વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • દરેક પોતાનાં પાપ માટે જવાબદાર (૧-૩૨)

        • જે કોઈ પાપ કરે છે તે જ માર્યો જશે (૪)

        • પિતાના ગુનાની સજા દીકરાને નહિ મળે (૧૯, ૨૦)

        • દુષ્ટના મોતથી ખુશી થતી નથી (૨૩)

        • પસ્તાવો કરવાથી જીવન મળે છે (૨૭, ૨૮)

હઝકિયેલ ૧૮:૨

એને લગતી કલમો

  • +યર્મિ ૩૧:૨૯, ૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૫૩

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૮:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “મારા જીવના સમ.”

હઝકિયેલ ૧૮:૪

ફૂટનોટ

  • *

    અથવા, “જીવન.” શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૭, પાન ૧૯

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૮:૬

ફૂટનોટ

  • *

    આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

  • *

    મૂળ, “પડોશીની પત્નીને ભ્રષ્ટ.”

એને લગતી કલમો

  • +પુન ૧૨:૨; યર્મિ ૩:૬
  • +લેવી ૨૦:૧૦
  • +લેવી ૧૮:૧૯; ૨૦:૧૮

હઝકિયેલ ૧૮:૭

એને લગતી કલમો

  • +ની ૧૪:૨૧
  • +પુન ૨૪:૧૨, ૧૩
  • +લેવી ૬:૨, ૪
  • +પુન ૧૫:૧૧
  • +યશા ૫૮:૬, ૭; યાકૂ ૨:૧૫, ૧૬

હઝકિયેલ ૧૮:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૨૫; ગી ૧૫:૫; લૂક ૬:૩૪, ૩૫
  • +લેવી ૧૯:૩૫
  • +લેવી ૧૯:૧૫; ૨૫:૧૪; પુન ૧:૧૬

હઝકિયેલ ૧૮:૯

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૫

હઝકિયેલ ૧૮:૧૦

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૩
  • +ઉત ૯:૬; નિર્ગ ૨૧:૧૨

હઝકિયેલ ૧૮:૧૨

એને લગતી કલમો

  • +પુન ૧૫:૭, ૮
  • +લેવી ૨૬:૩૦
  • +૨રા ૨૧:૧૧

હઝકિયેલ ૧૮:૧૩

એને લગતી કલમો

  • +હઝ ૨૨:૧૨

હઝકિયેલ ૧૮:૧૯

એને લગતી કલમો

  • +પુન ૧૬:૨૦; રોમ ૧૦:૫

હઝકિયેલ ૧૮:૨૦

એને લગતી કલમો

  • +પુન ૨૪:૧૬; યર્મિ ૩૧:૩૦; હઝ ૧૮:૪
  • +યશા ૩:૧૦, ૧૧; ગલા ૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૭, પાન ૧૯

    ૨/૧/૧૯૮૯, પાન ૫

હઝકિયેલ ૧૮:૨૧

એને લગતી કલમો

  • +યશા ૫૫:૭; હઝ ૩:૨૧; ૩૩:૧૨, ૧૯; પ્રેકા ૩:૧૯

હઝકિયેલ ૧૮:૨૨

એને લગતી કલમો

  • +૨કા ૩૩:૧૨, ૧૩; ગી ૨૫:૭; યશા ૪૩:૨૫
  • +હઝ ૩૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બના!,

    ૬/૮/૧૯૯૫, પાન ૧૪

હઝકિયેલ ૧૮:૨૩

એને લગતી કલમો

  • +યવિ ૩:૩૩; હઝ ૩૩:૧૧; ૧તિ ૨:૩, ૪; ૨પિ ૩:૯
  • +મીખ ૭:૧૮

હઝકિયેલ ૧૮:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “અન્યાય.”

એને લગતી કલમો

  • +હઝ ૩૩:૧૨, ૧૮; હિબ્રૂ ૧૦:૩૮; ૨યો ૮
  • +ની ૨૧:૧૬; હઝ ૩:૨૦

હઝકિયેલ ૧૮:૨૫

એને લગતી કલમો

  • +અયૂ ૩૫:૨; ની ૧૯:૩; હઝ ૩૩:૧૭, ૨૦
  • +પુન ૩૨:૪
  • +યશા ૫૫:૯; યર્મિ ૨:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૦, પાન ૧૧-૧૨

હઝકિયેલ ૧૮:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

હઝકિયેલ ૧૮:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયથી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૫૫:૭; ૧તિ ૪:૧૬

હઝકિયેલ ૧૮:૨૯

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨૫; ગી ૧૪૫:૧૭; યશા ૪૦:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૩, પાન ૧૧-૧૨

હઝકિયેલ ૧૮:૩૦

એને લગતી કલમો

  • +અયૂ ૩૪:૧૧; રોમ ૨:૬

હઝકિયેલ ૧૮:૩૧

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૪; યશા ૧:૧૬
  • +ગી ૫૧:૧૦; યર્મિ ૩૨:૩૯; હઝ ૧૧:૧૯; એફે ૪:૨૩, ૨૪
  • +પુન ૩૦:૧૫; ની ૮:૩૬; પ્રેકા ૧૩:૪૬

હઝકિયેલ ૧૮:૩૨

એને લગતી કલમો

  • +યર્મિ ૨૯:૧૧; યવિ ૩:૩૩; હઝ ૩૩:૧૧; લૂક ૧૫:૧૦; ૨પિ ૩:૯
  • +પુન ૩૦:૧૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૧૮:૨યર્મિ ૩૧:૨૯, ૩૦
હઝકિ. ૧૮:૬પુન ૧૨:૨; યર્મિ ૩:૬
હઝકિ. ૧૮:૬લેવી ૨૦:૧૦
હઝકિ. ૧૮:૬લેવી ૧૮:૧૯; ૨૦:૧૮
હઝકિ. ૧૮:૭ની ૧૪:૨૧
હઝકિ. ૧૮:૭પુન ૨૪:૧૨, ૧૩
હઝકિ. ૧૮:૭લેવી ૬:૨, ૪
હઝકિ. ૧૮:૭પુન ૧૫:૧૧
હઝકિ. ૧૮:૭યશા ૫૮:૬, ૭; યાકૂ ૨:૧૫, ૧૬
હઝકિ. ૧૮:૮નિર્ગ ૨૨:૨૫; ગી ૧૫:૫; લૂક ૬:૩૪, ૩૫
હઝકિ. ૧૮:૮લેવી ૧૯:૩૫
હઝકિ. ૧૮:૮લેવી ૧૯:૧૫; ૨૫:૧૪; પુન ૧:૧૬
હઝકિ. ૧૮:૯લેવી ૧૮:૫
હઝકિ. ૧૮:૧૦લેવી ૧૯:૧૩
હઝકિ. ૧૮:૧૦ઉત ૯:૬; નિર્ગ ૨૧:૧૨
હઝકિ. ૧૮:૧૨પુન ૧૫:૭, ૮
હઝકિ. ૧૮:૧૨લેવી ૨૬:૩૦
હઝકિ. ૧૮:૧૨૨રા ૨૧:૧૧
હઝકિ. ૧૮:૧૩હઝ ૨૨:૧૨
હઝકિ. ૧૮:૧૯પુન ૧૬:૨૦; રોમ ૧૦:૫
હઝકિ. ૧૮:૨૦પુન ૨૪:૧૬; યર્મિ ૩૧:૩૦; હઝ ૧૮:૪
હઝકિ. ૧૮:૨૦યશા ૩:૧૦, ૧૧; ગલા ૬:૭
હઝકિ. ૧૮:૨૧યશા ૫૫:૭; હઝ ૩:૨૧; ૩૩:૧૨, ૧૯; પ્રેકા ૩:૧૯
હઝકિ. ૧૮:૨૨૨કા ૩૩:૧૨, ૧૩; ગી ૨૫:૭; યશા ૪૩:૨૫
હઝકિ. ૧૮:૨૨હઝ ૩૩:૧૬
હઝકિ. ૧૮:૨૩યવિ ૩:૩૩; હઝ ૩૩:૧૧; ૧તિ ૨:૩, ૪; ૨પિ ૩:૯
હઝકિ. ૧૮:૨૩મીખ ૭:૧૮
હઝકિ. ૧૮:૨૪હઝ ૩૩:૧૨, ૧૮; હિબ્રૂ ૧૦:૩૮; ૨યો ૮
હઝકિ. ૧૮:૨૪ની ૨૧:૧૬; હઝ ૩:૨૦
હઝકિ. ૧૮:૨૫અયૂ ૩૫:૨; ની ૧૯:૩; હઝ ૩૩:૧૭, ૨૦
હઝકિ. ૧૮:૨૫પુન ૩૨:૪
હઝકિ. ૧૮:૨૫યશા ૫૫:૯; યર્મિ ૨:૧૭
હઝકિ. ૧૮:૨૭યશા ૫૫:૭; ૧તિ ૪:૧૬
હઝકિ. ૧૮:૨૯ઉત ૧૮:૨૫; ગી ૧૪૫:૧૭; યશા ૪૦:૧૪
હઝકિ. ૧૮:૩૦અયૂ ૩૪:૧૧; રોમ ૨:૬
હઝકિ. ૧૮:૩૧ગી ૩૪:૧૪; યશા ૧:૧૬
હઝકિ. ૧૮:૩૧ગી ૫૧:૧૦; યર્મિ ૩૨:૩૯; હઝ ૧૧:૧૯; એફે ૪:૨૩, ૨૪
હઝકિ. ૧૮:૩૧પુન ૩૦:૧૫; ની ૮:૩૬; પ્રેકા ૧૩:૪૬
હઝકિ. ૧૮:૩૨યર્મિ ૨૯:૧૧; યવિ ૩:૩૩; હઝ ૩૩:૧૧; લૂક ૧૫:૧૦; ૨પિ ૩:૯
હઝકિ. ૧૮:૩૨પુન ૩૦:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૧૮:૧-૩૨

હઝકિયેલ

૧૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “તમે ઇઝરાયેલ દેશમાં આ કહેવત કેમ વાપરો છો કે ‘પિતાઓ ખાટી દ્રાક્ષો ખાય અને દીકરાઓના દાંત ખટાય’?+

૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું સમ* ખાઈને કહું છું કે હવેથી તમે ઇઝરાયેલમાં એ કહેવત નહિ વાપરો. ૪ જુઓ! એકેએક જીવ* મારો છે. પિતાનો જીવ હોય કે દીકરાનો જીવ, એ બધા મારા છે. જે કોઈ* પાપ કરે છે તે જ માર્યો જશે.

૫ “‘ધારો કે કોઈ માણસ નેક છે, તે સચ્ચાઈથી ચાલે છે અને ખરું હોય એ જ કરે છે. ૬ તે પહાડો પર મૂર્તિઓને ચઢાવેલાં બલિદાનો ખાતો નથી.+ તે ઇઝરાયેલી લોકોની ધિક્કારપાત્ર મૂર્તિઓ* પર આશા રાખતો નથી. તે પડોશીની પત્ની સાથે વ્યભિચાર* કરતો નથી+ કે સ્ત્રીના માસિકના દિવસોમાં તેની સાથે જાતીય સંબંધ બાંધતો નથી.+ ૭ તે કોઈની સાથે ખરાબ વહેવાર કરતો નથી,+ પણ દેવાદારે ગીરવે મૂકેલી વસ્તુ પાછી આપી દે છે.+ તે કોઈને લૂંટતો નથી,+ પણ પોતાનો ખોરાક ભૂખ્યાને આપી દે છે.+ જેની પાસે કપડાં ન હોય તેને શરીર ઢાંકવા તે કપડાં આપે છે.+ ૮ તે પોતાના પૈસા વ્યાજે આપતો નથી કે એમાંથી ફાયદો ઉઠાવતો નથી.+ તે અન્યાય કરતો નથી.+ બે માણસો વચ્ચે તે અદ્દલ ઇન્સાફ કરે છે.+ ૯ મને વફાદાર રહેવા તે મારા નિયમો પ્રમાણે ચાલે છે અને મારા કાયદા-કાનૂન પાળે છે. એવો માણસ નેક છે અને તે ચોક્કસ જીવતો રહેશે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૧૦ “‘પણ ધારો કે એ માણસને એવો દીકરો હોય, જે લૂંટફાટ કરતો હોય,+ ખૂન કરતો હોય+ કે આવું કોઈ કામ કરતો હોય ૧૧ (ભલે પિતાએ એવું એક પણ કામ કર્યું ન હોય): એ દીકરો પહાડો પર મૂર્તિઓને ચઢાવેલાં બલિદાનો ખાતો હોય, પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરતો હોય, ૧૨ ગરીબ અને લાચાર સાથે ખરાબ વહેવાર કરતો હોય,+ જુલમથી લૂંટી લેતો હોય, ગીરવે મૂકેલી વસ્તુ પાછી આપતો ન હોય, ધિક્કારપાત્ર મૂર્તિઓ પર આશા રાખતો હોય,+ નીચ કામો કરતો હોય,+ ૧૩ પોતાના પૈસા વ્યાજે આપતો હોય અને એનો ફાયદો ઉઠાવતો હોય.+ જો એમ હોય તો એ દીકરો જીવતો નહિ રહે. એવાં અધમ કામો કર્યાં હોવાથી, તે ચોક્કસ માર્યો જશે. તેનું લોહી તેના માથે.

૧૪ “‘પણ ધારો કે કોઈ માણસના દીકરાએ પોતાના પિતાને બધાં પાપ કરતા જોયો છે. એ બધું જોયું હોવા છતાં દીકરો એવું કરતો નથી. ૧૫ તે પહાડો પર મૂર્તિઓને ચઢાવેલાં બલિદાનો ખાતો નથી. તે ઇઝરાયેલી લોકોની ધિક્કારપાત્ર મૂર્તિઓ પર આશા રાખતો નથી. તે પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરતો નથી. ૧૬ તે કોઈની સાથે ખરાબ વહેવાર કરતો નથી. તે ગીરવે મૂકેલી વસ્તુ પડાવી લેતો નથી. તે જુલમથી લૂંટી લેતો નથી. તે પોતાનું ખાવાનું ભૂખ્યાને આપી દે છે. જેની પાસે કપડાં ન હોય તેને શરીર ઢાંકવા તે કપડાં આપે છે. ૧૭ તે ગરીબ પર જુલમ કરતો નથી. તે પોતાના પૈસા વ્યાજે આપતો નથી કે એનો ફાયદો ઉઠાવતો નથી. તે મારા કાયદા-કાનૂન પાળે છે અને મારા નિયમો પ્રમાણે ચાલે છે. એવો માણસ પોતાના પિતાના ગુનાઓને લીધે માર્યો નહિ જાય. તે ચોક્કસ જીવતો રહેશે. ૧૮ પણ તેનો પિતા પોતાના ગુનાને લીધે માર્યો જશે, કેમ કે તેણે લોકોને છેતર્યા છે, પોતાના ભાઈને લૂંટી લીધો છે અને લોકોની નજરમાં જે ખરાબ હતું એ કર્યું છે.

૧૯ “‘પણ તમે પૂછશો, “પિતાના ગુનાને લીધે દીકરો કેમ જવાબદાર ગણાતો નથી?” એ માટે કે દીકરાએ જે ખરું છે એ જ કર્યું અને સચ્ચાઈથી વર્ત્યો. તેણે મારા બધા નિયમો પાળ્યા અને એ પ્રમાણે ચાલ્યો. એટલે તે ચોક્કસ જીવતો રહેશે.+ ૨૦ જે કોઈ પાપ કરશે તે જ માર્યો જશે.+ પિતાના ગુનાને લીધે દીકરો જવાબદાર ગણાતો નથી, દીકરાના ગુનાને લીધે પિતા જવાબદાર ગણાતો નથી. નેક માણસનાં નેક કામોનો બદલો તેને જ મળશે, દુષ્ટ માણસનાં દુષ્ટ કામોનો બદલો તેને જ મળશે.+

૨૧ “‘ધારો કે કોઈ દુષ્ટ માણસ પોતે કરેલાં બધાં પાપથી પાછો ફરે, મારા નિયમો પાળવા લાગે, જે ખરું છે એ જ તે કરે અને સચ્ચાઈથી વર્તે, તો તે ચોક્કસ જીવતો રહેશે. તે માર્યો નહિ જાય.+ ૨૨ તેનો કોઈ પણ ગુનો યાદ કરવામાં નહિ આવે.+ તે સાચા માર્ગે ચાલતો હોવાથી જીવતો રહેશે.’+

૨૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘શું કોઈ દુષ્ટ માણસના મોતથી મને ખુશી થાય છે?+ જરાય નહિ! હું તો એવું ચાહું છું કે તે પોતાના માર્ગોથી પાછો ફરે અને જીવતો રહે.’+

૨૪ “‘પણ જો કોઈ નેક માણસ સારાં કામો છોડીને ખરાબ કામો* કરવા લાગે, તે એવાં નીચ કામો કરવા લાગે જે દુષ્ટ માણસ કરતો હોય, તો શું એ નેક માણસ જીવશે ખરો? તેણે કરેલું એકેય સારું કામ યાદ રાખવામાં નહિ આવે.+ તે બેવફા બન્યો છે અને તેણે પાપ કર્યું છે, એટલે તે માર્યો જશે.+

૨૫ “‘પણ તમે કહેશો, “યહોવા તો અન્યાય કરે છે!”+ હે ઇઝરાયેલના લોકો, સાંભળો! શું હું અન્યાય કરું છું?+ કે પછી તમે અન્યાય કરો છો?+

૨૬ “‘જો કોઈ નેક* માણસ સારાં કામો છોડીને ખરાબ કામો કરવા લાગે અને એના લીધે માર્યો જાય, તો તે પોતાનાં પાપને લીધે માર્યો જશે.

૨૭ “‘જો કોઈ દુષ્ટ માણસ પોતે કરેલાં દુષ્ટ કામોથી પાછો ફરે, જે ખરું છે એ જ કરવા લાગે અને સચ્ચાઈથી* વર્તે, તો તે પોતાનું જીવન બચાવશે.+ ૨૮ જો તેને ભાન થાય કે પોતે જે કરે છે એ બહુ ખરાબ છે અને તે એમ કરવાનું બંધ કરે, તો તે ચોક્કસ જીવતો રહેશે. તે માર્યો નહિ જાય.

૨૯ “‘પણ ઇઝરાયેલના લોકો કહેશે, “યહોવા તો અન્યાય કરે છે!” હે ઇઝરાયેલના લોકો, શું ખરેખર હું અન્યાય કરું છું?+ કે પછી તમે અન્યાય કરો છો?’

૩૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હે ઇઝરાયેલના લોકો, હું તમારાં દરેકનાં કામો પ્રમાણે ન્યાય કરીશ.+ તમે અપરાધો કરવાનું છોડી દો અને પાછા ફરો, નહિ તો એ તમારા માટે નડતર બનશે અને તમારા પર સજા લાવશે. ૩૧ તમે પાપ કરવાનું છોડી દો.+ નવું દિલ અને નવું મન કેળવો.+ હે ઇઝરાયેલના લોકો, તમે શું કામ મરવા માંગો છો?’+

૩૨ “‘મને કોઈના મોતથી જરાય ખુશી થતી નથી.+ એટલે પાપ કરવાનું છોડી દો અને જીવતા રહો,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો