વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૩૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • યર્મિયા ખેતર ખરીદે છે (૧-૧૫)

      • યર્મિયાની પ્રાર્થના (૧૬-૨૫)

      • યહોવાનો જવાબ (૨૬-૪૪)

યર્મિયા ૩૨:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.

એને લગતી કલમો

  • +યર્મિ ૨૫:૧

યર્મિયા ૩૨:૨

ફૂટનોટ

  • *

    અથવા, “નજરકેદ કર્યો હતો.”

એને લગતી કલમો

  • +નહે ૩:૨૫; યર્મિ ૩૩:૧; ૩૮:૨૮

યર્મિયા ૩૨:૩

એને લગતી કલમો

  • +યર્મિ ૩૭:૧૮, ૨૧
  • +યર્મિ ૩૪:૨, ૩; ૩૭:૮, ૧૭

યર્મિયા ૩૨:૪

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૬, ૭; યર્મિ ૩૮:૧૭, ૧૮; ૩૯:૫; હઝ ૧૨:૧૩

યર્મિયા ૩૨:૫

એને લગતી કલમો

  • +યર્મિ ૨૧:૪; હઝ ૧૭:૧૫

યર્મિયા ૩૨:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “છોડાવનાર” જુઓ.

એને લગતી કલમો

  • +યહો ૨૧:૮, ૧૮; યર્મિ ૧:૧
  • +લેવી ૨૫:૨૩, ૨૪

યર્મિયા ૩૨:૯

ફૂટનોટ

  • *

    એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૧૬

યર્મિયા ૩૨:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૩૨:૪૪
  • +રૂથ ૪:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૭, પાન ૩૧

યર્મિયા ૩૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૮

    ૮/૧/૧૯૯૭, પાન ૩૧

યર્મિયા ૩૨:૧૨

એને લગતી કલમો

  • +યર્મિ ૩૬:૪, ૨૬
  • +યર્મિ ૩૩:૧
  • +યર્મિ ૫૧:૫૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૭, પાન ૩૧

યર્મિયા ૩૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૭, પાન ૩૧

યર્મિયા ૩૨:૧૫

એને લગતી કલમો

  • +આમ ૯:૧૪; ઝખા ૩:૧૦

યર્મિયા ૩૨:૧૭

એને લગતી કલમો

  • +યશા ૪૦:૨૬; પ્રક ૪:૧૧

યર્મિયા ૩૨:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “તેઓના દીકરાઓના ખોળામાં ભરી આપો છો.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૬, ૭; ગણ ૧૪:૧૮

યર્મિયા ૩૨:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “તમારી સલાહ.”

એને લગતી કલમો

  • +યશા ૨૮:૨૯
  • +ની ૧૫:૩; હિબ્રૂ ૪:૧૩
  • +સભા ૧૨:૧૪; યર્મિ ૧૭:૧૦; રોમ ૨:૬

યર્મિયા ૩૨:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૩, ૫; ૯:૧૫, ૧૬; પુન ૪:૩૪; ૨શ ૭:૨૩; યશા ૬૩:૧૨

યર્મિયા ૩૨:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૧, ૬; ૧૫:૧૬; પુન ૨૬:૮

યર્મિયા ૩૨:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૮
  • +ઉત ૧૩:૧૪, ૧૫; ૨૬:૩

યર્મિયા ૩૨:૨૩

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫; યહો ૨૩:૧૬

યર્મિયા ૩૨:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “બીમારીને.”

એને લગતી કલમો

  • +પુન ૨૮:૫૨; ૨રા ૨૫:૧; યર્મિ ૩૩:૪; હઝ ૪:૧, ૨
  • +લેવી ૨૬:૩૧, ૩૩
  • +યર્મિ ૧૪:૧૨; ૧૫:૨

યર્મિયા ૩૨:૨૮

ફૂટનોટ

  • *

    મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૪; યર્મિ ૨૦:૫

યર્મિયા ૩૨:૨૯

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૯, ૧૦; ૨કા ૩૬:૧૭, ૧૯; યવિ ૪:૧૧
  • +યર્મિ ૭:૧૮; ૧૯:૧૩; ૪૪:૨૫

યર્મિયા ૩૨:૩૦

એને લગતી કલમો

  • +પુન ૯:૭; ૨રા ૧૭:૯

યર્મિયા ૩૨:૩૧

એને લગતી કલમો

  • +૧રા ૧૧:૭; ૨રા ૨૧:૧, ૪
  • +૨રા ૨૩:૨૭; ૨૪:૩, ૪

યર્મિયા ૩૨:૩૨

એને લગતી કલમો

  • +૧રા ૧૧:૯, ૧૦; ૨રા ૨૩:૨૬; ૧કા ૧૦:૧૩
  • +હઝ ૨૨:૬
  • +મીખ ૩:૫, ૧૧

યર્મિયા ૩૨:૩૩

ફૂટનોટ

  • *

    મૂળ, “વહેલા ઊઠીને.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૨૯:૬; યર્મિ ૨:૨૭
  • +યર્મિ ૨૫:૩; ૩૫:૧૫

યર્મિયા ૩૨:૩૪

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૧, ૪; યર્મિ ૨૩:૧૧; હઝ ૮:૫, ૬

યર્મિયા ૩૨:૩૫

ફૂટનોટ

  • *

    મૂળ, “હિન્‍નોમના દીકરાની ખીણમાં.” શબ્દસૂચિમાં “ગેહેન્‍ના” જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યહો ૧૫:૮, ૧૨
  • +૨કા ૨૮:૧, ૩; ૩૩:૧, ૬; યર્મિ ૭:૩૧
  • +લેવી ૧૮:૨૧; પુન ૧૮:૧૦, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૨, પાન ૭

યર્મિયા ૩૨:૩૭

એને લગતી કલમો

  • +પુન ૩૦:૩; યર્મિ ૨૯:૧૪; હઝ ૩૭:૨૧
  • +યર્મિ ૨૩:૩, ૬; ૩૩:૧૬; હઝ ૩૪:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૫, પાન ૧૦

યર્મિયા ૩૨:૩૮

એને લગતી કલમો

  • +યર્મિ ૩૧:૩૩; મીખ ૪:૫

યર્મિયા ૩૨:૩૯

એને લગતી કલમો

  • +હઝ ૧૧:૧૯
  • +પુન ૫:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૫, પાન ૧૦

યર્મિયા ૩૨:૪૦

એને લગતી કલમો

  • +યશા ૫૫:૩; ૬૧:૮
  • +હઝ ૩૯:૨૯
  • +હઝ ૩૬:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૫, પાન ૧૦

યર્મિયા ૩૨:૪૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

  • *

    અથવા, “રોપીશ.”

એને લગતી કલમો

  • +યશા ૬૫:૧૯; સફા ૩:૧૭
  • +યશા ૫૮:૧૧; યર્મિ ૨૪:૬; આમ ૯:૧૫

યર્મિયા ૩૨:૪૨

એને લગતી કલમો

  • +યર્મિ ૩૧:૨૮; ઝખા ૮:૧૪, ૧૫

યર્મિયા ૩૨:૪૩

એને લગતી કલમો

  • +હઝ ૩૭:૧૪

યર્મિયા ૩૨:૪૪

ફૂટનોટ

  • *

    અથવા, “નીચાણ પ્રદેશનાં.”

એને લગતી કલમો

  • +યર્મિ ૩૨:૧૦, ૨૫
  • +યર્મિ ૩૧:૨૩
  • +યર્મિ ૧૭:૨૬; ૩૩:૧૩
  • +ગી ૧૨૬:૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૩૨:૧યર્મિ ૨૫:૧
યર્મિ. ૩૨:૨નહે ૩:૨૫; યર્મિ ૩૩:૧; ૩૮:૨૮
યર્મિ. ૩૨:૩યર્મિ ૩૭:૧૮, ૨૧
યર્મિ. ૩૨:૩યર્મિ ૩૪:૨, ૩; ૩૭:૮, ૧૭
યર્મિ. ૩૨:૪૨રા ૨૫:૬, ૭; યર્મિ ૩૮:૧૭, ૧૮; ૩૯:૫; હઝ ૧૨:૧૩
યર્મિ. ૩૨:૫યર્મિ ૨૧:૪; હઝ ૧૭:૧૫
યર્મિ. ૩૨:૭યહો ૨૧:૮, ૧૮; યર્મિ ૧:૧
યર્મિ. ૩૨:૭લેવી ૨૫:૨૩, ૨૪
યર્મિ. ૩૨:૯ઉત ૨૩:૧૬
યર્મિ. ૩૨:૧૦યર્મિ ૩૨:૪૪
યર્મિ. ૩૨:૧૦રૂથ ૪:૯
યર્મિ. ૩૨:૧૨યર્મિ ૩૬:૪, ૨૬
યર્મિ. ૩૨:૧૨યર્મિ ૩૩:૧
યર્મિ. ૩૨:૧૨યર્મિ ૫૧:૫૯
યર્મિ. ૩૨:૧૫આમ ૯:૧૪; ઝખા ૩:૧૦
યર્મિ. ૩૨:૧૭યશા ૪૦:૨૬; પ્રક ૪:૧૧
યર્મિ. ૩૨:૧૮નિર્ગ ૩૪:૬, ૭; ગણ ૧૪:૧૮
યર્મિ. ૩૨:૧૯યશા ૨૮:૨૯
યર્મિ. ૩૨:૧૯ની ૧૫:૩; હિબ્રૂ ૪:૧૩
યર્મિ. ૩૨:૧૯સભા ૧૨:૧૪; યર્મિ ૧૭:૧૦; રોમ ૨:૬
યર્મિ. ૩૨:૨૦નિર્ગ ૭:૩, ૫; ૯:૧૫, ૧૬; પુન ૪:૩૪; ૨શ ૭:૨૩; યશા ૬૩:૧૨
યર્મિ. ૩૨:૨૧નિર્ગ ૬:૧, ૬; ૧૫:૧૬; પુન ૨૬:૮
યર્મિ. ૩૨:૨૨નિર્ગ ૩:૮
યર્મિ. ૩૨:૨૨ઉત ૧૩:૧૪, ૧૫; ૨૬:૩
યર્મિ. ૩૨:૨૩પુન ૨૮:૧૫; યહો ૨૩:૧૬
યર્મિ. ૩૨:૨૪પુન ૨૮:૫૨; ૨રા ૨૫:૧; યર્મિ ૩૩:૪; હઝ ૪:૧, ૨
યર્મિ. ૩૨:૨૪લેવી ૨૬:૩૧, ૩૩
યર્મિ. ૩૨:૨૪યર્મિ ૧૪:૧૨; ૧૫:૨
યર્મિ. ૩૨:૨૮૨રા ૨૫:૪; યર્મિ ૨૦:૫
યર્મિ. ૩૨:૨૯૨રા ૨૫:૯, ૧૦; ૨કા ૩૬:૧૭, ૧૯; યવિ ૪:૧૧
યર્મિ. ૩૨:૨૯યર્મિ ૭:૧૮; ૧૯:૧૩; ૪૪:૨૫
યર્મિ. ૩૨:૩૦પુન ૯:૭; ૨રા ૧૭:૯
યર્મિ. ૩૨:૩૧૧રા ૧૧:૭; ૨રા ૨૧:૧, ૪
યર્મિ. ૩૨:૩૧૨રા ૨૩:૨૭; ૨૪:૩, ૪
યર્મિ. ૩૨:૩૨૧રા ૧૧:૯, ૧૦; ૨રા ૨૩:૨૬; ૧કા ૧૦:૧૩
યર્મિ. ૩૨:૩૨હઝ ૨૨:૬
યર્મિ. ૩૨:૩૨મીખ ૩:૫, ૧૧
યર્મિ. ૩૨:૩૩૨કા ૨૯:૬; યર્મિ ૨:૨૭
યર્મિ. ૩૨:૩૩યર્મિ ૨૫:૩; ૩૫:૧૫
યર્મિ. ૩૨:૩૪૨રા ૨૧:૧, ૪; યર્મિ ૨૩:૧૧; હઝ ૮:૫, ૬
યર્મિ. ૩૨:૩૫યહો ૧૫:૮, ૧૨
યર્મિ. ૩૨:૩૫૨કા ૨૮:૧, ૩; ૩૩:૧, ૬; યર્મિ ૭:૩૧
યર્મિ. ૩૨:૩૫લેવી ૧૮:૨૧; પુન ૧૮:૧૦, ૧૨
યર્મિ. ૩૨:૩૭પુન ૩૦:૩; યર્મિ ૨૯:૧૪; હઝ ૩૭:૨૧
યર્મિ. ૩૨:૩૭યર્મિ ૨૩:૩, ૬; ૩૩:૧૬; હઝ ૩૪:૨૫
યર્મિ. ૩૨:૩૮યર્મિ ૩૧:૩૩; મીખ ૪:૫
યર્મિ. ૩૨:૩૯હઝ ૧૧:૧૯
યર્મિ. ૩૨:૩૯પુન ૫:૨૯
યર્મિ. ૩૨:૪૦યશા ૫૫:૩; ૬૧:૮
યર્મિ. ૩૨:૪૦હઝ ૩૯:૨૯
યર્મિ. ૩૨:૪૦હઝ ૩૬:૨૬
યર્મિ. ૩૨:૪૧યશા ૬૫:૧૯; સફા ૩:૧૭
યર્મિ. ૩૨:૪૧યશા ૫૮:૧૧; યર્મિ ૨૪:૬; આમ ૯:૧૫
યર્મિ. ૩૨:૪૨યર્મિ ૩૧:૨૮; ઝખા ૮:૧૪, ૧૫
યર્મિ. ૩૨:૪૩હઝ ૩૭:૧૪
યર્મિ. ૩૨:૪૪યર્મિ ૩૨:૧૦, ૨૫
યર્મિ. ૩૨:૪૪યર્મિ ૩૧:૨૩
યર્મિ. ૩૨:૪૪યર્મિ ૧૭:૨૬; ૩૩:૧૩
યર્મિ. ૩૨:૪૪ગી ૧૨૬:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૩૨:૧-૪૪

યર્મિયા

૩૨ યહૂદાના રાજા સિદકિયાના શાસનના ૧૦મા વર્ષે, એટલે કે નબૂખાદનેસ્સારના* શાસનના ૧૮મા વર્ષે યહોવાનો સંદેશો યર્મિયાને મળ્યો.+ ૨ એ સમયે બાબેલોનના રાજાની સેનાએ યરૂશાલેમ પર ઘેરો નાખ્યો હતો. યહૂદાના રાજાના મહેલના ચોકીદારના આંગણામાં+ યર્મિયા પ્રબોધકને કેદમાં રાખ્યો હતો.* ૩ યહૂદાના રાજા સિદકિયાએ આવું કહીને તેને કેદમાં રાખ્યો હતો:+ “તું કેમ આવી ભવિષ્યવાણી કરે છે? તું જાહેર કરે છે, ‘યહોવા કહે છે: “હું આ શહેરને બાબેલોનના રાજાના હાથમાં સોંપીશ. તે એને કબજે કરી લેશે.+ ૪ યહૂદાનો રાજા સિદકિયા ખાલદીઓના હાથમાંથી બચી નહિ શકે. તેને ચોક્કસ બાબેલોનના રાજાના હાથમાં સોંપવામાં આવશે. તે તેને નજરોનજર જોશે અને તેની સાથે મોઢામોઢ વાત કરશે.”’+ ૫ યહોવા કહે છે, ‘તે સિદકિયાને બાબેલોન લઈ જશે. હું જ્યાં સુધી તેના પર ધ્યાન નહિ આપું, ત્યાં સુધી તે ત્યાં રહેશે. ભલે તમે ખાલદીઓની સામે લડશો, પણ તમે જીતી નહિ શકો.’”+

