વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • લગ્‍નની મિજબાનીનું ઉદાહરણ (૧-૧૪)

      • ઈશ્વર અને સમ્રાટ (૧૫-૨૨)

      • મરણમાંથી જીવતા કરવા વિશે સવાલ (૨૩-૩૩)

      • સૌથી મોટી બે આજ્ઞાઓ (૩૪-૪૦)

      • શું ખ્રિસ્ત દાઉદના દીકરા છે? (૪૧-૪૬)

માથ્થી ૨૨:૨

એને લગતી કલમો

  • +લૂક ૧૪:૧૬; પ્રક ૧૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૪૮

માથ્થી ૨૨:૩

એને લગતી કલમો

  • +લૂક ૧૪:૧૭, ૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૪૮

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૩૧

માથ્થી ૨૨:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “આખલા.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૪૮-૨૪૯

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૩૧

માથ્થી ૨૨:૫

એને લગતી કલમો

  • +લૂક ૧૪:૧૮, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૪૮-૨૪૯

માથ્થી ૨૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૪૮-૨૪૯

માથ્થી ૨૨:૭

એને લગતી કલમો

  • +દા ૯:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૪૯

માથ્થી ૨૨:૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૩:૪૫, ૪૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૪૯

માથ્થી ૨૨:૯

એને લગતી કલમો

  • +માથ ૨૧:૪૩; લૂક ૧૪:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૪૯

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૩૧

માથ્થી ૨૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૪૯

માથ્થી ૨૨:૧૫

એને લગતી કલમો

  • +માર્ક ૧૨:૧૩-૧૭; લૂક ૨૦:૨૦-૨૬

માથ્થી ૨૨:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માર્ક ૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૦

માથ્થી ૨૨:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “કાઈસારને.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

  • *

    દેખીતું છે, અહીં દરેક વ્યક્તિ પર નંખાયેલા કરની વાત થાય છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૦

માથ્થી ૨૨:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૦

માથ્થી ૨૨:૧૯

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ખ-૧૪ જુઓ.

માથ્થી ૨૨:૨૧

એને લગતી કલમો

  • +દા ૩:૧૭, ૧૮; માલ ૩:૮; માર્ક ૧૨:૧૭; લૂક ૨૦:૨૫; ૨૩:૨; રોમ ૧૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૨૭-૨૮, ૩૧

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૯, પાન ૨૫

    ૫/૧/૧૯૯૬, પાન ૫, ૯, ૧૫

    ૧૨/૧/૧૯૯૪, પાન ૧૩

    ૫/૧/૧૯૯૩, પાન ૧૨

માથ્થી ૨૨:૨૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૪:૧, ૨; ૨૩:૮
  • +માર્ક ૧૨:૧૮-૨૩; લૂક ૨૦:૨૭-૩૩

માથ્થી ૨૨:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૭, ૮; પુન ૨૫:૫, ૬; રૂથ ૧:૧૧; ૩:૧૩

માથ્થી ૨૨:૨૯

એને લગતી કલમો

  • +માર્ક ૧૨:૨૪-૨૭

માથ્થી ૨૨:૩૦

એને લગતી કલમો

  • +લૂક ૨૦:૩૫, ૩૬

માથ્થી ૨૨:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૪, પાન ૩૦

માથ્થી ૨૨:૩૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૬
  • +લૂક ૨૦:૩૭, ૩૮; રોમ ૪:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૪, પાન ૩૦

    ૪/૧/૨૦૧૩, પાન ૭

માથ્થી ૨૨:૩૩

એને લગતી કલમો

  • +માથ ૭:૨૮; માર્ક ૧૧:૧૮

માથ્થી ૨૨:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૧

માથ્થી ૨૨:૩૬

એને લગતી કલમો

  • +માર્ક ૧૨:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પાન ૨૧

માથ્થી ૨૨:૩૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૬:૫; ૧૦:૧૨; યહો ૨૨:૫; માર્ક ૧૨:૩૦; લૂક ૧૦:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૦

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૧૨-૧૬

    ૧૨/૧/૨૦૦૬, પાન ૨૧-૨૫

    ૪/૧/૨૦૦૨, પાન ૪-૫

    ૧/૧/૨૦૦૧, પાન ૧૦-૧૧

    ૫/૧/૧૯૯૭, પાન ૬

    ૨/૧/૧૯૮૭, પાન ૨૩

માથ્થી ૨૨:૩૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૮; માર્ક ૧૨:૩૧; લૂક ૧૦:૨૭; કોલ ૩:૧૪; યાકૂ ૨:૮; ૧પિ ૧:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૧, પાન ૧૦-૧૧

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૧

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૧૭-૨૧

    ૧૨/૧/૨૦૦૬, પાન ૨૬-૩૦

    ૮/૧૫/૨૦૦૧, પાન ૪-૫

    ૧/૧/૨૦૦૧, પાન ૧૩-૨૨

    સજાગ બનો!,

    ૭/૮/૧૯૯૯, પાન ૧૧

માથ્થી ૨૨:૪૦

એને લગતી કલમો

  • +રોમ ૧૩:૧૦; ગલા ૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૫, પાન ૨૬

માથ્થી ૨૨:૪૧

એને લગતી કલમો

  • +માર્ક ૧૨:૩૫-૩૭; લૂક ૨૦:૪૧-૪૪

માથ્થી ૨૨:૪૨

એને લગતી કલમો

  • +યોહ ૭:૪૨

માથ્થી ૨૨:૪૩

એને લગતી કલમો

  • +૨શ ૨૩:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૨

માથ્થી ૨૨:૪૪

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૦:૧; પ્રેકા ૨:૩૪, ૩૫; ૧કો ૧૫:૨૫; હિબ્રૂ ૧:૧૩; ૧૦:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૨

માથ્થી ૨૨:૪૫

એને લગતી કલમો

  • +માર્ક ૧૨:૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૨૨:૨લૂક ૧૪:૧૬; પ્રક ૧૯:૯
માથ. ૨૨:૩લૂક ૧૪:૧૭, ૧૮
માથ. ૨૨:૫લૂક ૧૪:૧૮, ૧૯
માથ. ૨૨:૭દા ૯:૨૬
માથ. ૨૨:૮પ્રેકા ૧૩:૪૫, ૪૬
માથ. ૨૨:૯માથ ૨૧:૪૩; લૂક ૧૪:૨૩
માથ. ૨૨:૧૫માર્ક ૧૨:૧૩-૧૭; લૂક ૨૦:૨૦-૨૬
માથ. ૨૨:૧૬માર્ક ૩:૬
માથ. ૨૨:૨૧દા ૩:૧૭, ૧૮; માલ ૩:૮; માર્ક ૧૨:૧૭; લૂક ૨૦:૨૫; ૨૩:૨; રોમ ૧૩:૭
માથ. ૨૨:૨૩પ્રેકા ૪:૧, ૨; ૨૩:૮
માથ. ૨૨:૨૩માર્ક ૧૨:૧૮-૨૩; લૂક ૨૦:૨૭-૩૩
માથ. ૨૨:૨૪ઉત ૩૮:૭, ૮; પુન ૨૫:૫, ૬; રૂથ ૧:૧૧; ૩:૧૩
માથ. ૨૨:૨૯માર્ક ૧૨:૨૪-૨૭
માથ. ૨૨:૩૦લૂક ૨૦:૩૫, ૩૬
માથ. ૨૨:૩૨નિર્ગ ૩:૬
માથ. ૨૨:૩૨લૂક ૨૦:૩૭, ૩૮; રોમ ૪:૧૭
માથ. ૨૨:૩૩માથ ૭:૨૮; માર્ક ૧૧:૧૮
માથ. ૨૨:૩૬માર્ક ૧૨:૨૮
માથ. ૨૨:૩૭પુન ૬:૫; ૧૦:૧૨; યહો ૨૨:૫; માર્ક ૧૨:૩૦; લૂક ૧૦:૨૭
માથ. ૨૨:૩૯લેવી ૧૯:૧૮; માર્ક ૧૨:૩૧; લૂક ૧૦:૨૭; કોલ ૩:૧૪; યાકૂ ૨:૮; ૧પિ ૧:૨૨
માથ. ૨૨:૪૦રોમ ૧૩:૧૦; ગલા ૫:૧૪
માથ. ૨૨:૪૧માર્ક ૧૨:૩૫-૩૭; લૂક ૨૦:૪૧-૪૪
માથ. ૨૨:૪૨યોહ ૭:૪૨
માથ. ૨૨:૪૩૨શ ૨૩:૨
માથ. ૨૨:૪૪ગી ૧૧૦:૧; પ્રેકા ૨:૩૪, ૩૫; ૧કો ૧૫:૨૫; હિબ્રૂ ૧:૧૩; ૧૦:૧૨, ૧૩
માથ. ૨૨:૪૫માર્ક ૧૨:૩૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૨૨:૧-૪૬

માથ્થી

૨૨ ફરી એક વાર ઈસુએ તેઓને ઉદાહરણો આપ્યાં: ૨ “સ્વર્ગના રાજ્યને એક રાજા સાથે સરખાવી શકાય, જેણે પોતાના દીકરાના લગ્‍નની મિજબાની ગોઠવી.+ ૩ તેણે લગ્‍નની મિજબાનીમાં જેઓને આમંત્રણ આપ્યું હતું, તેઓને બોલાવવા પોતાના ચાકરોને મોકલ્યા. પણ એ લોકો આવવા રાજી ન હતા.+ ૪ ફરીથી તેણે બીજા ચાકરોને મોકલ્યા અને કહ્યું, ‘આમંત્રણ આપ્યું છે તેઓને જણાવો: “જુઓ! મેં ભોજન તૈયાર કર્યું છે. મેં બળદો* અને તાજાં-માજાં પશુઓ કાપ્યાં છે, બધું તૈયાર છે. લગ્‍નની મિજબાનીમાં આવો.”’ ૫ પણ તેઓએ કંઈ ધ્યાન પર લીધું નહિ અને જતા રહ્યા, એક પોતાના ખેતરે ગયો તો બીજો પોતાના વેપાર-ધંધે.+ ૬ બીજાઓએ તેના ચાકરોને પકડ્યા, તેઓનું ભારે અપમાન કર્યું અને તેઓને મારી નાખ્યા.

૭ “રાજા ક્રોધે ભરાયો. તેણે પોતાની સેનાઓ મોકલીને એ ખૂનીઓને મારી નાખ્યા અને તેઓનું શહેર બાળી મૂક્યું.+ ૮ તેણે પોતાના ચાકરોને કહ્યું: ‘લગ્‍નની મિજબાની તો તૈયાર છે, પણ જેઓને આમંત્રણ આપ્યું હતું તેઓ એને લાયક ન હતા.+ ૯ શહેરના મુખ્ય રસ્તાઓ પર જાઓ અને તમને જે કોઈ મળે એને લગ્‍નની મિજબાની માટે બોલાવી લાવો.’+ ૧૦ પેલા ચાકરો રસ્તાઓ પર ગયા અને સારા કે ખરાબ જે કોઈ મળ્યા એ બધાને લઈ આવ્યા. લગ્‍નનો ઓરડો જમવા બેઠેલા મહેમાનોથી ભરાઈ ગયો.

૧૧ “રાજા મહેમાનોને જોવા આવ્યો. તેની નજર એક માણસ પર પડી, જેણે લગ્‍નનાં કપડાં પહેર્યાં ન હતાં. ૧૨ તેણે તેને પૂછ્યું: ‘દોસ્ત, તું લગ્‍નનો પોશાક પહેર્યા વગર અંદર કેવી રીતે આવી ગયો?’ તેને કોઈ જવાબ સૂઝ્યો નહિ. ૧૩ રાજાએ સેવકોને કહ્યું: ‘તેના હાથ-પગ બાંધી દો અને તેને બહાર અંધકારમાં ફેંકી દો. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.’

૧૪ “ઘણાને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ પસંદ કરાયેલા થોડા છે.”

૧૫ પછી ફરોશીઓ ચાલ્યા ગયા. ઈસુને તેમની જ વાતોમાં ફસાવવા તેઓએ ભેગા મળીને કાવતરું ઘડ્યું.+ ૧૬ તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ* સાથે ઈસુ પાસે મોકલ્યા.+ તેઓએ કહ્યું: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ કહો છો. તમે સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. તમે કોઈને ખુશ કરવા મીઠી મીઠી વાતો કરતા નથી. તમે લોકોનો બહારનો દેખાવ જોતા નથી. ૧૭ અમને જણાવો કે શું સમ્રાટને* કર* આપવો યોગ્ય છે? તમને શું લાગે છે?” ૧૮ ઈસુએ તેઓની દુષ્ટતા જાણીને કહ્યું: “ઓ ઢોંગીઓ, તમે કેમ મારી કસોટી કરો છો? ૧૯ કર ભરવાનો સિક્કો મને બતાવો.” તેઓ તેમની પાસે એક દીનાર* લાવ્યા. ૨૦ તેમણે તેઓને કહ્યું: “આ કોનું ચિત્ર છે અને કોના નામની છાપ છે?” ૨૧ તેઓએ કહ્યું: “સમ્રાટનાં.” ઈસુએ કહ્યું: “એ માટે જે સમ્રાટનું છે એ સમ્રાટને અને જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”+ ૨૨ તેઓ એ સાંભળીને નવાઈ પામ્યા અને તેમને ત્યાં રહેવા દઈને ચાલ્યા ગયા.

૨૩ એ દિવસે સાદુકીઓ ઈસુ પાસે આવ્યા. તેઓ માનતા ન હતા કે મરણ પામેલા લોકોને જીવતા કરાશે.*+ તેઓએ ઈસુને કહ્યું:+ ૨૪ “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે ‘જો કોઈ માણસ મરણ પામે અને તેને બાળકો ન હોય, તો તેની પત્ની સાથે એ માણસનો ભાઈ લગ્‍ન કરે. તે પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે.’+ ૨૫ એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. પહેલાએ લગ્‍ન કર્યું અને તે બાળક વિના ગુજરી ગયો. તે પોતાની પત્ની પોતાના ભાઈ માટે રાખી ગયો. ૨૬ બીજા અને ત્રીજા એમ સાતેય ભાઈઓ સાથે એવું જ થયું. ૨૭ સૌથી છેલ્લે પેલી સ્ત્રી પણ મરણ પામી. ૨૮ તે સાતેયની પત્ની બની હતી. તો પછી મરણમાંથી લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે, તે કોની પત્ની બનશે?”

૨૯ ઈસુએ તેઓને કહ્યું: “તમે મોટી ભૂલ કરો છો, કેમ કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની તાકાત જાણતા.+ ૩૦ મરણમાંથી જીવતા કરવામાં આવેલાં માણસો કે સ્ત્રીઓ લગ્‍ન કરતા નથી. પણ તેઓ સ્વર્ગના દૂતો જેવા હોય છે.+ ૩૧ મરણ પામેલા જીવતા થશે એ વિશે ઈશ્વરે તમને જે જણાવ્યું છે એ શું તમે નથી વાંચ્યું? તેમણે કહ્યું હતું: ૩૨ ‘હું ઇબ્રાહિમનો ઈશ્વર અને ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું.’+ તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે.”+ ૩૩ એ સાંભળીને ટોળાઓ તેમના શિક્ષણથી દંગ થઈ ગયાં.+

૩૪ ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુએ સાદુકીઓને ચૂપ કરી દીધા છે ત્યારે, તેઓ ભેગા થઈને આવ્યા. ૩૫ તેઓમાં એક નિયમશાસ્ત્રનો પંડિત હતો, તેણે તેમની કસોટી કરવા પૂછ્યું: ૩૬ “ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”+ ૩૭ તેમણે કહ્યું: “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ ૩૮ આ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે. ૩૯ એના જેવી બીજી આ છે: ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’+ ૪૦ આ બે આજ્ઞાઓ આખા નિયમશાસ્ત્રનો અને પ્રબોધકોના શિક્ષણનો પાયો છે.”+

૪૧ ફરોશીઓ હજુ ત્યાં જ હતા ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું:+ ૪૨ “તમે ખ્રિસ્ત વિશે શું વિચારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ કહ્યું: “દાઉદનો.”+ ૪૩ ઈસુએ પૂછ્યું: “તો પછી પવિત્ર શક્તિની પ્રેરણાથી+ દાઉદ તેને કેમ માલિક કહીને બોલાવે છે? તે કહે છે, ૪૪ ‘યહોવાએ* મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગ નીચે ન લાવું ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ.”’+ ૪૫ જો દાઉદ તેને માલિક કહે છે, તો પછી તે કઈ રીતે તેમનો દીકરો થાય?”+ ૪૬ કોઈ તેમને જવાબમાં એક પણ શબ્દ કહી શક્યું નહિ. એ દિવસથી કોઈએ તેમને કંઈ પણ પૂછવાની હિંમત કરી નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો