વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • ઇઝરાયેલીઓ સમુદ્ર પાસે પહોંચે છે (૧-૪)

      • રાજા ઇઝરાયેલીઓનો પીછો કરે છે (૫-૧૪)

      • ઇઝરાયેલીઓ લાલ સમુદ્ર પાર કરે છે (૧૫-૨૫)

      • ઇજિપ્તવાસીઓ સમુદ્રમાં ડૂબી જાય છે (૨૬-૨૮)

      • ઇઝરાયેલીઓ યહોવામાં ભરોસો મૂકે છે (૨૯-૩૧)

નિર્ગમન ૧૪:૨

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ લાલ સમુદ્રને બતાવે છે.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૧૭, ૧૮

નિર્ગમન ૧૪:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૧૩; રોમ ૯:૧૭, ૧૮
  • +નિર્ગ ૯:૧૫, ૧૬; ૧૫:૧૧; ૧૮:૧૦, ૧૧; યહો ૨:૯, ૧૦
  • +નિર્ગ ૭:૫; ૮:૨૨

નિર્ગમન ૧૪:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૯/૨૦૧૬, પાન ૫

નિર્ગમન ૧૪:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૩

નિર્ગમન ૧૪:૮

ફૂટનોટ

  • *

    ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૩

નિર્ગમન ૧૪:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૯

નિર્ગમન ૧૪:૧૦

એને લગતી કલમો

  • +યહો ૨૪:૬, ૭; નહે ૯:૯

નિર્ગમન ૧૪:૧૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૩; ૧૭:૩; ગણ ૧૪:૨-૪; ગી ૧૦૬:૭

નિર્ગમન ૧૪:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૫:૨૧; ૬:૬, ૯

નિર્ગમન ૧૪:૧૩

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૯; પુન ૨૦:૩; ૨કા ૨૦:૧૫, ૧૭; ગી ૨૭:૧; ૪૬:૧; યશા ૪૧:૧૦
  • +૨કા ૨૦:૧૭
  • +નિર્ગ ૧૪:૩૦; ૧૫:૫; ગી ૧૩૬:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૩, પાન ૪

નિર્ગમન ૧૪:૧૪

એને લગતી કલમો

  • +પુન ૧:૩૦; ૨૦:૪; ૨કા ૨૦:૨૯

નિર્ગમન ૧૪:૧૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૯:૧૫, ૧૬

નિર્ગમન ૧૪:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૪; રોમ ૯:૧૭, ૧૮

નિર્ગમન ૧૪:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૪૮:૧૬; નિર્ગ ૩૨:૩૪; ગણ ૨૦:૧૬; યહૂ ૯
  • +નિર્ગ ૧૩:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૨, પાન ૧૫

નિર્ગમન ૧૪:૨૦

એને લગતી કલમો

  • +યહો ૨૪:૬, ૭
  • +ગી ૧૦૫:૩૯

નિર્ગમન ૧૪:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૧૬; પ્રેકા ૭:૩૬
  • +નહે ૯:૧૦, ૧૧; ગી ૭૮:૧૩; ૧૩૬:૧૩; યશા ૬૩:૧૨
  • +યહો ૨:૯, ૧૦; ગી ૬૬:૬; ૧૦૬:૯; ૧૧૪:૩

નિર્ગમન ૧૪:૨૨

એને લગતી કલમો

  • +૧કો ૧૦:૧; હિબ્રૂ ૧૧:૨૯
  • +નિર્ગ ૧૫:૮

નિર્ગમન ૧૪:૨૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૧૭

નિર્ગમન ૧૪:૨૪

ફૂટનોટ

  • *

    એટલે કે, આશરે સવારના ૨:૦૦થી ૬:૦૦ સુધીનો સમયગાળો.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨૧

નિર્ગમન ૧૪:૨૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૪

નિર્ગમન ૧૪:૨૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧, ૪

નિર્ગમન ૧૪:૨૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૫, ૧૦; પુન ૧૧:૩, ૪; યહો ૨૪:૬, ૭; નહે ૯:૧૦, ૧૧; ગી ૭૮:૫૩; હિબ્રૂ ૧૧:૨૯
  • +નિર્ગ ૧૪:૧૩; ગી ૧૦૬:૧૧; ૧૩૬:૧૫

નિર્ગમન ૧૪:૨૯

એને લગતી કલમો

  • +ગી ૭૭:૧૯
  • +નિર્ગ ૧૫:૮

નિર્ગમન ૧૪:૩૦

એને લગતી કલમો

  • +પુન ૪:૨૦; ગી ૧૦૬:૮-૧૧

નિર્ગમન ૧૪:૩૧

ફૂટનોટ

  • *

    મૂળ, “પોતાના મહાન હાથથી.”

  • *

    શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૩૧; ૧૯:૯; ગી ૧૦૬:૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૧૪:૨નિર્ગ ૧૩:૧૭, ૧૮
નિર્ગ. ૧૪:૪નિર્ગ ૭:૧૩; રોમ ૯:૧૭, ૧૮
નિર્ગ. ૧૪:૪નિર્ગ ૯:૧૫, ૧૬; ૧૫:૧૧; ૧૮:૧૦, ૧૧; યહો ૨:૯, ૧૦
નિર્ગ. ૧૪:૪નિર્ગ ૭:૫; ૮:૨૨
નિર્ગ. ૧૪:૫નિર્ગ ૧૨:૩૩
નિર્ગ. ૧૪:૬નિર્ગ ૧૪:૨૩
નિર્ગ. ૧૪:૮ગણ ૩૩:૩
નિર્ગ. ૧૪:૯નિર્ગ ૧૫:૯
નિર્ગ. ૧૪:૧૦યહો ૨૪:૬, ૭; નહે ૯:૯
નિર્ગ. ૧૪:૧૧નિર્ગ ૧૬:૩; ૧૭:૩; ગણ ૧૪:૨-૪; ગી ૧૦૬:૭
નિર્ગ. ૧૪:૧૨નિર્ગ ૫:૨૧; ૬:૬, ૯
નિર્ગ. ૧૪:૧૩ગણ ૧૪:૯; પુન ૨૦:૩; ૨કા ૨૦:૧૫, ૧૭; ગી ૨૭:૧; ૪૬:૧; યશા ૪૧:૧૦
નિર્ગ. ૧૪:૧૩૨કા ૨૦:૧૭
નિર્ગ. ૧૪:૧૩નિર્ગ ૧૪:૩૦; ૧૫:૫; ગી ૧૩૬:૧૫
નિર્ગ. ૧૪:૧૪પુન ૧:૩૦; ૨૦:૪; ૨કા ૨૦:૨૯
નિર્ગ. ૧૪:૧૭નિર્ગ ૯:૧૫, ૧૬
નિર્ગ. ૧૪:૧૮નિર્ગ ૧૪:૪; રોમ ૯:૧૭, ૧૮
નિર્ગ. ૧૪:૧૯ઉત ૪૮:૧૬; નિર્ગ ૩૨:૩૪; ગણ ૨૦:૧૬; યહૂ ૯
નિર્ગ. ૧૪:૧૯નિર્ગ ૧૩:૨૧
નિર્ગ. ૧૪:૨૦યહો ૨૪:૬, ૭
નિર્ગ. ૧૪:૨૦ગી ૧૦૫:૩૯
નિર્ગ. ૧૪:૨૧નિર્ગ ૧૪:૧૬; પ્રેકા ૭:૩૬
નિર્ગ. ૧૪:૨૧નહે ૯:૧૦, ૧૧; ગી ૭૮:૧૩; ૧૩૬:૧૩; યશા ૬૩:૧૨
નિર્ગ. ૧૪:૨૧યહો ૨:૯, ૧૦; ગી ૬૬:૬; ૧૦૬:૯; ૧૧૪:૩
નિર્ગ. ૧૪:૨૨૧કો ૧૦:૧; હિબ્રૂ ૧૧:૨૯
નિર્ગ. ૧૪:૨૨નિર્ગ ૧૫:૮
નિર્ગ. ૧૪:૨૩નિર્ગ ૧૪:૧૭
નિર્ગ. ૧૪:૨૪નિર્ગ ૧૩:૨૧
નિર્ગ. ૧૪:૨૫નિર્ગ ૧૪:૪
નિર્ગ. ૧૪:૨૭નિર્ગ ૧૫:૧, ૪
નિર્ગ. ૧૪:૨૮નિર્ગ ૧૫:૫, ૧૦; પુન ૧૧:૩, ૪; યહો ૨૪:૬, ૭; નહે ૯:૧૦, ૧૧; ગી ૭૮:૫૩; હિબ્રૂ ૧૧:૨૯
નિર્ગ. ૧૪:૨૮નિર્ગ ૧૪:૧૩; ગી ૧૦૬:૧૧; ૧૩૬:૧૫
નિર્ગ. ૧૪:૨૯ગી ૭૭:૧૯
નિર્ગ. ૧૪:૨૯નિર્ગ ૧૫:૮
નિર્ગ. ૧૪:૩૦પુન ૪:૨૦; ગી ૧૦૬:૮-૧૧
નિર્ગ. ૧૪:૩૧નિર્ગ ૪:૩૧; ૧૯:૯; ગી ૧૦૬:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૧૪:૧-૩૧

નિર્ગમન

૧૪ યહોવાએ મૂસાને કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને કહેજે કે તેઓ પાછા ફરીને પીહાહીરોથ સામે છાવણી નાખે, જે મિગ્દોલ અને સમુદ્રની* વચ્ચે છે. તેઓ બઆલ-સફોન સામે સમુદ્ર પાસે છાવણી નાખે.+ ૩ પછી ઇજિપ્તનો રાજા ઇઝરાયેલીઓ વિશે કહેશે, ‘તેઓ આમતેમ ભટકી રહ્યા છે. વેરાન પ્રદેશમાં તેઓ સપડાઈ ગયા છે.’ ૪ હું રાજાનું દિલ હઠીલું થવા દઈશ+ અને તે તમારો પીછો કરશે. હું રાજાને અને તેના આખા સૈન્યને હરાવીને પોતાને મહિમાવાન કરીશ.+ આમ ઇજિપ્તવાસીઓ ચોક્કસ જાણશે કે હું યહોવા છું.”+ ઇઝરાયેલીઓએ ઈશ્વરના કહ્યા પ્રમાણે જ કર્યું.

૫ પછી ઇજિપ્તના રાજાને સમાચાર મળ્યા કે ઇઝરાયેલીઓ દેશ છોડીને જતા રહ્યા છે. એ સાંભળતા જ રાજા અને તેના સેવકોનું મન બદલાઈ ગયું+ અને તેઓએ કહ્યું: “આપણે કેમ આવું કર્યું? આપણે ઇઝરાયેલીઓને, આપણા ગુલામોને કેમ જવા દીધા?” ૬ તેથી રાજાએ પોતાના લડાઈના રથો તૈયાર કર્યા અને પોતાના સૈનિકોને સાથે લીધા.+ ૭ તેણે ઇજિપ્તના ૬૦૦ ઉત્તમ રથો અને બીજા બધા રથો લીધા. એ દરેક પર સૈનિકો સવાર હતા. ૮ આમ યહોવાએ ઇજિપ્તના રાજા ફારુનનું* દિલ હઠીલું થવા દીધું. એટલે તેણે ઇઝરાયેલીઓનો પીછો કર્યો, જેઓ ડર્યા વગર આગળ વધી રહ્યા હતા.+ ૯ રાજા પોતાના બધા રથો, ઘોડેસવારો અને સૈનિકો સાથે ઇઝરાયેલીઓનો પીછો કરતો કરતો+ તેઓની નજીક પહોંચ્યો. એ વખતે ઇઝરાયેલીઓએ સમુદ્ર પાસે પીહાહીરોથ નજીક છાવણી નાખી હતી, જે બઆલ-સફોન સામે હતું.

૧૦ રાજા નજીક આવી પહોંચ્યો ત્યારે, ઇઝરાયેલીઓએ જોયું કે ઇજિપ્તનું સૈન્ય તેઓનો પીછો કરી રહ્યું છે. એ જોઈને તેઓ ખૂબ ડરી ગયા અને યહોવાને પોકાર કરવા લાગ્યા.+ ૧૧ તેઓએ મૂસાને કહ્યું: “શું ઇજિપ્તમાં દફનાવવાની જગ્યા ન હતી કે, અમને આ વેરાન પ્રદેશમાં મરવા લઈ આવ્યા?+ કેમ અમને ઇજિપ્તમાંથી બહાર લઈ આવ્યા? કેમ અમારી સાથે આવું કર્યું? ૧૨ શું અમે તમને ઇજિપ્તમાં કહ્યું ન હતું કે, ‘અમને અમારા હાલ પર છોડી દો, અમને ઇજિપ્તવાસીઓની ચાકરી કરવા દો’? વેરાન પ્રદેશમાં મરવા કરતાં ઇજિપ્તની ગુલામી સહેવી વધારે સારું છે.”+ ૧૩ મૂસાએ તેઓને કહ્યું: “ડરશો નહિ,+ દૃઢ ઊભા રહો અને જુઓ કે આજે યહોવા કઈ રીતે તમારો બચાવ કરે છે!+ જે ઇજિપ્તના લોકો આજે તમારી સામે છે, તેઓને તમે ફરી ક્યારેય જોશો નહિ.+ ૧૪ તમે શાંતિથી ઊભા રહો, યહોવા પોતે તમારા માટે યુદ્ધ કરશે!”+

૧૫ યહોવાએ મૂસાને કહ્યું: “તું મને કેમ પોકાર કરે છે? ઇઝરાયેલીઓને કહે કે મુસાફરી આગળ વધારે. ૧૬ તું તારી લાકડી લઈને સમુદ્ર પર હાથ લાંબો કર અને સમુદ્રના બે ભાગ કર. એટલે ઇઝરાયેલીઓ સમુદ્રની કોરી જમીન પર ચાલીને પેલે પાર જઈ શકશે. ૧૭ હું ઇજિપ્તવાસીઓનું દિલ હઠીલું થવા દઈશ, જેથી તેઓ તમારો પીછો કરે. હું રાજાને, તેના સૈન્યને, તેના રથોને અને તેના ઘોડેસવારોને હરાવીને પોતાને મહિમાવાન કરીશ.+ ૧૮ ઇજિપ્તના રાજાને, તેના રથોને અને તેના ઘોડેસવારોને હરાવીને હું પોતાને મહિમાવાન કરીશ ત્યારે, ઇજિપ્તવાસીઓ ચોક્કસ જાણશે કે હું યહોવા છું.”+

૧૯ પછી સાચા ઈશ્વરનો દૂત+ જે ઇઝરાયેલીઓની આગળ ચાલતો હતો, તે ત્યાંથી હટીને તેઓની પાછળ ગયો. તેઓની આગળ જે વાદળનો સ્તંભ હતો, એ ત્યાંથી ખસીને તેઓની પાછળ ઊભો રહ્યો.+ ૨૦ વાદળનો સ્તંભ ઇજિપ્તવાસીઓ અને ઇઝરાયેલીઓની વચ્ચે આવી ગયો.+ વાદળના સ્તંભને લીધે એક બાજુ ગાઢ અંધારું હતું અને બીજી બાજુ રાત હોવા છતાં અજવાળું હતું.+ એટલે ઇજિપ્તનું સૈન્ય આખી રાત ઇઝરાયેલીઓની નજીક આવી ન શક્યું.

૨૧ મૂસાએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો.+ પછી યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવ્યો. ધીમે ધીમે સમુદ્રના બે ભાગ થઈ ગયા+ અને વચ્ચે કોરી જમીન દેખાઈ.+ ૨૨ ઇઝરાયેલીઓ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કરતા હતા+ ત્યારે, તેઓની ડાબી અને જમણી બાજુએ સમુદ્રનું પાણી દીવાલની જેમ થંભી રહ્યું.+ ૨૩ ઇજિપ્તવાસીઓએ તેઓનો પીછો કર્યો. રાજાના બધા રથો અને તેના ઘોડેસવારો ઇઝરાયેલીઓની પાછળ પાછળ સમુદ્રમાં ગયા.+ ૨૪ સવારના પહોરમાં* યહોવાએ વાદળના સ્તંભ અને અગ્‍નિના સ્તંભ વચ્ચેથી ઇજિપ્તવાસીઓને જોયા.+ પછી તેમણે તેઓને મૂંઝવણમાં નાખી દીધા. ૨૫ તેમણે તેઓના રથોનાં પૈડાં કાઢી નાખ્યાં, એટલે તેઓ માટે રથ ચલાવવા મુશ્કેલ થઈ પડ્યું. ઇજિપ્તવાસીઓ એકબીજાને કહેવા લાગ્યા: “ચાલો અહીંથી ભાગી જઈએ! ઇઝરાયેલીઓ પાસેથી નાસી જઈએ, કેમ કે તેઓ વતી યહોવા આપણી સામે યુદ્ધ કરી રહ્યા છે.”+

૨૬ પછી યહોવાએ મૂસાને કહ્યું: “સમુદ્ર પર તારો હાથ લાંબો કર, જેથી એનું પાણી ઇજિપ્તવાસીઓ પર, તેઓના રથો પર અને ઘોડેસવારો પર ફરી વળે.” ૨૭ મૂસાએ તરત જ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો અને સવાર થતાં જ સમુદ્ર પાછો હતો એવો થઈ ગયો. ઇજિપ્તવાસીઓ ત્યાંથી નાસતા હતા ત્યારે, યહોવાએ તેઓને સમુદ્રમાં ડુબાડી દીધા.+ ૨૮ ઇઝરાયેલીઓનો પીછો કરવા સમુદ્રમાં ઊતરેલા રાજાનાં સૈન્ય, તેના રથો અને ઘોડેસવારો પર પાણી ફરી વળ્યું.+ તેઓમાંથી કોઈ બચ્યું નહિ.+

૨૯ પણ ઇઝરાયેલીઓએ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કર્યો.+ એ વખતે તેઓની ડાબી અને જમણી બાજુએ સમુદ્રનું પાણી દીવાલની જેમ થંભી ગયું હતું.+ ૩૦ આમ યહોવાએ એ દિવસે ઇઝરાયેલીઓને ઇજિપ્તના હાથમાંથી છોડાવ્યા.+ તેઓએ સમુદ્ર કિનારે ઇજિપ્તવાસીઓની લાશો જોઈ. ૩૧ ઇઝરાયેલીઓએ એ પણ જોયું કે યહોવાએ કઈ રીતે પોતાની મહાન શક્તિથી* ઇજિપ્તને હરાવ્યું. એટલે તેઓ યહોવાનો ડર* રાખવા લાગ્યા. તેઓએ યહોવા અને તેમના સેવક મૂસામાં ભરોસો મૂક્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો