરા અહીકામને,+ મીખાહના દીકરા આબ્દોનને, શાફાન મંત્રીને અને રાજાના સેવક અસાયાને ફરમાન કર્યું: ૨૧ “જાઓ, મળી આવેલા આ પુસ્તકના શબ્દો વિશે તમે મારા માટે, ઇઝરાયેલ અને યહૂદાના બાકી રહેલા લોકો માટે યહોવાની સલાહ પૂછી આવો. આપણા બાપદાદાઓએ આ પુસ્તકની વાતો પાળી નથી, યહોવાના નિયમો પાળ્યા નથી. એટલે આપણા પર યહોવાનો ભારે કોપ સળગી ઊઠશે.”+

૨૨ એટલે હિલ્કિયા અને રાજાએ મોકલેલા માણસો ભેગા મળીને હુલ્દાહ પ્રબોધિકાને+ મળવા ગયા. તે યરૂશાલેમના નવા વિસ્તારમાં રહેતી હતી. તેનો પતિ શાલ્લૂમ હતો, જે તિકવાહનો દીકરો અને હાર્હાસનો પૌત્ર હતો. શાલ્લૂમ તો પોશાકનો ભંડારી હતો. તેઓએ હુલ્દાહ સાથે વાત કરી.+ ૨૩ હુલ્દાહે તેઓને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે તેને જણાવો: ૨૪ “યહોવા કહે છે, ‘હું આ જગ્યા પર અને એમાં રહેનારા લોકો પર સંકટ લઈ આવીશ.+ યહૂદાના રાજા આગળ તેઓએ એ પુસ્તકમાંથી જે જે શ્રાપ વિશે વાંચ્યું છે, એ હું તેઓ પર લઈ આવીશ.+ ૨૫ તેઓએ મારો ત્યાગ કર્યો છે.+ તેઓએ બીજા દેવો આગળ આગમાં બલિદાનો ચઢાવીને મને રોષ ચઢાવ્યો છે.+ પોતાનાં કામોથી તેઓએ મને કોપાયમાન કર્યો છે. આ જગ્યા પર મારો કોપ ઊતરી આવશે અને એ શાંત પડશે નહિ.’”+ ૨૬ પણ યહૂદાના રાજા જેમણે તમને મારી પાસે યહોવાની સલાહ લેવા મોકલ્યા છે, તેમને તમારે આમ કહેવું: “તમે જે વાતો સાંભળી છે એના વિશે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે:+ ૨૭ ‘મેં આ જગ્યા વિશે અને એમાં રહેનારા વિશે જે કહ્યું હતું, એ સાંભળીને ઈશ્વર આગળ તારું દિલ પીગળી ગયું અને તું નમ્ર બની ગયો. તેં તારાં કપડાં ફાડ્યાં અને તું મારી આગળ રડ્યો. એટલે મેં પણ તારી વિનંતી સાંભળી છે,+ એવું યહોવા કહે છે. ૨૮ તને તારા બાપદાદાઓની જેમ દફનાવવામાં આવશે.* તું શાંતિથી પોતાની કબરમાં દટાશે. હું આ જગ્યા પર અને એના લોકો પર જે બધી આફતો લાવીશ, એ તારે જોવી નહિ પડે.’”’”+

પછી તેઓએ રાજા પાસે આવીને બધી વાત જણાવી. ૨૯ એટલે યોશિયા રાજાએ સંદેશો મોકલીને યહૂદા અને યરૂશાલેમના બધા વડીલોને બોલાવ્યા.+ ૩૦ યોશિયા રાજા પોતાની સાથે યહૂદાના બધા લોકો, યરૂશાલેમના બધા રહેવાસીઓ, યાજકો અને લેવીઓ, નાના-મોટા બધાને લઈને યહોવાના મંદિરમાં ગયો. યહોવાના મંદિરમાંથી મળેલા કરારના પુસ્તકમાંથી તેણે લોકોને બધું વાંચી સંભળાવ્યું.+ ૩૧ પછી રાજા પોતાની જગ્યાએ ઊભો રહ્યો. તેણે યહોવા આગળ કરાર* કર્યો+ કે કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે પોતે કરશે અને યહોવાના માર્ગમાં ચાલશે.+ તેમની આજ્ઞાઓ, તેમનાં સૂચનો અને આદેશો પૂરા દિલથી અને પૂરા જીવથી+ પાળશે. ૩૨ તેણે યરૂશાલેમ અને બિન્યામીનના બધા લોકોને એમ કરવા જણાવ્યું. યરૂશાલેમના લોકોએ પોતાના ઈશ્વરના, એટલે કે પોતાના બાપદાદાઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું.+ ૩૩ યોશિયાએ ઇઝરાયેલીઓના દેશમાંથી ધિક્કાર ઊપજે એવી બધી વસ્તુઓ* કાઢી નાખી.+ તેણે ઇઝરાયેલમાં દરેકને યહોવાની ભક્તિ કરવા મદદ કરી. તે જીવ્યો ત્યાં સુધી લોકો પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાના માર્ગમાંથી ફંટાયા નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો