વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દાનિયેલ ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

દાનિયેલ મુખ્ય વિચારો

      • “અંતના સમય સુધી” અને એ પછી (૧-૧૩)

        • મિખાયેલ ઊભો થશે (૧)

        • જેઓમાં ઊંડી સમજણ છે, તેઓ પ્રકાશશે (૩)

        • સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે (૪)

        • દાનિયેલ પોતાનો હિસ્સો મેળવવા ઊભો થશે (૧૩)

દાનિયેલ ૧૨:૧

ફૂટનોટ

  • *

    અર્થ, “ઈશ્વર જેવું કોણ છે?”

  • *

    મૂળ, “તારા લોકોના દીકરાઓ.”

એને લગતી કલમો

  • +દા ૧૦:૨૧
  • +દા ૧૦:૧૩; યહૂ ૯; પ્રક ૧૨:૭, ૮
  • +માલ ૩:૧૬; લૂક ૧૦:૨૦; પ્રક ૩:૫
  • +યશા ૨૬:૨૦; યોએ ૨:૩૧, ૩૨; માથ ૨૪:૨૧, ૨૨; પ્રક ૭:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૧૬

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૩૦

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૭

    ૮/૧/૧૯૯૨, પાન ૧૩

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૮૮-૨૯૦

દાનિયેલ ૧૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૯૦-૨૯૨

દાનિયેલ ૧૨:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયના.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૬, પાન ૨૩

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પાન ૨૯-૩૧

    ૩/૧/૨૦૧૦, પાન ૨૬-૨૭

    ૯/૧/૨૦૦૭, પાન ૨૧

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૯૨-૨૯૩

દાનિયેલ ૧૨:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “ઘણા લોકો આમતેમ દોડશે.”

એને લગતી કલમો

  • +દા ૮:૧૭, ૨૬; ૧૨:૯
  • +યશા ૧૧:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૯

    બાઇબલ શીખવે છે, પાન ૯૧-૯૨

    યહોવાની ઇચ્છા, પાઠ ૩

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૨, પાન ૧૧-૧૫

    ૮/૧/૨૦૦૯, પાન ૨૦-૨૨

    ૫/૧૫/૨૦૦૦, પાન ૧૧

    ૧૧/૧/૧૯૯૩, પાન ૧૨

    ૫/૧/૧૯૮૭, પાન ૨૨

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૮૯, ૨૯૩-૨૯૪, ૩૦૯

દાનિયેલ ૧૨:૫

ફૂટનોટ

  • *

    એટલે કે, દાનિયેલ.

એને લગતી કલમો

  • +દા ૧૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૯૪

દાનિયેલ ૧૨:૬

એને લગતી કલમો

  • +દા ૧૦:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૯૪

દાનિયેલ ૧૨:૭

ફૂટનોટ

  • *

    એટલે કે, સાડા ત્રણ સમય.

એને લગતી કલમો

  • +દા ૪:૩૪; પ્રક ૪:૯; ૧૦:૬
  • +દા ૮:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૯૪-૨૯૬

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૯૪, પાન ૩૧

    ૧૧/૧/૧૯૯૩, પાન ૬

દાનિયેલ ૧૨:૮

એને લગતી કલમો

  • +લૂક ૧૮:૩૪; પ્રેકા ૧:૭; ૧પિ ૧:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૯૬-૨૯૭

દાનિયેલ ૧૨:૯

એને લગતી કલમો

  • +દા ૮:૧૭, ૨૬; ૧૦:૧૪; ૧૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૮૯

દાનિયેલ ૧૨:૧૦

એને લગતી કલમો

  • +દા ૧૧:૩૫
  • +ગી ૧૧૧:૧૦; દા ૧૧:૩૩; ૧૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૯૬-૨૯૭, ૩૦૦

દાનિયેલ ૧૨:૧૧

એને લગતી કલમો

  • +દા ૮:૧૧
  • +દા ૧૧:૩૧; માર્ક ૧૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૯૭-૩૦૧

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૬

દાનિયેલ ૧૨:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “જે આશા રાખે છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૩૦૧, ૩૦૩-૩૦૪

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૩, પાન ૬

દાનિયેલ ૧૨:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “દિવસોના અંતે.”

  • *

    અથવા, “તને આપેલી જગ્યાએ.”

એને લગતી કલમો

  • +યોહ ૧૧:૨૪; પ્રેકા ૧૭:૩૧; ૨૪:૧૫; પ્રક ૨૦:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૭

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૫, પાન ૧૨-૧૩

    ૫/૧૫/૨૦૦૦, પાન ૧૯

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૩૦૬-૩૧૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

દાનિ. ૧૨:૧દા ૧૦:૨૧
દાનિ. ૧૨:૧દા ૧૦:૧૩; યહૂ ૯; પ્રક ૧૨:૭, ૮
દાનિ. ૧૨:૧માલ ૩:૧૬; લૂક ૧૦:૨૦; પ્રક ૩:૫
દાનિ. ૧૨:૧યશા ૨૬:૨૦; યોએ ૨:૩૧, ૩૨; માથ ૨૪:૨૧, ૨૨; પ્રક ૭:૧૩, ૧૪
દાનિ. ૧૨:૪દા ૮:૧૭, ૨૬; ૧૨:૯
દાનિ. ૧૨:૪યશા ૧૧:૯
દાનિ. ૧૨:૫દા ૧૦:૪
દાનિ. ૧૨:૬દા ૧૦:૫, ૬
દાનિ. ૧૨:૭દા ૪:૩૪; પ્રક ૪:૯; ૧૦:૬
દાનિ. ૧૨:૭દા ૮:૨૪
દાનિ. ૧૨:૮લૂક ૧૮:૩૪; પ્રેકા ૧:૭; ૧પિ ૧:૧૦, ૧૧
દાનિ. ૧૨:૯દા ૮:૧૭, ૨૬; ૧૦:૧૪; ૧૨:૪
દાનિ. ૧૨:૧૦દા ૧૧:૩૫
દાનિ. ૧૨:૧૦ગી ૧૧૧:૧૦; દા ૧૧:૩૩; ૧૨:૩
દાનિ. ૧૨:૧૧દા ૮:૧૧
દાનિ. ૧૨:૧૧દા ૧૧:૩૧; માર્ક ૧૩:૧૪
દાનિ. ૧૨:૧૩યોહ ૧૧:૨૪; પ્રેકા ૧૭:૩૧; ૨૪:૧૫; પ્રક ૨૦:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
દાનિયેલ ૧૨:૧-૧૩

દાનિયેલ

૧૨ “એ સમય દરમિયાન મુખ્ય આગેવાન+ મિખાયેલ*+ ઊભો થશે, જે તારા લોકો* વતી ઊભો છે. સૌથી પહેલી પ્રજા ઉત્પન્‍ન થઈ ત્યારથી લઈને એ સમય સુધીમાં કદી આવ્યો ન હોય એવો આફતનો સમય આવશે. તારા લોકોમાંથી જેઓનાં નામ પુસ્તકમાં લખેલાં છે,+ તેઓ એ સમય દરમિયાન બચી જશે.+ ૨ જેઓ માટીમાં ભળી ગયા છે, મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓ જાગી ઊઠશે. અમુકને હંમેશ માટેનું જીવન મળશે અને બીજાઓએ અપમાન અને કાયમ માટેના તિરસ્કારનો ભોગ બનવું પડશે.

૩ “જેઓમાં ઊંડી સમજણ છે, તેઓ આકાશની જેમ પ્રકાશશે. જેઓ ઘણાને સત્યના* માર્ગે દોરી લાવે છે, તેઓ તારાઓની જેમ સદાને માટે ચમકતા રહેશે.

૪ “પણ હે દાનિયેલ, તું આ શબ્દોને ગુપ્ત રાખ અને અંતના સમય સુધી પુસ્તક પર મહોર કર.+ ઘણા લોકો એ પુસ્તકનો ખંતથી અભ્યાસ કરશે* અને સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે.”+

૫ પછી મેં* જોયું તો મને બે જણ ત્યાં ઊભેલા દેખાયા, એક નદીના આ કિનારે અને બીજો નદીના પેલા કિનારે.+ ૬ હવે શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ+ નદીના પાણી ઉપર ઊભો હતો. પેલા બેમાંથી એક જણે તેને પૂછ્યું: “આ અદ્‍ભુત બાબતોનો અંત આવતાં કેટલો સમય લાગશે?” ૭ પછી મેં શણનાં વસ્ત્ર પહેરેલા માણસને બોલતા સાંભળ્યો, જે નદીના પાણી ઉપર ઊભો હતો. તે જવાબ આપતો હતો ત્યારે તેણે પોતાનો જમણો અને ડાબો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો અને સદા જીવતા ઈશ્વરના સમ ખાઈને કહ્યું:+ “એ ઠરાવેલા સમય, ઠરાવેલા સમયો અને અડધા સમય* માટે હશે. પવિત્ર લોકોની શક્તિ તોડી પાડવાનું પૂરું થશે+ કે તરત એ બાબતોનો અંત આવશે.”

૮ મેં એ સાંભળ્યું, પણ મને કંઈ સમજાયું નહિ.+ મેં કહ્યું: “મારા માલિક, આ બધાનું શું પરિણામ આવશે?”

૯ તેણે કહ્યું: “દાનિયેલ, તું તારા રસ્તે ચાલ્યો જા, આ શબ્દો ગુપ્ત રાખવામાં આવ્યા છે અને અંતના સમય સુધી એના પર મહોર કરવામાં આવી છે.+ ૧૦ ઘણા લોકો પોતાને સાફ અને ઊજળા કરશે અને તેઓને શુદ્ધ કરવામાં આવશે.+ દુષ્ટ લોકો દુષ્ટતાથી વર્તશે. કોઈ દુષ્ટ એ વાતો સમજી નહિ શકે, પણ જેઓમાં ઊંડી સમજણ છે તેઓ એ સમજશે.+

૧૧ “દરરોજનું અર્પણ+ બંધ કરવામાં આવે અને વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુ ઊભી કરવામાં આવે+ એ સમયથી ૧,૨૯૦ દિવસ વીતશે.

૧૨ “સુખી છે એ માણસ, જે આતુરતાથી રાહ જુએ છે* અને ૧,૩૩૫ દિવસ સુધી ટકી રહે છે!

૧૩ “પણ હે દાનિયેલ, તું અંત સુધી વફાદાર રહે. તું ભરઊંઘમાં સરી જઈશ, પણ નક્કી કરેલા સમયે* તારો હિસ્સો મેળવવા* તું ઊભો થઈશ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો