ગીતશાસ્ત્ર
૨ તે નીચા નમીને મને કાન ધરે છે.+
હું જિંદગીભર તેમને પ્રાર્થના કરીશ.
૩ મોતનાં બંધનોએ મને ઘેરી લીધો.
કબરની જંજીરોએ મને જકડી લીધો.+
મારા પર દુઃખ અને શોકનાં વાદળ છવાઈ ગયાં.+
૪ પણ મેં યહોવાના નામનો પોકાર કર્યો:+
“હે યહોવા, મને બચાવો!”
૫ યહોવા કરુણા* બતાવે છે, તે સાચા ઈશ્વર છે.+
આપણા ઈશ્વર દયાળુ છે.+
૬ યહોવા ભોળા લોકોની રક્ષા કરે છે.+
મને લાચાર બનાવી દેવાયો હતો, પણ તેમણે મને બચાવી લીધો.
૭ મને ફરીથી નિરાંત થશે,
કેમ કે યહોવાનો હાથ મારા પર છે.
૮ તમે મને મોતના મોંમાંથી બચાવ્યો,
મારાં આંસુ લૂછ્યાં અને મારા પગને ઠોકર ખાતા બચાવી લીધા.+
૯ હું જીવતો રહીશ અને યહોવા સાથે ચાલતો રહીશ.
૧૦ ભલે હું ઘણો દુઃખી થઈ ગયો હતો,
પણ મને શ્રદ્ધા હોવાથી હું બોલી ઊઠ્યો.+
૧૧ હું ગભરાઈ ગયો અને મેં કહ્યું:
“દરેક માણસ જૂઠો છે.”+
૧૨ મારા પર કરેલા ઉપકારના બદલામાં
હું યહોવાને શું આપું?
૧૩ હું ઉદ્ધારનો પ્યાલો પીશ
અને યહોવાના નામનો પોકાર કરીશ.
૧૬ હે યહોવા, હું કાલાવાલા કરું છું,
કારણ કે હું તમારો દાસ છું.
હું તમારો દાસ, તમારી દાસીનો દીકરો છું.
તમે મને મારાં બંધનોથી આઝાદ કર્યો છે.+
૧૭ હું તમને આભાર-અર્પણ ચઢાવીશ,+
હું યહોવાના નામનો પોકાર કરીશ.
૧૯ હે યરૂશાલેમ, તારી વચ્ચે,
યહોવાના મંદિરના આંગણાંમાં એ પૂરી કરીશ.+