યશાયા
૨૧ સમુદ્રના વેરાન પ્રદેશ* વિરુદ્ધ ન્યાયચુકાદો:+
દક્ષિણમાંથી પસાર થતાં વાવાઝોડાની જેમ,
વેરાન પ્રદેશથી, ભયાનક દેશથી આફત આવે છે.+
૨ મને એક ભયંકર દર્શન બતાવવામાં આવ્યું:
એણે* લોકોને જે જે દુઃખ દીધાં છે, એ હું દૂર કરીશ.+
૩ એ દર્શન જોઈને મને ભારે પીડા થાય છે.+
બાળકને જન્મ આપતી સ્ત્રીની જેમ
મને સખત વેદના થાય છે.
હું એટલો નિરાશ થઈ ગયો છું કે મારાથી સંભળાતું નથી.
હું એટલો ગભરાઈ ગયો છું કે મારાથી જોવાતું નથી.
૪ મારા હૃદયના ધબકારા વધી ગયા છે, હું ડરથી કાંપી ઊઠું છું.
સાંજના જે સમયની હું રાહ જોતો, એનાથી હવે મને બીક લાગે છે.
૫ મેજ સજાવો, બેઠકો ગોઠવો!
ખાઓ અને પીઓ!+
હે અધિકારીઓ, ઊભા થાઓ અને ઢાલનો અભિષેક* કરો!
૬ યહોવાએ મને આમ કહ્યું છે:
“જા, એક ચોકીદાર ઊભો રાખ અને તે જે જુએ એની ખબર આપે.”
તેણે તેઓ પર નજર રાખી અને એ ધ્યાનથી જોયા.
૮ પછી તેણે સિંહની જેમ પોકાર કર્યો:
“હે યહોવા, હું ચોકી કરવા આખો દિવસ બુરજ પર ઊભો રહું છું,
હું રોજ રાતે ચોકીએ પહેરો ભરું છું.+
તે બોલી ઊઠ્યો:
“એ પડ્યું છે! બાબેલોન પડ્યું છે!+
એના દેવોની બધી કોતરેલી મૂર્તિઓ તોડીને ભોંયભેગી કરવામાં આવી છે!”+
૧૦ ઓ મારા ઝુડાયેલા લોકો,
સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયેલના ઈશ્વર પાસેથી મેં જે સાંભળ્યું, એ તમને જણાવ્યું છે.
૧૧ દૂમાહ* વિરુદ્ધ ન્યાયચુકાદો:
સેઈરમાંથી+ કોઈ મને બૂમ પાડે છે:
“ચોકીદાર, સવાર ક્યારે પડશે?
ચોકીદાર, સવાર ક્યારે પડશે?”
૧૨ ચોકીદારે જવાબ આપ્યો:
“સવાર પડશે અને રાત પણ પડશે.
તમારે કંઈ પૂછવું હોય તો પૂછો.
ફરી પાછા આવજો!”
૧૩ ઉજ્જડ પ્રદેશ વિરુદ્ધ ન્યાયચુકાદો:
ઓ દદાનના+ કાફલાઓ,
તમે ઉજ્જડ પ્રદેશના જંગલમાં રાત વિતાવશો.
૧૫ તેઓ તલવારથી, હા, ઉગામેલી તલવારથી,
તાણેલા ધનુષ્યથી અને યુદ્ધની પીડાથી નાસી છૂટ્યા છે.
૧૬ યહોવાએ મને આમ કહ્યું છે: “ફક્ત એક જ વર્ષમાં* કેદારનું+ બધું ગૌરવ ધૂળમાં મળી જશે, એમાં એક દિવસની પણ વધ-ઘટ નહિ થાય. ૧૭ કેદારના યોદ્ધાઓમાંથી ધનુષ્ય ચલાવનારા થોડા જ બચશે, કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા એમ બોલ્યા છે.”