વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • રાજા હિઝકિયાના માણસોએ નકલ કરેલાં સુલેમાનનાં નીતિવચનો (૨૫:૧–૨૯:૨૭)

નીતિવચનો ૨૭:૧

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૧૯, ૨૦; યાકૂ ૪:૧૩, ૧૪

નીતિવચનો ૨૭:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “અજાણ્યાઓ.”

  • *

    મૂળ, “પરદેશીઓ.”

એને લગતી કલમો

  • +ની ૨૫:૨૭; યર્મિ ૯:૨૩; ૨કો ૧૦:૧૮

નીતિવચનો ૨૭:૩

એને લગતી કલમો

  • +૧શ ૨૫:૨૫

નીતિવચનો ૨૭:૪

ફૂટનોટ

  • *

    અથવા, “શંકા.”

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૯-૧૧; ની ૧૪:૩૦; પ્રેકા ૧૭:૫

નીતિવચનો ૨૭:૫

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૭; માથ ૧૮:૧૫

નીતિવચનો ૨૭:૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “અધૂરા મને આપેલાં; પરાણે આપેલાં.”

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૭, ૯; ગી ૧૪૧:૫; પ્રક ૩:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૦, પાન ૨૧

નીતિવચનો ૨૭:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૨૩:૧૬; ની ૧૫:૨૩; ૧૬:૨૪

નીતિવચનો ૨૭:૧૦

એને લગતી કલમો

  • +ની ૧૭:૧૭; ૧૮:૨૪

નીતિવચનો ૨૭:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “મારી નિંદા કરનારને; મારી સામે પડકાર ફેંકનારને.”

એને લગતી કલમો

  • +ની ૧૦:૧; ૨૩:૧૫; ૨યો ૪
  • +અયૂ ૧:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૬, પાન ૩૦

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૨, પાન ૧૫-૧૬

    ૪/૧/૨૦૦૯, પાન ૧૫-૧૯

    ૯/૧/૨૦૦૬, પાન ૧૪

    ૪/૧૫/૨૦૦૩, પાન ૧૪-૧૫

    ૨/૧/૧૯૮૭, પાન ૨૩

    ૭/૧/૧૯૮૬, પાન ૮

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૫૫

નીતિવચનો ૨૭:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

  • *

    અથવા, “દંડ.”

એને લગતી કલમો

  • +ની ૧૮:૧૦; યશા ૨૬:૨૦; હિબ્રૂ ૧૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૫, પાન ૮-૯

નીતિવચનો ૨૭:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “બાંહેધરી લે.”

  • *

    અથવા, “પરદેશીને.”

એને લગતી કલમો

  • +ની ૨૦:૧૬

નીતિવચનો ૨૭:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”

એને લગતી કલમો

  • +ની ૨૧:૯, ૧૯

નીતિવચનો ૨૭:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “મિત્રના ચહેરાને.”

એને લગતી કલમો

  • +૧શ ૨૩:૧૬; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૮

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૮, પાન ૨૭

    ૫/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૩/૧૫/૧૯૯૬, પાન ૩

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૨૭:૧૮

એને લગતી કલમો

  • +ની ૧૩:૪
  • +ઉત ૩૯:૨; ની ૧૭:૨

નીતિવચનો ૨૭:૨૦

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, અબદ્દોન. શબ્દસૂચિમાં “અબદ્દોન” જુઓ.

એને લગતી કલમો

  • +ની ૩૦:૧૫, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૪/૮/૧૯૯૯, પાન ૧૮

નીતિવચનો ૨૭:૨૧

ફૂટનોટ

  • *

    ચાંદી ઓગાળવા અને શુદ્ધ કરવા વપરાતું માટીનું હાંડલું.

એને લગતી કલમો

  • +ની ૧૭:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૧/૨૦૧૬, પાન ૨-૩

    ૧૦/૧/૨૦૦૬, પાન ૬

    ૨/૧/૧૯૯૮, પાન ૩૧

નીતિવચનો ૨૭:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “સારી રીતે માહિતગાર રહે.”

  • *

    અથવા, “ઘેટાંનું ધ્યાન રાખ.”

એને લગતી કલમો

  • +કોલ ૩:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૨૨, પાન ૧૭

    સજાગ બના!,

    ૧/૮/૧૯૯૮, પાન ૧૦

નીતિવચનો ૨૭:૨૪

એને લગતી કલમો

  • +ની ૨૩:૪, ૫; ૧તિ ૬:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બના!,

    ૧/૮/૧૯૯૮, પાન ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૨૭:૧લૂક ૧૨:૧૯, ૨૦; યાકૂ ૪:૧૩, ૧૪
નીતિ. ૨૭:૨ની ૨૫:૨૭; યર્મિ ૯:૨૩; ૨કો ૧૦:૧૮
નીતિ. ૨૭:૩૧શ ૨૫:૨૫
નીતિ. ૨૭:૪ઉત ૩૭:૯-૧૧; ની ૧૪:૩૦; પ્રેકા ૧૭:૫
નીતિ. ૨૭:૫લેવી ૧૯:૧૭; માથ ૧૮:૧૫
નીતિ. ૨૭:૬૨શ ૧૨:૭, ૯; ગી ૧૪૧:૫; પ્રક ૩:૧૯
નીતિ. ૨૭:૯૧શ ૨૩:૧૬; ની ૧૫:૨૩; ૧૬:૨૪
નીતિ. ૨૭:૧૦ની ૧૭:૧૭; ૧૮:૨૪
નીતિ. ૨૭:૧૧ની ૧૦:૧; ૨૩:૧૫; ૨યો ૪
નીતિ. ૨૭:૧૧અયૂ ૧:૮, ૯
નીતિ. ૨૭:૧૨ની ૧૮:૧૦; યશા ૨૬:૨૦; હિબ્રૂ ૧૧:૭
નીતિ. ૨૭:૧૩ની ૨૦:૧૬
નીતિ. ૨૭:૧૫ની ૨૧:૯, ૧૯
નીતિ. ૨૭:૧૭૧શ ૨૩:૧૬; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫
નીતિ. ૨૭:૧૮ની ૧૩:૪
નીતિ. ૨૭:૧૮ઉત ૩૯:૨; ની ૧૭:૨
નીતિ. ૨૭:૨૦ની ૩૦:૧૫, ૧૬
નીતિ. ૨૭:૨૧ની ૧૭:૩
નીતિ. ૨૭:૨૩કોલ ૩:૨૩
નીતિ. ૨૭:૨૪ની ૨૩:૪, ૫; ૧તિ ૬:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૨૭:૧-૨૭

નીતિવચનો

૨૭ તું કાલે શું કરીશ એ વિશે ડંફાસ ન માર.

કેમ કે કાલે શું થશે એ તું જાણતો નથી.+

 ૨ ભલે લોકો* તારી પ્રશંસા કરે, તું તારા મોઢે પોતાની પ્રશંસા ન કર,

ભલે લોકો* તારી વાહ વાહ કરે, તું તારા હોઠે પોતાની વાહ વાહ ન કર.+

 ૩ પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે,

પણ એ બંને કરતાં મૂર્ખનો ત્રાસ વધારે ભારે હોય છે.+

 ૪ ક્રોધ ક્રૂર હોય છે અને ગુસ્સો પૂર જેવો વિનાશક હોય છે,

પણ ઈર્ષા* સામે કોણ ટકી શકે?+

 ૫ છુપાયેલા પ્રેમ કરતાં મોઢા પર આપેલો ઠપકો વધારે સારો.+

 ૬ દુશ્મનનાં ઘણાં* ચુંબનો કરતાં

વફાદાર દોસ્તે આપેલા જખમો વધારે સારા.+

 ૭ ધરાયેલો માણસ તાજું મધ પણ ખાવાની ના પાડે છે,

જ્યારે ભૂખ્યા માણસને કડવો ખોરાક પણ મીઠો લાગે છે.

 ૮ ઘર છોડીને જતો રહેલો માણસ

માળો છોડીને ઊડી ગયેલા પક્ષી જેવો છે.

 ૯ જેમ તેલ અને ધૂપથી* દિલ ખુશ થાય છે,

તેમ દિલથી આપેલી સલાહ દોસ્તીમાં મીઠાશ ઉમેરે છે.+

૧૦ તારા મિત્રને કે તારા પિતાના મિત્રને ત્યજીશ નહિ,

તારા પર આફત આવે ત્યારે તારા ભાઈના ઘરે પગ મૂકીશ નહિ.

દૂર રહેતા ભાઈ કરતાં નજીક રહેતો પડોશી વધારે સારો.+

૧૧ મારા દીકરા, બુદ્ધિમાન થા અને મારા દિલને ખુશ કર,+

જેથી મને મહેણાં મારનારને* હું જવાબ આપી શકું.+

૧૨ શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે,+

પણ ભોળો* માણસ આગળ ચાલ્યો જાય છે અને એનાં પરિણામો* ભોગવે છે.

૧૩ જો કોઈ માણસ અજાણ્યાનો જામીન બને,* તો તું તેનું વસ્ત્ર ગીરવે લે,

પણ જો તે વ્યભિચારી સ્ત્રીને* લીધે કશું ગીરવે મૂકે, તો તેને એ પાછું ન આપ.+

૧૪ જો કોઈ માણસ સવાર સવારમાં પોતાના સાથીને મોટા અવાજે આશીર્વાદ આપે,

તો એ આશીર્વાદ પણ તેને શ્રાપ જેવો લાગશે.

૧૫ ઝઘડાળુ* પત્ની ચોમાસામાં સતત ટપકતી છત જેવી છે.+

૧૬ જે કોઈ તેને કાબૂમાં રાખી શકે છે,

તે પવનને રોકી શકે છે અને જમણા હાથમાં તેલ પકડી શકે છે.

૧૭ જેમ લોઢું લોઢાને તેજદાર બનાવે છે,

તેમ એક મિત્ર બીજા મિત્રને* તેજદાર બનાવે છે.+

૧૮ અંજીરીની સંભાળ રાખનાર એનાં ફળ ખાશે+

અને માલિકની કાળજી રાખનાર માન મેળવશે.+

૧૯ જેમ માણસ પાણીમાં પોતાનો ચહેરો જુએ છે,

તેમ એક માણસ બીજાના દિલમાં પોતાનું દિલ જુએ છે.

૨૦ જેમ કબર અને વિનાશની જગ્યા* કદી ધરાતી નથી,+

તેમ માણસની આંખો પણ કદી ધરાતી નથી.

૨૧ ચાંદી ગાળવા કુલડી* અને સોનું ગાળવા ભઠ્ઠી હોય છે,+

પણ માણસની પરખ તેને મળતી પ્રશંસાથી થાય છે.

૨૨ જો તું મૂર્ખને અનાજની જેમ સાંબેલાથી ખાંડે,

તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી નહિ પડે.

૨૩ તારાં ઘેટાંનું ટોળું કેવી હાલતમાં છે એની ખબર રાખ.*

તારાં ઘેટાંની સારી સંભાળ રાખ.*+

૨૪ ધનદોલત હંમેશાં રહેતી નથી+

અને મુગટ પેઢી દર પેઢી ટકતો નથી.

૨૫ લીલું ઘાસ જતું રહે છે અને નવું ઘાસ આવે છે,

પહાડ પરની લીલોતરી ચારા માટે ભેગી કરવામાં આવે છે.

૨૬ ઘેટાંના ઊનથી તને કપડાં મળશે

અને બકરાંની કિંમતથી તું ખેતર ખરીદી શકીશ.

૨૭ તારી બકરીઓ ઘણું દૂધ આપશે,

તને, તારા કુટુંબને અને તારી દાસીઓને પોષણ મળશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો