વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયાનો વિલાપ ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયાનો વિલાપ મુખ્ય વિચારો

      • યર્મિયાની લાગણી અને આશા

        • ‘હું ધીરજથી રાહ જોઈશ’ (૨૧)

        • ઈશ્વર રોજ સવારે દયા વરસાવે છે (૨૨, ૨૩)

        • જે માણસ ઈશ્વરમાં આશા રાખે છે, તેના માટે તે ભલા છે (૨૫)

        • યુવાનીમાં ઝૂંસરી ઉપાડવી સારું છે (૨૭)

        • વાદળથી પોતાને ઢાંકીને ઈશ્વરે દરેક રસ્તો બંધ કર્યો છે (૪૩, ૪૪)

યર્મિયાનો વિલાપ ૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૧૦

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૩:૨

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫, ૨૯; યર્મિ ૧૩:૧૬

યર્મિયાનો વિલાપ ૩:૩

એને લગતી કલમો

  • +યશા ૬૩:૧૦

યર્મિયાનો વિલાપ ૩:૫

એને લગતી કલમો

  • +યર્મિ ૮:૧૪; ૯:૧૫; યવિ ૩:૧૯

યર્મિયાનો વિલાપ ૩:૭

એને લગતી કલમો

  • +યર્મિ ૩૯:૭

યર્મિયાનો વિલાપ ૩:૮

ફૂટનોટ

  • *

    અથવા, “રોકી દે છે.”

એને લગતી કલમો

  • +ગી ૮૦:૪; ૧૦૨:૨; યશા ૧:૧૫; મીખ ૩:૪

યર્મિયાનો વિલાપ ૩:૯

એને લગતી કલમો

  • +યશા ૬૩:૧૭

યર્મિયાનો વિલાપ ૩:૧૦

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૩૯, ૪૦; હો ૫:૧૪; આમ ૫:૧૮, ૧૯

યર્મિયાનો વિલાપ ૩:૧૧

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “મને નકામો પડી રહેવા દીધો છે.”

એને લગતી કલમો

  • +યર્મિ ૬:૮; ૩૨:૪૩

યર્મિયાનો વિલાપ ૩:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “મારાં મૂત્રપિંડો.”

યર્મિયાનો વિલાપ ૩:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૯:૧૫; ૨૩:૧૫

યર્મિયાનો વિલાપ ૩:૧૬

એને લગતી કલમો

  • +ગી ૧૦૨:૯; યર્મિ ૬:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૧૦

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૧

યર્મિયાનો વિલાપ ૩:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “ભલાઈ.”

યર્મિયાનો વિલાપ ૩:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૩:૧૯

એને લગતી કલમો

  • +યર્મિ ૯:૧૫; યવિ ૩:૫
  • +નહે ૯:૩૨; ગી ૧૩૭:૧

યર્મિયાનો વિલાપ ૩:૨૦

એને લગતી કલમો

  • +ગી ૧૧૩:૫-૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૧૧

યર્મિયાનો વિલાપ ૩:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “રાહ જોવાનું વલણ બતાવીશ.”

એને લગતી કલમો

  • +ગી ૧૩૦:૬-૮; મીખ ૭:૭

યર્મિયાનો વિલાપ ૩:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +એઝ ૯:૮
  • +નહે ૯:૩૧; યર્મિ ૩૦:૧૧; મીખ ૭:૧૮

યર્મિયાનો વિલાપ ૩:૨૩

એને લગતી કલમો

  • +ગી ૩૦:૫
  • +પુન ૩૨:૪; ગી ૩૬:૫

યર્મિયાનો વિલાપ ૩:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “હું કહું છું.”

  • *

    અથવા, “હું રાહ જોવાનું વલણ બતાવીશ.”

એને લગતી કલમો

  • +ગી ૧૬:૫; ૭૩:૨૬; ૧૪૨:૫
  • +ગી ૧૩૦:૬-૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૧, પાન ૧૧-૧૩

યર્મિયાનો વિલાપ ૩:૨૫

ફૂટનોટ

  • *

    મૂળ, “જે તેમને શોધે છે.”

એને લગતી કલમો

  • +ગી ૨૫:૩; ૧૩૦:૫; યશા ૨૫:૯; ૩૦:૧૮; મીખ ૭:૭
  • +૧કા ૨૮:૯; યશા ૨૬:૯; સફા ૨:૩

યર્મિયાનો વિલાપ ૩:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “ચૂપ રહીને.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૬:૬
  • +ગી ૩૭:૭

યર્મિયાનો વિલાપ ૩:૨૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૭૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૧૧

    ૫/૧/૧૯૯૭, પાન ૩૨

યર્મિયાનો વિલાપ ૩:૨૮

એને લગતી કલમો

  • +ગી ૩૯:૮, ૯; યવિ ૩:૩૯

યર્મિયાનો વિલાપ ૩:૨૯

એને લગતી કલમો

  • +હઝ ૧૬:૬૩
  • +યોએ ૨:૧૨-૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૧૧

યર્મિયાનો વિલાપ ૩:૩૧

એને લગતી કલમો

  • +યર્મિ ૩:૧૨; ૩૧:૩૭; ૩૨:૪૦; મીખ ૭:૧૮

યર્મિયાનો વિલાપ ૩:૩૨

ફૂટનોટ

  • *

    અથવા, “અતૂટ પ્રેમને.”

એને લગતી કલમો

  • +ગી ૩૦:૫; ૧૦૩:૯, ૧૧; યશા ૫૪:૭; યર્મિ ૩૧:૨૦

યર્મિયાનો વિલાપ ૩:૩૩

એને લગતી કલમો

  • +યશા ૫૫:૭; હઝ ૩૩:૧૧; ૨પિ ૩:૯

યર્મિયાનો વિલાપ ૩:૩૪

એને લગતી કલમો

  • +ગી ૧૦૨:૧૯, ૨૦

યર્મિયાનો વિલાપ ૩:૩૫

એને લગતી કલમો

  • +ગી ૧૨:૫; ની ૧૭:૧૫

યર્મિયાનો વિલાપ ૩:૩૯

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૧૦; મીખ ૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૧૧

યર્મિયાનો વિલાપ ૩:૪૦

એને લગતી કલમો

  • +હાગ ૧:૫
  • +પુન ૪:૩૦; યશા ૫૫:૭; યોએ ૨:૧૩

યર્મિયાનો વિલાપ ૩:૪૧

એને લગતી કલમો

  • +પુન ૪:૨૯; ૨કા ૭:૧૪; ૩૪:૨૭

યર્મિયાનો વિલાપ ૩:૪૨

એને લગતી કલમો

  • +નહે ૯:૨૬
  • +૨રા ૨૪:૩, ૪; દા ૯:૫, ૧૨

યર્મિયાનો વિલાપ ૩:૪૩

એને લગતી કલમો

  • +ની ૧૫:૮
  • +પુન ૪:૨૬; યવિ ૨:૨; હઝ ૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૩:૪૪

એને લગતી કલમો

  • +ગી ૮૦:૪; ની ૧૫:૨૯; ૨૮:૯; યશા ૧:૧૫; મીખ ૩:૪; ઝખા ૭:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૩:૪૬

એને લગતી કલમો

  • +યવિ ૨:૧૬

યર્મિયાનો વિલાપ ૩:૪૭

ફૂટનોટ

  • *

    અથવા, “ખાડો.”

એને લગતી કલમો

  • +યશા ૫૧:૧૯; યર્મિ ૪:૬
  • +પુન ૨૮:૬૬, ૬૭

યર્મિયાનો વિલાપ ૩:૪૮

એને લગતી કલમો

  • +યર્મિ ૯:૧

યર્મિયાનો વિલાપ ૩:૪૯

એને લગતી કલમો

  • +યર્મિ ૧૪:૧૭; યવિ ૧:૧૬

યર્મિયાનો વિલાપ ૩:૫૦

એને લગતી કલમો

  • +ગી ૮૦:૧૪; ૧૦૨:૧૯-૨૧; યશા ૬૩:૧૫

યર્મિયાનો વિલાપ ૩:૫૧

એને લગતી કલમો

  • +યર્મિ ૧૧:૨૨

યર્મિયાનો વિલાપ ૩:૫૫

એને લગતી કલમો

  • +ગી ૧૩૦:૧; યૂના ૨:૧, ૨

યર્મિયાનો વિલાપ ૩:૫૮

એને લગતી કલમો

  • +યર્મિ ૫૦:૩૪

યર્મિયાનો વિલાપ ૩:૫૯

એને લગતી કલમો

  • +યર્મિ ૫૧:૩૬, ૩૭

યર્મિયાનો વિલાપ ૩:૬૧

એને લગતી કલમો

  • +ગી ૭૪:૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ય.વિ. ૩:૨પુન ૨૮:૧૫, ૨૯; યર્મિ ૧૩:૧૬
ય.વિ. ૩:૩યશા ૬૩:૧૦
ય.વિ. ૩:૫યર્મિ ૮:૧૪; ૯:૧૫; યવિ ૩:૧૯
ય.વિ. ૩:૭યર્મિ ૩૯:૭
ય.વિ. ૩:૮ગી ૮૦:૪; ૧૦૨:૨; યશા ૧:૧૫; મીખ ૩:૪
ય.વિ. ૩:૯યશા ૬૩:૧૭
ય.વિ. ૩:૧૦અયૂ ૩૮:૩૯, ૪૦; હો ૫:૧૪; આમ ૫:૧૮, ૧૯
ય.વિ. ૩:૧૧યર્મિ ૬:૮; ૩૨:૪૩
ય.વિ. ૩:૧૫યર્મિ ૯:૧૫; ૨૩:૧૫
ય.વિ. ૩:૧૬ગી ૧૦૨:૯; યર્મિ ૬:૨૬
ય.વિ. ૩:૧૯યર્મિ ૯:૧૫; યવિ ૩:૫
ય.વિ. ૩:૧૯નહે ૯:૩૨; ગી ૧૩૭:૧
ય.વિ. ૩:૨૦ગી ૧૧૩:૫-૭
ય.વિ. ૩:૨૧ગી ૧૩૦:૬-૮; મીખ ૭:૭
ય.વિ. ૩:૨૨એઝ ૯:૮
ય.વિ. ૩:૨૨નહે ૯:૩૧; યર્મિ ૩૦:૧૧; મીખ ૭:૧૮
ય.વિ. ૩:૨૩ગી ૩૦:૫
ય.વિ. ૩:૨૩પુન ૩૨:૪; ગી ૩૬:૫
ય.વિ. ૩:૨૪ગી ૧૬:૫; ૭૩:૨૬; ૧૪૨:૫
ય.વિ. ૩:૨૪ગી ૧૩૦:૬-૮
ય.વિ. ૩:૨૫ગી ૨૫:૩; ૧૩૦:૫; યશા ૨૫:૯; ૩૦:૧૮; મીખ ૭:૭
ય.વિ. ૩:૨૫૧કા ૨૮:૯; યશા ૨૬:૯; સફા ૨:૩
ય.વિ. ૩:૨૬ગી ૧૧૬:૬
ય.વિ. ૩:૨૬ગી ૩૭:૭
ય.વિ. ૩:૨૭ગી ૧૧૯:૭૧
ય.વિ. ૩:૨૮ગી ૩૯:૮, ૯; યવિ ૩:૩૯
ય.વિ. ૩:૨૯હઝ ૧૬:૬૩
ય.વિ. ૩:૨૯યોએ ૨:૧૨-૧૪
ય.વિ. ૩:૩૧યર્મિ ૩:૧૨; ૩૧:૩૭; ૩૨:૪૦; મીખ ૭:૧૮
ય.વિ. ૩:૩૨ગી ૩૦:૫; ૧૦૩:૯, ૧૧; યશા ૫૪:૭; યર્મિ ૩૧:૨૦
ય.વિ. ૩:૩૩યશા ૫૫:૭; હઝ ૩૩:૧૧; ૨પિ ૩:૯
ય.વિ. ૩:૩૪ગી ૧૦૨:૧૯, ૨૦
ય.વિ. ૩:૩૫ગી ૧૨:૫; ની ૧૭:૧૫
ય.વિ. ૩:૩૯ગી ૧૦૩:૧૦; મીખ ૭:૯
ય.વિ. ૩:૪૦હાગ ૧:૫
ય.વિ. ૩:૪૦પુન ૪:૩૦; યશા ૫૫:૭; યોએ ૨:૧૩
ય.વિ. ૩:૪૧પુન ૪:૨૯; ૨કા ૭:૧૪; ૩૪:૨૭
ય.વિ. ૩:૪૨નહે ૯:૨૬
ય.વિ. ૩:૪૨૨રા ૨૪:૩, ૪; દા ૯:૫, ૧૨
ય.વિ. ૩:૪૩ની ૧૫:૮
ય.વિ. ૩:૪૩પુન ૪:૨૬; યવિ ૨:૨; હઝ ૯:૧૦
ય.વિ. ૩:૪૪ગી ૮૦:૪; ની ૧૫:૨૯; ૨૮:૯; યશા ૧:૧૫; મીખ ૩:૪; ઝખા ૭:૧૩
ય.વિ. ૩:૪૬યવિ ૨:૧૬
ય.વિ. ૩:૪૭યશા ૫૧:૧૯; યર્મિ ૪:૬
ય.વિ. ૩:૪૭પુન ૨૮:૬૬, ૬૭
ય.વિ. ૩:૪૮યર્મિ ૯:૧
ય.વિ. ૩:૪૯યર્મિ ૧૪:૧૭; યવિ ૧:૧૬
ય.વિ. ૩:૫૦ગી ૮૦:૧૪; ૧૦૨:૧૯-૨૧; યશા ૬૩:૧૫
ય.વિ. ૩:૫૧યર્મિ ૧૧:૨૨
ય.વિ. ૩:૫૫ગી ૧૩૦:૧; યૂના ૨:૧, ૨
ય.વિ. ૩:૫૮યર્મિ ૫૦:૩૪
ય.વિ. ૩:૫૯યર્મિ ૫૧:૩૬, ૩૭
ય.વિ. ૩:૬૧ગી ૭૪:૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
  • ૫૩
  • ૫૪
  • ૫૫
  • ૫૬
  • ૫૭
  • ૫૮
  • ૫૯
  • ૬૦
  • ૬૧
  • ૬૨
  • ૬૩
  • ૬૪
  • ૬૫
  • ૬૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયાનો વિલાપ ૩:૧-૬૬

યર્મિયાનો વિલાપ

א [આલેફ]

૩ હું એવો માણસ છું, જેણે ઈશ્વરના ક્રોધની સોટીને લીધે લોકોને દુઃખી થતા જોયા છે.

 ૨ તેમણે મને તગેડી મૂક્યો છે. તે મને રોશનીમાં નહિ, પણ અંધકારમાં ચલાવે છે.+

 ૩ આખો દિવસ તે વારંવાર મને ફટકા મારે છે.+

ב [બેથ]

 ૪ તેમણે મારી ચામડી ઉખેડી નાખી છે, મારું માંસ ખેંચી કાઢ્યું છે.

તેમણે મારાં હાડકાં તોડી નાખ્યાં છે.

 ૫ તેમણે મને ઘેરી લીધો છે. ઝેરી કડવાશે+ અને વિપત્તિએ ચારે બાજુથી મને સકંજામાં લીધો છે.

 ૬ વર્ષો અગાઉ મરેલા માણસની જેમ તેમણે મને અંધકારમાં રહેવાની ફરજ પાડી છે.

ג [ગિમેલ]

 ૭ તેમણે મારી ફરતે દીવાલ ચણી છે, જેથી હું છટકી ન શકું.

તેમણે મને તાંબાની ભારે બેડીઓથી બાંધી દીધો છે.+

 ૮ જ્યારે હું લાચાર થઈને મદદ માટે કાલાવાલા કરું છું, ત્યારે તે મારી પ્રાર્થનાઓ સાંભળતા નથી.*+

 ૯ તેમણે પથ્થરોથી મારા માર્ગો રોકી દીધા છે,

મારા રસ્તાઓ વાંકાચૂકા કરી દીધા છે.+

ד [દાલેથ]

૧૦ સંતાયેલા રીંછની જેમ તે મારી રાહ જુએ છે,

સિંહની જેમ છુપાઈને તે મારા પર તરાપ મારે છે.+

૧૧ તેમણે મને માર્ગમાંથી ખસેડી નાખ્યો છે, મારા ટુકડે-ટુકડા કરી નાખ્યા છે.*

તેમણે મને એકલો-અટૂલો કરી દીધો છે.+

૧૨ તેમણે પોતાની કમાન ખેંચી છે, તેમણે મને બાણનું નિશાન બનાવ્યો છે.

ה [હે]

૧૩ તેમણે પોતાના ભાથાનાં બાણોથી મારું કાળજું* વીંધી નાખ્યું છે.

૧૪ બધા લોકો મારી ઠેકડી ઉડાવે છે, આખો દિવસ ગીતો ગાઈને મારી મશ્કરી કરે છે.

૧૫ તેમણે મને કડવી વસ્તુઓથી ભરી દીધો છે, કડવા છોડનો* રસ પિવડાવ્યો છે.+

ו [વાવ]

૧૬ તે કાંકરાથી મારા દાંત તોડે છે.

તે મને રાખમાં રગદોળે છે.+

૧૭ તમે મારી શાંતિ છીનવી લીધી છે, સુખ* કોને કહેવાય એ હું ભૂલી ગયો છું.

૧૮ એટલે મેં કહ્યું: “મારો વૈભવ જતો રહ્યો છે, યહોવાથી મને ખૂબ આશા હતી, પણ હવે એ મરી પરવારી છે.”

ז [ઝાયિન]

૧૯ હું કેટલા દુઃખમાં છું, હું ઘરબાર વગરનો થઈ ગયો છું, કડવો છોડ અને કડવું ઝેર ખાઈ રહ્યો છું,+ એ યાદ રાખજો.+

૨૦ તમે મને જરૂર યાદ કરશો અને નીચા નમીને મને મદદ કરશો.+

૨૧ હું એનો વિચાર કરીશ અને ધીરજથી તમારી રાહ જોઈશ.*+

ח [હેથ]

૨૨ યહોવાના અતૂટ પ્રેમને* લીધે અમારો અંત આવ્યો નથી.+

તેમની દયાનો કોઈ પાર નથી.+

૨૩ તે રોજ સવારે દયા વરસાવે છે,+ તે હંમેશાં ભરોસાપાત્ર છે.+

૨૪ મેં કહ્યું:* “યહોવા મારો હિસ્સો છે,+ હું ધીરજથી તેમની રાહ જોઈશ.”*+

ט [ટેથ]

૨૫ જે માણસ યહોવામાં આશા રાખે છે,+ જે તેમની ભક્તિ કરે છે,*+ તેના માટે તે ભલા છે.

૨૬ યહોવા તરફથી મળતા ઉદ્ધાર માટે+ ધીરજથી* રાહ જોવી સારું છે.+

૨૭ માણસ પોતાની યુવાનીમાં ઝૂંસરી* ઉપાડે એ તેના માટે સારું છે.+

י [યોદ]

૨૮ ઈશ્વર તેના પર બોજો મૂકે ત્યારે, તે ચૂપચાપ એકલો બેસી રહે.+

૨૯ તે પોતાનું મોં ધૂળમાં નાખે,+ કદાચ તેના બચવાની હજી કોઈ આશા હોય.+

૩૦ લાફો મારનારની સામે તે પોતાનો ગાલ ધરે અને પૂરેપૂરું અપમાન સહે.

כ [કાફ]

૩૧ કેમ કે યહોવા આપણને હંમેશ માટે ત્યજી દેશે નહિ.+

૩૨ ભલે તેમણે દુઃખ આપ્યું, પણ પોતાના મહાન પ્રેમને* લીધે તે આપણને જરૂર દયા બતાવશે.+

૩૩ માણસના દીકરાઓ પર સતાવણી કે સજા લાવીને તેમને ખુશી મળતી નથી.+

ל [લામેદ]

૩૪ પૃથ્વીના બધા કેદીઓને પગ નીચે કચડી નાખવા,+

૩૫ સર્વોચ્ચ ઈશ્વર આગળ ન્યાય મેળવવાનો કોઈનો હક છીનવી લેવો+

૩૬ અને મુકદ્દમામાં કોઈને દગો કરવો,

એ બધું યહોવા ચલાવી લેતા નથી.

מ [મેમ]

૩૭ યહોવા આજ્ઞા ન આપે ત્યાં સુધી કોણ એ વિશે બોલી શકે, કોણ એને પૂરું કરી શકે?

૩૮ સર્વોચ્ચ ઈશ્વરના મોંમાંથી સારી અને ખરાબ વાતો એક સાથે નીકળતી નથી.

૩૯ જીવતા માણસે કેમ પાપનાં પરિણામની ફરિયાદ કરવી જોઈએ?+

נ [નૂન]

૪૦ ચાલો, આપણા માર્ગોની તપાસ અને પરખ કરીએ.+

ચાલો, યહોવા પાસે પાછા ફરીએ.+

૪૧ આકાશોના ઈશ્વર તરફ હાથ ફેલાવીએ અને પૂરા દિલથી કહીએ:+

૪૨ “અમે ભૂલ કરી છે, અમે બંડ પોકાર્યું છે+ અને તમે અમને માફ કર્યા નથી.+

ס [સામેખ]

૪૩ ગુસ્સે ભરાઈને તમે અમારો રસ્તો રોક્યો,+ જેથી અમે તમારી પાસે આવી ન શકીએ.

તમે અમારો પીછો કર્યો અને નિર્દય બનીને અમને મારી નાખ્યા.+

૪૪ તમે વાદળથી પોતાને ઢાંકીને દરેક રસ્તો બંધ કર્યો, જેથી અમારી પ્રાર્થનાઓ તમારા સુધી ન પહોંચે.+

૪૫ તમે અમને બધા લોકોમાં કચરા અને મેલ જેવા બનાવો છો.”

פ [પે]

૪૬ અમારા દુશ્મનો અમારી વિરુદ્ધ મોં ખોલે છે.+

૪૭ ડર, ફાંદો,* દુર્દશા અને બરબાદી+ અમારો હિસ્સો છે.+

૪૮ મારા લોકોની દીકરીની પડતી જોઈને મારાં આંસુનો ધોધ વહે છે.+

ע [આયિન]

૪૯ મારી આંખો રડ્યા કરે છે, મારાં આંસુ ત્યાં સુધી નહિ અટકે,+

૫૦ જ્યાં સુધી યહોવા સ્વર્ગમાંથી મારા પર નજર નહિ કરે.+

૫૧ મારા શહેરની દીકરીઓના હાલ જોઈને મારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં.+

צ [સાદે]

૫૨ મારા દુશ્મનોએ કારણ વગર મારો શિકાર કર્યો છે, જાણે પક્ષીનો શિકાર કરતા હોય.

૫૩ તેઓએ મને ખાડામાં નાખીને હંમેશ માટે ચૂપ કરી દીધો.

તેઓ મારા પર પથ્થરો નાખતા રહ્યા.

૫૪ પાણી મારા માથા ઉપરથી વહેવા લાગ્યું અને મેં કહ્યું: “હવે તો મારું આવી બન્યું!”

ק [કોફ]

૫૫ હે યહોવા, ખાડાના ઊંડાણમાંથી મેં તમારા નામનો પોકાર કર્યો.+

૫૬ મારો અવાજ સાંભળો. હું મદદ માટે પોકાર કરું, રાહત માટે આજીજી કરું ત્યારે તમારો કાન બંધ ન કરો.

૫૭ મેં પોકાર કર્યો એ દિવસે તમે મારી નજીક આવ્યા. તમે કહ્યું: “તું જરાય ડરીશ નહિ.”

ר [રેશ]

૫૮ હે યહોવા, તમે મારો મુકદ્દમો લડ્યા છો. તમે મારો જીવ બચાવ્યો છે.+

૫૯ હે યહોવા, કૃપા કરીને મને ન્યાય આપો, કેમ કે મારા પર થયેલો અન્યાય તમે જોયો છે.+

૬૦ તેઓનો વેરભાવ અને મારી વિરુદ્ધ ઘડેલાં કાવતરાં તમે જોયાં છે.

ש [સીન] કે [શીન]

૬૧ હે યહોવા, તમે તેઓનાં મહેણાં અને મારી વિરુદ્ધના કાવાદાવા સાંભળ્યાં છે.+

૬૨ આખો દિવસ તેઓ મારી વિરુદ્ધ વાતો અને ગુસપુસ કરે છે, એ પણ તમે સાંભળ્યું છે.

૬૩ તેઓને જુઓ, ઊઠતાં-બેસતાં તેઓ ગીતો ગાઈને મારી મશ્કરી કરે છે.

ת [તાવ]

૬૪ હે યહોવા, તમે તેઓનાં કરતૂતોનો બદલો જરૂર વાળી આપશો.

૬૫ તમે તેઓને શ્રાપ આપશો અને તેઓનું દિલ પથ્થર જેવું કરી દેશો.

૬૬ હે યહોવા, તમે રોષે ભરાઈને તેઓનો પીછો કરશો અને પૃથ્વી પરથી તેઓનો સર્વનાશ કરશો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો