ગીતશાસ્ત્ર
ચઢવાનું ગીત. દાઉદનું ગીત.
૧૨૪ “જો યહોવા આપણી સાથે ન હોત,”+
હવે ઇઝરાયેલ કહે,
૨ “જો યહોવા આપણી સાથે ન હોત,+
તો માણસો આપણા પર હુમલો કરવા ચઢી આવ્યા ત્યારે,+
૩ તેઓ આપણને જીવતા ને જીવતા ગળી ગયા હોત,+
કેમ કે તેઓનો ગુસ્સો આપણા પર સળગી ઊઠ્યો હતો.+
૪ પાણી આપણને ઘસડી ગયું હોત,
પૂર આપણા પર ફરી વળ્યું હોત.+
૫ ધસમસતા પાણીએ આપણને ડુબાડી દીધા હોત.
૬ યહોવાનો જયજયકાર થાઓ!
જંગલી જાનવરો જેવા ખૂંખાર લોકોનાં મોંમાંથી તેમણે આપણને બચાવી લીધા છે.
૭ શિકારીના ફાંદામાંથી છટકી ગયેલા
પક્ષી જેવા આપણે છીએ.+
ફાંદો તોડી નાખવામાં આવ્યો
અને આપણે બચી ગયા.+
૮ આકાશ અને પૃથ્વીના રચનાર
યહોવાના નામથી આપણને મદદ મળે છે.”+