૬ યર્મિયાએ કહ્યું: “યહોવાએ મને આ સંદેશો આપ્યો, ૭ ‘તારા કાકા શાલ્લૂમનો દીકરો હનામએલ તારી પાસે આવશે અને તને કહેશે: “અનાથોથ શહેરમાં આવેલું મારું ખેતર તું ખરીદી લે.+ એને ખરીદવાનો* પહેલો હક તારો છે.”’”+

૮ યહોવાએ કહ્યું હતું એ પ્રમાણે મારા કાકાનો દીકરો હનામએલ ચોકીદારના આંગણામાં મારી પાસે આવ્યો. તેણે મને કહ્યું: “બિન્યામીન પ્રદેશના અનાથોથનું મારું ખેતર તું ખરીદી લે. એનો કબજો મેળવવાનો અને એને ખરીદવાનો હક તારો છે. તું એને પોતાના માટે ખરીદી લે.” ત્યારે મને જાણ થઈ કે એ યહોવાની ઇચ્છાથી થયું હતું.

૯ એટલે મેં મારા કાકાના દીકરા હનામએલ પાસેથી અનાથોથનું તેનું ખેતર ખરીદી લીધું. મેં તેને સાત શેકેલ* અને ચાંદીના દસ ટુકડા તોળી આપ્યા.+ ૧૦ પછી મેં એ ખેતરનો દસ્તાવેજ બનાવ્યો+ અને એના પર મહોર* મારી. મેં સાક્ષીઓને બોલાવ્યા+ અને એની કિંમત ત્રાજવામાં તોળી આપી. ૧૧ પછી મેં કાયદા અને નિયમ પ્રમાણે મહોર કરેલો એ દસ્તાવેજ લીધો. એની સાથે મહોર ન કરેલો દસ્તાવેજ પણ લીધો. ૧૨ મેં મહોર કરેલો દસ્તાવેજ મારા કાકાના દીકરા હનામએલની હાજરીમાં, દસ્તાવેજ પર સહી કરનાર સાક્ષીઓની હાજરીમાં અને ચોકીદારના આંગણામાં બેઠેલા યહૂદીઓની હાજરીમાં બારૂખને+ આપ્યો.+ બારૂખ માહસેયાના દીકરા નેરીયાનો દીકરો+ હતો.

૧૩ તેઓની હાજરીમાં મેં બારૂખને સૂચના આપી: ૧૪ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘મહોર કરેલો અને મહોર ન કરેલો દસ્તાવેજ તું લે. એ બંને દસ્તાવેજો તું માટીના વાસણમાં મૂક, જેથી એ લાંબો સમય સચવાઈ રહે.’ ૧૫ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘આ દેશમાં ઘરો, ખેતરો અને દ્રાક્ષાવાડીઓ ફરી ખરીદવામાં આવશે.’”+

૧૬ મેં નેરીયાના દીકરા બારૂખને મહોર કરેલો દસ્તાવેજ આપ્યો એ પછી મેં યહોવાને પ્રાર્થના કરી: ૧૭ “હે વિશ્વના માલિક યહોવા, જુઓ! તમે તમારી પ્રચંડ શક્તિથી અને તમારા બળવાન હાથથી આકાશો અને પૃથ્વી બનાવ્યાં છે.+ તમારા માટે કશું જ અશક્ય નથી. ૧૮ તમે હજારો પેઢીઓને અતૂટ પ્રેમ* બતાવો છો. પણ પિતાનાં પાપોની સજા તેઓના દીકરાઓ પર લાવો છો.*+ તમે સાચા ઈશ્વર* છો, મહાન અને શક્તિશાળી ઈશ્વર છો, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે. ૧૯ તમારા ઇરાદા* મહાન છે, તમારાં કામો શક્તિશાળી છે.+ માણસોના બધા માર્ગો પર તમારી નજર છે,+ જેથી તમે દરેકને તેના માર્ગો પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે ફળ આપી શકો.+ ૨૦ ઇજિપ્ત દેશમાં તમે જે નિશાનીઓ અને ચમત્કારો બતાવ્યાં, એ આજે પણ જાણીતાં છે. તમે ઇઝરાયેલમાં અને માણસોમાં પોતાના માટે મોટું નામ બનાવ્યું,+ જે આજે પણ જગજાહેર છે. ૨૧ તમે ભયાનક કામો કરીને, નિશાનીઓ અને ચમત્કારો બતાવીને તેમજ પોતાના શક્તિશાળી અને બળવાન હાથથી તમારા ઇઝરાયેલી લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.+

૨૨ “સમય જતાં તમે તેઓને દૂધ-મધની રેલમછેલવાળો આ દેશ આપ્યો.+ એ દેશ આપવાના તમે તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ ૨૩ તેઓએ આવીને એ દેશ કબજે કર્યો, પણ તેઓએ તમારું સાંભળ્યું નહિ કે તમારા નિયમ પ્રમાણે ચાલ્યા નહિ. તમે તેઓને જે આજ્ઞાઓ આપી હતી, એમાંની એકેય તેઓએ માની નહિ. એટલે તમે તેઓ પર આ બધી આફતો લઈ આવ્યા.+ ૨૪ જુઓ! આ શહેરને કબજે કરવા માણસોએ ઘેરો નાખ્યો છે.+ તલવાર,+ દુકાળ અને ભયંકર રોગચાળાને*+ લીધે આ શહેર ખાલદીઓના હાથમાં જશે, જેઓ આ શહેર વિરુદ્ધ લડી રહ્યા છે. જુઓ! તમારો એકેએક શબ્દ સાચો પડ્યો છે. ૨૫ પણ હે વિશ્વના માલિક યહોવા, આ શહેર તો ખાલદીઓના હાથમાં સોંપવામાં આવ્યું છે. તો પછી તમે કેમ કહો છો, ‘કિંમત ચૂકવીને તારા માટે ખેતર ખરીદ અને સાક્ષીઓને બોલાવ’?”

૨૬ ત્યારે યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨૭ “હું યહોવા છું, હું આખી માણસજાતનો ઈશ્વર છું. શું મારા માટે કંઈ પણ અશક્ય છે? ૨૮ એટલે યહોવા કહે છે, ‘હું આ શહેરને ખાલદીઓના હાથમાં અને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* હાથમાં સોંપું છું. તે એને કબજે કરી લેશે.+ ૨૯ આ શહેર વિરુદ્ધ લડનાર ખાલદીઓ અંદર ઘૂસી આવશે. તેઓ આ શહેરને આગ લગાવશે અને એને ફૂંકી મારશે.+ તેઓ એ ઘરોને પણ બાળી નાખશે, જેની છત પર લોકોએ બઆલને બલિદાનો ચઢાવીને અને બીજા દેવોને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવીને મને ગુસ્સે કર્યો હતો.’+

૩૦ “યહોવા કહે છે, ‘ઇઝરાયેલ અને યહૂદાના લોકોએ પોતાની યુવાનીથી મારી નજરમાં જે ખરાબ છે એ જ કર્યું છે.+ ઇઝરાયેલના લોકોએ પોતાનાં કામોથી મને ગુસ્સે કર્યો છે. ૩૧ આ શહેર બંધાયું ત્યારથી લઈને આજ સુધી તેઓએ મને ગુસ્સે કર્યો છે અને મારો ક્રોધ ભડકાવ્યો છે.+ એટલે હું એને મારી નજર આગળથી દૂર કરી દઈશ.+ ૩૨ કેમ કે ઇઝરાયેલ અને યહૂદાના લોકોએ દુષ્ટ કામો કરીને મને ગુસ્સે કર્યો છે. તેઓએ, તેઓના રાજાઓએ,+ અધિકારીઓએ,+ યાજકોએ, પ્રબોધકોએ,+ યહૂદાના માણસોએ અને યરૂશાલેમના રહેવાસીઓએ એવું કર્યું છે. ૩૩ મારી સામે જોવાને બદલે તેઓએ અનેક વાર મારાથી પીઠ ફેરવી છે.+ મેં તેઓને વારંવાર* શીખવવાની કોશિશ કરી, પણ તેઓએ મારું સાંભળ્યું નહિ કે મારી શિસ્ત* સ્વીકારી નહિ.+ ૩૪ મારા નામે ઓળખાતા ઘરમાં તેઓએ ધિક્કારપાત્ર મૂર્તિઓ મૂકી છે. આમ તેઓએ મારા મંદિરને અપવિત્ર કર્યું છે.+ ૩૫ તેઓએ બઆલ માટે હિન્‍નોમની ખીણમાં*+ ભક્તિ-સ્થળો બાંધ્યાં, જેથી મોલેખ* આગળ પોતાનાં દીકરા-દીકરીઓને આગમાં બલિ ચઢાવી શકે.+ મેં તેઓને એવું કરવાની આજ્ઞા આપી ન હતી,+ મારા દિલમાં એવો વિચાર પણ આવ્યો ન હતો કે એવાં કામોથી તેઓ યહૂદા પાસે પાપ કરાવે.’

૩૬ “તમે લોકો કહો છો, ‘તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાને લીધે આ શહેરને બાબેલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે.’ પણ ઇઝરાયેલના ઈશ્વર યહોવા એ શહેર વિશે કહે છે, ૩૭ ‘મેં ગુસ્સે થઈને, ક્રોધે ભરાઈને અને રોષે ચઢીને તેઓને જે દેશોમાં વિખેરી નાખ્યા હતા, ત્યાંથી હું તેઓને ભેગા કરીશ.+ હું તેઓને આ જગ્યાએ પાછા લાવીશ અને તેઓ સુખ-શાંતિમાં રહેશે.+ ૩૮ તેઓ મારા લોકો બનશે અને હું તેઓનો ઈશ્વર બનીશ.+ ૩૯ હું તેઓને એક દિલ આપીશ+ અને એક રસ્તે ચલાવીશ, જેથી તેઓ હંમેશાં મારો ડર રાખે. જો તેઓ એમ કરશે, તો તેઓનું અને તેઓનાં બાળકોનું ભલું થશે.+ ૪૦ હું તેઓ સાથે એક કરાર કરીશ, જે કાયમ ટકશે.+ એ કરાર પ્રમાણે હું હંમેશાં તેઓનું ભલું કરીશ.+ હું તેઓનાં હૃદયોમાં મારો ડર મૂકીશ, જેથી તેઓ મારાથી દૂર ન જાય.+ ૪૧ તેઓનું ભલું કરવામાં મને ખુશી થશે.+ હું તેઓને મારા પૂરા દિલથી અને પૂરા જીવથી* આ દેશમાં વસાવીશ.’”*+

૪૨ “યહોવા કહે છે, ‘હું આ લોકો પર આફતો લાવ્યો હતો. પણ હવે હું મારા વચન પ્રમાણે તેઓને સારી સારી વસ્તુઓ આપીશ.+ ૪૩ તમે કહો છો, “આ દેશ ઉજ્જડ થઈ ગયો છે. એમાં ન માણસો વસે છે, ન પ્રાણીઓ. એ ખાલદીઓના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે.” પણ આ દેશમાં ખેતરો ફરી ખરીદવામાં આવશે.’+

૪૪ “યહોવા કહે છે, ‘કિંમત ચૂકવીને ખેતરો ખરીદવામાં આવશે, વેચાણના દસ્તાવેજોની નોંધ કરવામાં આવશે, એના પર મહોર મારવામાં આવશે અને સાક્ષીઓ બોલાવવામાં આવશે. એ બધું બિન્યામીનના પ્રદેશમાં,+ યરૂશાલેમની આસપાસના પ્રદેશમાં, યહૂદાનાં શહેરોમાં,+ પહાડી વિસ્તારોનાં શહેરોમાં, શેફેલાહનાં* શહેરોમાં+ અને દક્ષિણનાં શહેરોમાં થશે. કેમ કે હું તેઓના ગુલામોને પાછા લાવીશ.’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો