વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • બાશાનના રાજા ઓગ પર જીત (૧-૭)

      • યર્દનની પૂર્વે આવેલા દેશની વહેંચણી (૮-૨૦)

      • યહોશુઆને કહેવામાં આવ્યું ગભરાઈશ નહિ (૨૧, ૨૨)

      • મૂસા એ દેશમાં જશે નહિ (૨૩-૨૯)

પુનર્નિયમ ૩:૧

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૩૩-૩૫

પુનર્નિયમ ૩:૪

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૩; પુન ૨૯:૭, ૮; યહો ૧૩:૨૯, ૩૦

પુનર્નિયમ ૩:૬

એને લગતી કલમો

  • +લેવી ૨૭:૨૯
  • +લેવી ૧૮:૨૫

પુનર્નિયમ ૩:૮

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૩
  • +યહો ૧૨:૧, ૨

પુનર્નિયમ ૩:૧૦

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૩૩

પુનર્નિયમ ૩:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “પથ્થરની પેટી; શબપેટી.”

  • *

    અથવા કદાચ, “લાવાથી બનેલા કાળા પથ્થરની.”

  • *

    અથવા, “મનુષ્યના હાથના માપ.”

  • *

    એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

પુનર્નિયમ ૩:૧૨

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૪
  • +ગણ ૩૨:૩૩

પુનર્નિયમ ૩:૧૩

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૯; યહો ૧૩:૨૯-૩૧; ૧કા ૫:૨૩

પુનર્નિયમ ૩:૧૪

ફૂટનોટ

  • *

    અર્થ, “યાઈરનાં તંબુવાળાં ગામો.”

એને લગતી કલમો

  • +૧કા ૨:૨૨
  • +યહો ૧૩:૧૩
  • +પુન ૩:૪
  • +ગણ ૩૨:૪૦, ૪૧

પુનર્નિયમ ૩:૧૫

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૯; યહો ૧૭:૧

પુનર્નિયમ ૩:૧૬

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૩; યહો ૨૨:૯

પુનર્નિયમ ૩:૧૭

ફૂટનોટ

  • *

    એટલે કે, મૃત સરોવર.

એને લગતી કલમો

  • +ગણ ૩૪:૧૧, ૧૨

પુનર્નિયમ ૩:૧૮

ફૂટનોટ

  • *

    મૂસા અહીં રૂબેન, ગાદ અને મનાશ્શાના અડધા કુળ સાથે વાત કરી રહ્યો છે.

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૨૦-૨૨

પુનર્નિયમ ૩:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “આરામ આપે.”

એને લગતી કલમો

  • +યહો ૧:૧૪, ૧૫; ૨૨:૪, ૮

પુનર્નિયમ ૩:૨૧

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૨૮; ૧૪:૩૦; ૨૭:૧૮
  • +યહો ૧૦:૨૫

પુનર્નિયમ ૩:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૧૪; ૧૫:૩; પુન ૧:૩૦; ૨૦:૪; યહો ૧૦:૪૨

પુનર્નિયમ ૩:૨૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૬; પુન ૧૧:૨
  • +નિર્ગ ૧૫:૧૧; ૨શ ૭:૨૨; ૧રા ૮:૨૩; ગી ૮૬:૮; યર્મિ ૧૦:૬, ૭

પુનર્નિયમ ૩:૨૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૮; પુન ૧:૭; ૧૧:૧૧, ૧૨

પુનર્નિયમ ૩:૨૬

એને લગતી કલમો

  • +ગણ ૨૦:૧૨; ૨૭:૧૩, ૧૪; પુન ૪:૨૧; ગી ૧૦૬:૩૨

પુનર્નિયમ ૩:૨૭

એને લગતી કલમો

  • +ગણ ૨૭:૧૨
  • +પુન ૩૪:૧, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૨/૨૦૨૦, પાન ૧-૨

પુનર્નિયમ ૩:૨૮

એને લગતી કલમો

  • +ગણ ૨૭:૧૮-૨૦; પુન ૧:૩૮; ૩૧:૭
  • +યહો ૧:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૨/૨૦૨૦, પાન ૧-૨

પુનર્નિયમ ૩:૨૯

એને લગતી કલમો

  • +પુન ૪:૪૫, ૪૬; ૩૪:૫, ૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૩:૧ગણ ૨૧:૩૩-૩૫
પુન. ૩:૪ગણ ૩૨:૩૩; પુન ૨૯:૭, ૮; યહો ૧૩:૨૯, ૩૦
પુન. ૩:૬લેવી ૨૭:૨૯
પુન. ૩:૬લેવી ૧૮:૨૫
પુન. ૩:૮ગણ ૩૨:૩૩
પુન. ૩:૮યહો ૧૨:૧, ૨
પુન. ૩:૧૦ગણ ૨૧:૩૩
પુન. ૩:૧૨ગણ ૩૨:૩૪
પુન. ૩:૧૨ગણ ૩૨:૩૩
પુન. ૩:૧૩ગણ ૩૨:૩૯; યહો ૧૩:૨૯-૩૧; ૧કા ૫:૨૩
પુન. ૩:૧૪૧કા ૨:૨૨
પુન. ૩:૧૪યહો ૧૩:૧૩
પુન. ૩:૧૪પુન ૩:૪
પુન. ૩:૧૪ગણ ૩૨:૪૦, ૪૧
પુન. ૩:૧૫ગણ ૩૨:૩૯; યહો ૧૭:૧
પુન. ૩:૧૬ગણ ૩૨:૩૩; યહો ૨૨:૯
પુન. ૩:૧૭ગણ ૩૪:૧૧, ૧૨
પુન. ૩:૧૮ગણ ૩૨:૨૦-૨૨
પુન. ૩:૨૦યહો ૧:૧૪, ૧૫; ૨૨:૪, ૮
પુન. ૩:૨૧ગણ ૧૧:૨૮; ૧૪:૩૦; ૨૭:૧૮
પુન. ૩:૨૧યહો ૧૦:૨૫
પુન. ૩:૨૨નિર્ગ ૧૪:૧૪; ૧૫:૩; પુન ૧:૩૦; ૨૦:૪; યહો ૧૦:૪૨
પુન. ૩:૨૪નિર્ગ ૧૫:૧૬; પુન ૧૧:૨
પુન. ૩:૨૪નિર્ગ ૧૫:૧૧; ૨શ ૭:૨૨; ૧રા ૮:૨૩; ગી ૮૬:૮; યર્મિ ૧૦:૬, ૭
પુન. ૩:૨૫નિર્ગ ૩:૮; પુન ૧:૭; ૧૧:૧૧, ૧૨
પુન. ૩:૨૬ગણ ૨૦:૧૨; ૨૭:૧૩, ૧૪; પુન ૪:૨૧; ગી ૧૦૬:૩૨
પુન. ૩:૨૭ગણ ૨૭:૧૨
પુન. ૩:૨૭પુન ૩૪:૧, ૪
પુન. ૩:૨૮ગણ ૨૭:૧૮-૨૦; પુન ૧:૩૮; ૩૧:૭
પુન. ૩:૨૮યહો ૧:૧, ૨
પુન. ૩:૨૯પુન ૪:૪૫, ૪૬; ૩૪:૫, ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૩:૧-૨૯

પુનર્નિયમ

૩ “પછી આપણે ફરીને બાશાનને માર્ગે ગયા. બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા પોતાના લોકો સાથે એડ્રેઈમાં+ આવ્યો. ૨ ત્યારે યહોવાએ મને કહ્યું: ‘તેનાથી ડરીશ નહિ, કેમ કે તેને, તેની પ્રજાને અને તેના દેશને હું તારા હાથમાં સોંપીશ. હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનના તેં જેવા હાલ કર્યા હતા, એવા જ હાલ તેના પણ કરજે.’ ૩ આમ, યહોવા આપણા ઈશ્વરે બાશાનના રાજા ઓગ અને તેના લોકોને આપણા હાથમાં સોંપી દીધા. આપણે તેઓને મારી નાખ્યા, તેના લોકોમાંથી કોઈ બચ્યું નહિ. ૪ આપણે બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય, એટલે કે આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. એવું એક પણ નગર ન હતું, જેને આપણે જીત્યું ન હોય. આપણે તેનાં કુલ ૬૦ શહેરો જીતી લીધાં.+ ૫ એ બધાં શહેરો કોટવાળાં હતાં. એને ઊંચી ઊંચી દીવાલો, દરવાજા અને ભૂંગળો હતાં. ત્યાં કોટ વગરનાં પણ ઘણાં નગરો હતાં. ૬ પણ આપણે એ બધાં શહેરોનો અને નગરોનો નાશ કરી દીધો.+ જેમ આપણે હેશ્બોનના રાજા સીહોનને કર્યું હતું, તેમ આપણે ત્યાંના એકેએક શહેરનો વિનાશ કર્યો અને સ્ત્રી-પુરુષો અને બાળકોને મારી નાખ્યાં.+ ૭ પણ એ શહેરોમાંથી ઢોરઢાંક અને લૂંટ આપણે પોતાના માટે રાખી લીધાં.

૮ “એ વખતે આપણે અમોરીઓના બંને રાજાઓના હાથમાંથી તેઓનો પ્રદેશ જીતી લીધો.+ એ પ્રદેશ યર્દનના વિસ્તારમાં આર્નોનની ખીણથી છેક હેર્મોન પર્વત સુધી હતો.+ ૯ (એ પર્વતને સિદોની લોકો સિરયોન કહેતા અને અમોરી લોકો સનીર કહેતા.) ૧૦ આપણે તેઓના સપાટ વિસ્તારનાં બધાં શહેરો, આખું ગિલયાદ અને છેક સાલખાહ અને એડ્રેઈ+ સુધી આખું બાશાન જીતી લીધાં. સાલખાહ અને એડ્રેઈ શહેરો રાજા ઓગના રાજ્ય બાશાનમાં આવેલાં હતાં. ૧૧ રફાઈઓમાંથી બાકી રહેલાઓમાં બાશાનનો રાજા ઓગ છેલ્લો હતો. તેની ઠાઠડી* લોઢાની* હતી. એ સામાન્ય માપ* પ્રમાણે નવ હાથ* લાંબી અને ચાર હાથ પહોળી હતી. આજે પણ એ આમ્મોનીઓના રાબ્બાહમાં છે. ૧૨ એ સમયે આપણે આ વિસ્તાર પણ કબજે કર્યો: આર્નોનની ખીણ પાસે અરોએરથી+ લઈને ગિલયાદનો અડધો પહાડી વિસ્તાર. એનાં બધાં શહેરો મેં રૂબેનીઓ અને ગાદીઓને આપ્યાં છે.+ ૧૩ ગિલયાદનો બાકીનો ભાગ અને બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય મેં મનાશ્શાના અડધા કુળને આપ્યું છે.+ બાશાનમાં આવેલો આર્ગોબનો આખો વિસ્તાર રફાઈઓના પ્રદેશ તરીકે ઓળખાતો હતો.

૧૪ “મનાશ્શાના દીકરા યાઈરે+ ગશૂરીઓ અને માઅખાથીઓની+ સરહદ સુધી આર્ગોબનો આખો વિસ્તાર+ લઈ લીધો. તેણે પોતાના નામ પરથી બાશાનનાં એ ગામોનું નામ હાવ્વોથ-યાઈર*+ પાડ્યું. આજે પણ તે વિસ્તાર એ જ નામથી ઓળખાય છે. ૧૫ માખીરને મેં ગિલયાદ આપ્યું હતું.+ ૧૬ રૂબેનીઓ અને ગાદીઓને+ મેં આ વિસ્તાર આપ્યો: ગિલયાદથી લઈને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ (એ ખીણનો વચ્ચેનો ભાગ એની સરહદ છે); છેક યાબ્બોકની ખીણ સુધીનો પ્રદેશ, જે આમ્મોનીઓની સરહદ છે; ૧૭ તેમ જ, અરાબાહ, યર્દન અને યર્દનના કિનારા સુધીનો પ્રદેશ, એટલે કે કિન્‍નેરેથથી અરાબાહના સમુદ્ર સુધી. અરાબાહનો સમુદ્ર, એટલે કે ખારો સમુદ્ર* પૂર્વ તરફ પિસ્ગાહના ઢોળાવની તળેટીએ આવેલો છે.+

૧૮ “પછી મેં તમને* આ આજ્ઞા આપી: ‘તમારા ઈશ્વર યહોવાએ તમને આ દેશ કબજે કરવા આપ્યો છે. તમારા બધા શૂરવીર પુરુષો હથિયારો સજી લે અને તમારા ઇઝરાયેલી ભાઈઓની આગળ આગળ નદીને પેલે પાર જાય.+ ૧૯ ફક્ત તમારી પત્નીઓ, તમારાં બાળકો અને તમારાં ઢોરઢાંકને (હું જાણું છું કે તમારી પાસે ઘણાં ઢોરઢાંક છે) એ શહેરોમાં રહેવા દો, જે મેં તમને આપ્યાં છે. ૨૦ તમારા ઈશ્વર યહોવા યર્દનને પેલે પાર જે દેશ તમારા ભાઈઓને આપવાના છે, એનો તેઓ કબજો મેળવે અને તમારી જેમ યહોવા તેઓને પણ ઠરીઠામ કરે* ત્યાં સુધી તમે તેઓને સાથ આપજો. પછી મેં તમને વારસામાં આપેલા દેશમાં તમે પાછા ફરજો.’+

૨૧ “એ સમયે મેં યહોશુઆને આ આજ્ઞા આપી:+ ‘તેં તારી આંખોએ જોયું છે કે યહોવા આપણા ઈશ્વરે એ બે રાજાઓના કેવા હાલ કર્યા છે. તું નદી પાર કરીને જ્યાં જવાનો છે, એ બધાં રાજ્યોના પણ યહોવા એવા જ હાલ કરશે.+ ૨૨ તમે તેઓથી ગભરાતા નહિ, કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારા વતી લડે છે.’+

૨૩ “ત્યારે મેં યહોવાને આજીજી કરી, ૨૪ ‘હે વિશ્વના માલિક* યહોવા, તમે તમારા આ સેવકને તમારી મહાનતા અને તમારો શક્તિશાળી હાથ દેખાડવાનું શરૂ કર્યું છે.+ ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર એવો કયો દેવ છે, જે તમારાં જેવાં પરાક્રમી કામો કરી શકે?+ ૨૫ કૃપા કરીને મને યર્દન પાર જવા દો અને એ ઉત્તમ દેશ જોવા દો. હા, એ સુંદર પહાડી વિસ્તાર અને લબાનોન જોવા દો.’+ ૨૬ પણ તમારા લીધે યહોવા હજી મારા પર ગુસ્સે હતા+ અને તેમણે મારું સાંભળ્યું નહિ. યહોવાએ મને કહ્યું: ‘બસ, બહુ થયું! હવે આ વિશે વાત કરતો નહિ. ૨૭ તું પિસ્ગાહના શિખર પર ચઢ.+ ત્યાંથી ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ચારે તરફ નજર કર અને આખો દેશ જો, કેમ કે તું યર્દન પાર કરશે નહિ.+ ૨૮ તું યહોશુઆને આગેવાન બનાવ.+ તેને ઉત્તેજન આપ અને તેની હિંમત વધાર, કેમ કે તે આ લોકોની આગળ આગળ રહીને નદી પાર કરશે+ અને જે દેશ તું જોશે એનો વારસો તેઓને અપાવશે.’ ૨૯ આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં પડાવ નાખ્યો હતો ત્યારે એ બધું બન્યું હતું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો