વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • વહાણમાં પ્રવેશ (૧-૧૦)

      • આખી પૃથ્વી પર પૂર (૧૧-૨૪)

ઉત્પત્તિ ૭:૧

એને લગતી કલમો

  • +ઉત ૬:૯; હિબ્રૂ ૧૦:૩૮; ૧૧:૭; ૧પિ ૩:૧૨; ૨પિ ૨:૫, ૯

ઉત્પત્તિ ૭:૨

ફૂટનોટ

  • *

    કદાચ એવાં પ્રાણીઓને રજૂ કરે છે, જેઓ બલિદાન માટે યોગ્ય હતાં.

  • *

    અથવા કદાચ, “દરેક શુદ્ધ પ્રાણીની સાત જોડ.”

એને લગતી કલમો

  • +ઉત ૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૪, પાન ૨૯-૩૦

ઉત્પત્તિ ૭:૩

ફૂટનોટ

  • *

    હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.

  • *

    અથવા કદાચ, “આકાશમાં ઊડતા પક્ષીઓની સાત જોડ.”

એને લગતી કલમો

  • +ઉત ૭:૨૩; ૮:૧૯

ઉત્પત્તિ ૭:૪

એને લગતી કલમો

  • +ઉત ૭:૧૧, ૧૨
  • +ઉત ૨:૫
  • +ઉત ૬:૭, ૧૭

ઉત્પત્તિ ૭:૬

એને લગતી કલમો

  • +ઉત ૮:૧૩

ઉત્પત્તિ ૭:૭

એને લગતી કલમો

  • +લૂક ૧૭:૨૭; હિબ્રૂ ૧૧:૭

ઉત્પત્તિ ૭:૮

એને લગતી કલમો

  • +ઉત ૬:૧૯, ૨૦

ઉત્પત્તિ ૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પગલે ચાલો, પાન ૨૨-૨૩

ઉત્પત્તિ ૭:૧૧

ફૂટનોટ

  • *

    અહીં “પાણીના બધા ઝરા” પૃથ્વીના વાતાવરણને ઢાંકતા પાણીને રજૂ કરે છે. એને ઉત ૧:૬, ૭માં ‘ઉપરનું પાણી’ કહેવામાં આવ્યું છે.

એને લગતી કલમો

  • +ઉત ૧:૭; ૮:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૪, પાન ૩૦

ઉત્પત્તિ ૭:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૩, પાન ૧૦

ઉત્પત્તિ ૭:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૯:૧૮; ૧કા ૧:૪
  • +ઉત ૬:૧૮; ૧પિ ૩:૨૦; ૨પિ ૨:૫

ઉત્પત્તિ ૭:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

ઉત્પત્તિ ૭:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૩, પાન ૧૧-૧૨

ઉત્પત્તિ ૭:૧૯

એને લગતી કલમો

  • +૨પિ ૩:૫, ૬

ઉત્પત્તિ ૭:૨૦

ફૂટનોટ

  • *

    એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

ઉત્પત્તિ ૭:૨૧

ફૂટનોટ

  • *

    હિબ્રૂમાં વપરાયેલો શબ્દ ઝુંડમાં રહેતાં નાનાં પ્રાણીઓને રજૂ કરી શકે, જે હવામાં, સમુદ્રમાં કે જમીન પર હોય છે.

એને લગતી કલમો

  • +લૂક ૧૭:૨૭
  • +ઉત ૬:૭, ૧૭

ઉત્પત્તિ ૭:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ.”

એને લગતી કલમો

  • +ઉત ૨:૭; ૭:૧૫; સભા ૩:૧૯; યશા ૪૨:૫

ઉત્પત્તિ ૭:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૬:૭; ૨પિ ૩:૫, ૬
  • +માથ ૨૪:૩૭-૩૯; ૧પિ ૩:૨૦; ૨પિ ૨:૫, ૯

ઉત્પત્તિ ૭:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૮:૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૭:૧ઉત ૬:૯; હિબ્રૂ ૧૦:૩૮; ૧૧:૭; ૧પિ ૩:૧૨; ૨પિ ૨:૫, ૯
ઉત. ૭:૨ઉત ૮:૨૦
ઉત. ૭:૩ઉત ૭:૨૩; ૮:૧૯
ઉત. ૭:૪ઉત ૭:૧૧, ૧૨
ઉત. ૭:૪ઉત ૨:૫
ઉત. ૭:૪ઉત ૬:૭, ૧૭
ઉત. ૭:૬ઉત ૮:૧૩
ઉત. ૭:૭લૂક ૧૭:૨૭; હિબ્રૂ ૧૧:૭
ઉત. ૭:૮ઉત ૬:૧૯, ૨૦
ઉત. ૭:૧૧ઉત ૧:૭; ૮:૨
ઉત. ૭:૧૩ઉત ૯:૧૮; ૧કા ૧:૪
ઉત. ૭:૧૩ઉત ૬:૧૮; ૧પિ ૩:૨૦; ૨પિ ૨:૫
ઉત. ૭:૧૯૨પિ ૩:૫, ૬
ઉત. ૭:૨૧લૂક ૧૭:૨૭
ઉત. ૭:૨૧ઉત ૬:૭, ૧૭
ઉત. ૭:૨૨ઉત ૨:૭; ૭:૧૫; સભા ૩:૧૯; યશા ૪૨:૫
ઉત. ૭:૨૩ઉત ૬:૭; ૨પિ ૩:૫, ૬
ઉત. ૭:૨૩માથ ૨૪:૩૭-૩૯; ૧પિ ૩:૨૦; ૨પિ ૨:૫, ૯
ઉત. ૭:૨૪ઉત ૮:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૭:૧-૨૪

ઉત્પત્તિ

૭ યહોવાએ નૂહને કહ્યું: “તું અને તારું આખું કુટુંબ વહાણમાં જાઓ, કેમ કે આ પેઢીના લોકોમાં તું એકલો જ મારી નજરમાં નેક છે.+ ૨ તું તારી સાથે દરેક પ્રકારનાં શુદ્ધ પ્રાણીમાંથી* સાત પ્રાણીઓ*+ લઈ જા, જેમાં નર અને માદા હોય. દરેક અશુદ્ધ પ્રાણીમાંથી નર અને માદાની ફક્ત એક જોડ લઈ જા. ૩ આકાશનાં પક્ષીઓમાંથી* સાત પક્ષીઓ* લઈ જા, જેમાં નર અને માદા હોય, જેથી તેઓની જાતિ પૃથ્વી પર જીવતી રહે.+ ૪ સાત દિવસ પછી હું પૃથ્વી પર ૪૦ દિવસ અને ૪૦ રાત+ વરસાદ વરસાવીશ.+ મેં બનાવેલા દરેક જીવનો હું પૃથ્વી પરથી સફાયો કરી દઈશ.”+ ૫ યહોવાએ આજ્ઞાઓ આપી હતી એ પ્રમાણે નૂહે બધું જ કર્યું.

૬ પૃથ્વી પર પૂર આવ્યું+ ત્યારે નૂહ ૬૦૦ વર્ષનો હતો. ૭ પૂર આવ્યું એ પહેલાં નૂહ, તેની પત્ની, તેના દીકરાઓ અને તેઓની પત્નીઓ વહાણમાં ગયાં.+ ૮ દરેક પ્રકારનાં શુદ્ધ પ્રાણીઓ, અશુદ્ધ પ્રાણીઓ, પક્ષીઓ અને જમીન પર હરતાં-ફરતાં બીજાં પ્રાણીઓ+ ૯ નર-માદાની જોડમાં નૂહ પાસે વહાણમાં ગયાં, જેમ ઈશ્વરે નૂહને કહ્યું હતું. ૧૦ સાત દિવસ પછી પૃથ્વી પર વરસાદ શરૂ થયો અને પૂર આવ્યું.

૧૧ નૂહના જીવનના ૬૦૦મા વર્ષે, બીજા મહિનાના ૧૭મા દિવસે એમ બન્યું કે, આકાશના પાણીના બધા ઝરા* ફૂટી નીકળ્યા. આકાશના દરવાજા ઊઘડી ગયા+ ૧૨ અને પૃથ્વી પર ૪૦ દિવસ અને ૪૦ રાત વરસાદ પડ્યો. ૧૩ એ જ દિવસે નૂહ પોતાની પત્ની, પોતાના ત્રણ દીકરાઓ શેમ, હામ, યાફેથ+ અને તેઓની પત્નીઓ+ સાથે વહાણમાં ગયો. ૧૪ તેઓ સાથે દરેક પ્રકારનાં જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ, પક્ષીઓ અને પાંખવાળાં જીવજંતુઓ પણ ગયાં. ૧૫ જેઓમાં જીવનનો શ્વાસ* છે તેઓ સર્વ જોડીમાં નૂહ પાસે વહાણમાં ગયા. ૧૬ આમ ઈશ્વરના કહ્યા પ્રમાણે દરેક પ્રકારનાં પ્રાણીઓ, નર અને માદા વહાણમાં ગયાં. પછી યહોવાએ વહાણનો દરવાજો બંધ કરી દીધો.

૧૭ પૃથ્વી પર ૪૦ દિવસ સુધી વરસાદ વરસ્યો. પાણી વધતું ગયું તેમ વહાણ ઊંચકાયું અને જમીનથી ખૂબ ઊંચે તરવા લાગ્યું. ૧૮ આખી પૃથ્વી પર પાણી વધતું ને વધતું ગયું, પણ વહાણ પાણી પર તરતું રહ્યું. ૧૯ પાણી એટલું ચઢ્યું કે પૃથ્વીના ઊંચા ઊંચા પહાડો પણ ડૂબી ગયા.+ ૨૦ પહાડોની ઉપર ૧૫ હાથ* સુધી પાણી ચઢ્યું.

૨૧ પૃથ્વી પર હરતાં-ફરતાં બધા જીવો, એટલે કે પક્ષીઓ, પાલતુ પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ, ઝુંડમાં રહેતાં પ્રાણીઓ* અને આખી માનવજાતનો+ વિનાશ થયો.+ ૨૨ કોરી જમીન પર રહેનારા બધા જીવો* મરી ગયા.+ ૨૩ ઈશ્વરે બધાં માણસો, પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને આકાશનાં પક્ષીઓનો પૃથ્વી પરથી સર્વનાશ કર્યો. એ બધાંનો વિનાશ કર્યો.+ ફક્ત નૂહ અને તેની સાથે જેઓ વહાણમાં હતા તેઓ જ બચી ગયા.+ ૨૪ આખી પૃથ્વી પર ૧૫૦ દિવસ+ સુધી પાણી જ પાણી હતું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો