વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • સાતમા દિવસે ઈશ્વર આરામ લે છે (૧-૩)

      • યહોવા ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યાં (૪)

      • એદન બાગમાં માણસ અને સ્ત્રી (૫-૨૫)

        • માટીમાંથી માણસનું સર્જન (૭)

        • ભલું-ભૂંડું જાણવાના ઝાડમાંથી ખાવાની મનાઈ (૧૫-૧૭)

        • સ્ત્રીનું સર્જન (૧૮-૨૫)

ઉત્પત્તિ ૨:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તેઓનાં સર્વ સૈન્યને.”

એને લગતી કલમો

  • +નહે ૯:૬; ગી ૧૪૬:૬

ઉત્પત્તિ ૨:૨

ફૂટનોટ

  • *

    અહીં સર્જનકામ બંધ કરવાની વાત થાય છે, થાક ઉતારવા આરામ લેવાની નહિ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૧:૧૭; હિબ્રૂ ૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૨૩

    ૧૦/૧/૨૦૦૧, પાન ૩૦

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૪-૧૬

    ૨/૧/૧૯૮૯, પાન ૫

ઉત્પત્તિ ૨:૩

ફૂટનોટ

  • *

    અથવા, “એને ખાસ હેતુ માટે અલગ ઠરાવ્યો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૨૩

    ૭/૧/૨૦૧૧, પાન ૨૫

    ૧૦/૧/૨૦૦૧, પાન ૩૦

    ૩/૧/૧૯૯૦, પાન ૧૯

ઉત્પત્તિ ૨:૪

ફૂટનોટ

  • *

    એ સર્જનના છ દિવસોને રજૂ કરે છે.

  • *

    ઈશ્વરનું અજોડ નામ יהוה (યહવહ) પહેલી વાર અહીં જોવા મળે છે. વધારે માહિતી ક-૪ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૪૫:૧૮

ઉત્પત્તિ ૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૮, પાન ૯

ઉત્પત્તિ ૨:૬

ફૂટનોટ

  • *

    દેખીતું છે, દરરોજ પાણીની વરાળ ઉપર જતી, પછી ઠરી જતી અને ફૂલઝાડને ભીંજવતી.

ઉત્પત્તિ ૨:૭

ફૂટનોટ

  • *

    અથવા, “સજીવ પ્રાણી.” શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૯; ગી ૧૦૩:૧૪; સભા ૩:૨૦
  • +ઉત ૭:૨૨; યશા ૪૨:૫; પ્રેકા ૧૭:૨૫
  • +૧કો ૧૫:૪૫, ૪૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૨ ૨૦૧૭ પાન ૫

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૯, પાન ૪

    ૪/૧/૧૯૯૯, પાન ૧૪

    ૧૦/૧/૧૯૯૭, પાન ૧૯

    ૯/૧/૧૯૯૪, પાન ૮

    ૩/૧/૧૯૯૦, પાન ૧૪

    જ્ઞાન, પાન ૮૦

    હંમશ માટે જીવી શકા, પાન ૬૯

    મરણ પર વિજય, પાન ૩

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

ઉત્પત્તિ ૨:૮

એને લગતી કલમો

  • +ઉત ૨:૧૫; ૩:૨૩
  • +ઉત ૧:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૩-૪

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૯૦, પાન ૧૦

    ૩/૧/૧૯૯૦, પાન ૧૪

ઉત્પત્તિ ૨:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૩:૨૨, ૨૪; પ્રક ૨:૭
  • +ઉત ૨:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૧

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૧, પાન ૭

    ૪/૧૫/૧૯૯૯, પાન ૭-૮

    ૩/૧/૧૯૯૦, પાન ૧૪

    સજાગ બના!,

    ૧૧/૮/૧૯૯૮, પાન ૭

ઉત્પત્તિ ૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૧, પાન ૫

ઉત્પત્તિ ૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૧૪

ઉત્પત્તિ ૨:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “બદોલાખ.” એક પ્રકારનો ખુશબોદાર ગુંદર, જે ગરમ પ્રદેશમાં ઊગતાં અમુક નાનાં ઝાડમાંથી મળે છે.

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૧૪

ઉત્પત્તિ ૨:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઇથિયોપિયા.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૧૪

ઉત્પત્તિ ૨:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “તીગ્રિસ.”

  • *

    અથવા, “ફ્રાત.”

એને લગતી કલમો

  • +દા ૧૦:૪
  • +ઉત ૧૦:૮, ૧૧
  • +ઉત ૧૫:૧૮; પુન ૧૧:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૧૪

ઉત્પત્તિ ૨:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૮; ૨:૮; ગી ૧૧૫:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૧૪

ઉત્પત્તિ ૨:૧૬

એને લગતી કલમો

  • +ઉત ૨:૮, ૯; ૩:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જ્ઞાન, પાન ૫૩

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૧૪

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૩૮

ઉત્પત્તિ ૨:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૯; ગી ૧૪૬:૪; સભા ૯:૫, ૧૦; હઝ ૧૮:૪; રોમ ૫:૧૨; ૧કો ૧૫:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૧૯ પાન ૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૮, પાન ૫

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૧૪, પાન ૨૪-૨૫

    ૧/૧/૨૦૦૩, પાન ૪

    ૧/૧૫/૨૦૦૧, પાન ૪-૫

    ૩/૧/૧૯૯૦, પાન ૧૪, ૨૫

    ખુદાનો માર્ગ, પાન ૮-૯

    જ્ઞાન, પાન ૫૩

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૩૮, ૫૫

    સલામત ભાવિ, પાન ૩

ઉત્પત્તિ ૨:૧૮

એને લગતી કલમો

  • +૧કો ૧૧:૮, ૯; ૧તિ ૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!

    ૪/૨૦૦૫, પાન ૧૦-૧૧

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૪-૫

    ૫/૧/૨૦૧૧, પાન ૧૧

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૪-૨૫

    ૭/૧૫/૧૯૯૫, પાન ૧૦

    ૬/૧/૧૯૯૦, પાન ૧૨

    ૪/૧/૧૯૯૦, પાન ૨૧

    કૌટુંબિક સુખ, પાન ૩૪

    હંમશ માટે જીવી શકા, પાન ૨૩૮

ઉત્પત્તિ ૨:૧૯

ફૂટનોટ

  • *

    હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૨૯

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૧૯

ઉત્પત્તિ ૨:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૭

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૧૯

ઉત્પત્તિ ૨:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૧, પાન ૬

    દૈવી સત્યનો માર્ગ, પાન ૩

ઉત્પત્તિ ૨:૨૨

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૯; ૧તિ ૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૧, પાન ૬-૭

    ૧/૧/૨૦૦૪, પાન ૩૦

    દૈવી સત્યનો માર્ગ, પાન ૩

ઉત્પત્તિ ૨:૨૩

એને લગતી કલમો

  • +૧કો ૧૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૪, પાન ૩૦

    ૩/૧/૧૯૯૦, પાન ૧૯

    ૪/૧/૧૯૯૦, પાન ૨૧

    મરણ પર વિજય, પાન ૩

ઉત્પત્તિ ૨:૨૪

ફૂટનોટ

  • *

    મૂળ, “વળગી રહેશે.” હિબ્રૂમાં વપરાયેલા શબ્દનો અર્થ થાય, ગુંદરથી ચોંટાડેલું હોય એવું.

એને લગતી કલમો

  • +માલ ૨:૧૬; માથ ૧૯:૫; માર્ક ૧૦:૭, ૮; રોમ ૭:૨; ૧કો ૬:૧૬; એફે ૫:૩૧; હિબ્રૂ ૧૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૪

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૭, પાન ૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૮

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૧, પાન ૧૩

    ૧/૧/૨૦૧૧, પાન ૧૬-૧૮

    ૩/૧/૨૦૧૦, પાન ૯

    ૧/૧/૨૦૦૪, પાન ૩૦

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૫

    ૪/૧/૧૯૯૦, પાન ૨૧

    સર્વ લોકો, પાન ૨૩-૨૪

ઉત્પત્તિ ૨:૨૫

એને લગતી કલમો

  • +ઉત ૩:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૨:૧નહે ૯:૬; ગી ૧૪૬:૬
ઉત. ૨:૨નિર્ગ ૩૧:૧૭; હિબ્રૂ ૪:૪
ઉત. ૨:૪યશા ૪૫:૧૮
ઉત. ૨:૭ઉત ૩:૧૯; ગી ૧૦૩:૧૪; સભા ૩:૨૦
ઉત. ૨:૭ઉત ૭:૨૨; યશા ૪૨:૫; પ્રેકા ૧૭:૨૫
ઉત. ૨:૭૧કો ૧૫:૪૫, ૪૭
ઉત. ૨:૮ઉત ૨:૧૫; ૩:૨૩
ઉત. ૨:૮ઉત ૧:૨૬
ઉત. ૨:૯ઉત ૩:૨૨, ૨૪; પ્રક ૨:૭
ઉત. ૨:૯ઉત ૨:૧૭
ઉત. ૨:૧૪દા ૧૦:૪
ઉત. ૨:૧૪ઉત ૧૦:૮, ૧૧
ઉત. ૨:૧૪ઉત ૧૫:૧૮; પુન ૧૧:૨૪
ઉત. ૨:૧૫ઉત ૧:૨૮; ૨:૮; ગી ૧૧૫:૧૬
ઉત. ૨:૧૬ઉત ૨:૮, ૯; ૩:૨
ઉત. ૨:૧૭ઉત ૩:૧૯; ગી ૧૪૬:૪; સભા ૯:૫, ૧૦; હઝ ૧૮:૪; રોમ ૫:૧૨; ૧કો ૧૫:૨૨
ઉત. ૨:૧૮૧કો ૧૧:૮, ૯; ૧તિ ૨:૧૩
ઉત. ૨:૧૯ઉત ૧:૨૬
ઉત. ૨:૨૨માર્ક ૧૦:૯; ૧તિ ૨:૧૩
ઉત. ૨:૨૩૧કો ૧૧:૮
ઉત. ૨:૨૪માલ ૨:૧૬; માથ ૧૯:૫; માર્ક ૧૦:૭, ૮; રોમ ૭:૨; ૧કો ૬:૧૬; એફે ૫:૩૧; હિબ્રૂ ૧૩:૪
ઉત. ૨:૨૫ઉત ૩:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૨:૧-૨૫

ઉત્પત્તિ

૨ આ રીતે આકાશ, પૃથ્વી અને એમાંનું બધું જ* બનાવવાનું પૂરું થયું.+ ૨ સાતમો દિવસ શરૂ થાય એ પહેલાં ઈશ્વરે પોતાનું બધું કામ પૂરું કર્યું. પછી તેમણે સાતમા દિવસે પોતાનાં બધાં કામથી આરામ લીધો.*+ ૩ ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને એને પવિત્ર જાહેર કર્યો,* કેમ કે એ દિવસથી તે પોતાનાં સર્વ કામથી આરામ લઈ રહ્યા છે. ઈશ્વરે પોતાના હેતુ પ્રમાણે જે કંઈ બનાવવાનું નક્કી કર્યું હતું, એ બનાવી દીધું હતું.

૪ આકાશ અને પૃથ્વીનું સર્જન થયું એ સમયનો આ અહેવાલ છે. એ દિવસે* યહોવા* ઈશ્વરે પૃથ્વી અને આકાશ બનાવ્યાં હતાં.+

૫ પૃથ્વી પર કોઈ છોડ કે શાકભાજી ઊગી ન હતી, કેમ કે યહોવા ઈશ્વરે હજી પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો અને જમીન ખેડવા કોઈ માણસ પણ ન હતો. ૬ એ સમયે પૃથ્વી પરથી ધુમ્મસ* ઉપર ચઢતું હતું અને જમીનની આખી સપાટીને પાણી સિંચતું હતું.

૭ યહોવા ઈશ્વરે ધરતીની માટીમાંથી માણસ બનાવ્યો.+ પછી તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો+ અને માણસ જીવતો* થયો.+ ૮ યહોવા ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક બાગ બનાવ્યો+ અને તેમણે જે માણસ બનાવ્યો હતો+ એને એ બાગમાં મૂક્યો. ૯ યહોવા ઈશ્વરે બાગમાં બધી જાતનાં ઝાડ ઉગાડ્યાં. એ ઝાડ જોવામાં સુંદર અને એનાં ફળ ખાવામાં સારાં હતાં. બાગની વચ્ચે તેમણે જીવનનું ઝાડ*+ ઉગાડ્યું. તેમણે ભલું-ભૂંડું જાણવાનું ઝાડ*+ પણ ઉગાડ્યું.

૧૦ એદન બાગમાંથી એક નદી નીકળતી હતી, જે બાગને પાણી પાતી હતી. ત્યાંથી આગળ જઈને એમાંથી ચાર નદીઓ બની. ૧૧ પહેલી નદીનું નામ પીશોન છે. એ આખા હવીલાહ વિસ્તાર ફરતે વહે છે, જ્યાં સોનું મળી આવે છે. ૧૨ એ વિસ્તારનું સોનું સારું છે. ત્યાં ગૂગળ* અને ગોમેદના* કીમતી પથ્થરો પણ મળી આવે છે. ૧૩ બીજી નદીનું નામ ગીહોન છે, જે આખા કૂશ* વિસ્તાર ફરતે વહે છે. ૧૪ ત્રીજી નદીનું નામ હીદ્દેકેલ* છે,+ જે આશ્શૂરની+ પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ યુફ્રેટિસ* છે.+

૧૫ યહોવા ઈશ્વરે માણસને એદન બાગમાં મૂક્યો, જેથી તે બાગની સંભાળ રાખે અને એની જમીન ખેડે.+ ૧૬ યહોવા ઈશ્વરે તેને આજ્ઞા આપી: “તું બાગના કોઈ પણ ઝાડનું ફળ ખાઈ શકે છે.+ ૧૭ પણ ભલું-ભૂંડું જાણવાના ઝાડનું* ફળ તારે ખાવું નહિ, કેમ કે જે દિવસે તું ખાઈશ, એ દિવસે તું જરૂર મરી જઈશ.”+

૧૮ પછી યહોવા ઈશ્વરે કહ્યું: “માણસ એકલો રહે એ સારું નથી. હું તેના માટે એક સહાયકારી, યોગ્ય જીવનસાથી બનાવીશ.”+ ૧૯ યહોવા ઈશ્વર માટીમાંથી સર્વ જંગલી પ્રાણીઓ અને આકાશમાં ઊડતાં સર્વ પક્ષીઓ* બનાવતા રહ્યા. તે તેઓને માણસ પાસે લાવતા, જેથી માણસ તેઓનું શું નામ પાડે છે, એ તે જોઈ શકે. માણસે દરેકને જે નામ આપ્યું, એ તેનું નામ પડ્યું.+ ૨૦ માણસે સર્વ પાલતુ પ્રાણીઓ, પક્ષીઓ અને જંગલી પ્રાણીઓનાં નામ પાડ્યાં. પણ માણસને સાથ આપવા કોઈ યોગ્ય સહાયકારી ન હતી. ૨૧ એટલે યહોવા ઈશ્વરે માણસને ભરઊંઘમાં નાખ્યો. તે સૂતો હતો ત્યારે તેની એક પાંસળી કાઢી અને એ ઘા ભરી દીધો. ૨૨ યહોવા ઈશ્વરે એ પાંસળીમાંથી એક સ્ત્રી બનાવી અને તેને માણસ પાસે લાવ્યા.+

૨૩ તે સ્ત્રીને જોઈને માણસ બોલી ઊઠ્યો:

“આ તો મારાં હાડકાંમાંનું હાડકું,

મારાં માંસમાંનું માંસ છે.

તે નારી કહેવાશે,

કેમ કે તે નરમાંથી લેવામાં આવી છે.”+

૨૪ એ કારણે માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે* અને તેઓ બંને એક શરીર થશે.+ ૨૫ માણસ અને તેની પત્ની બંને નગ્‍ન હતાં,+ છતાં તેઓ શરમાતાં ન હતાં.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો