વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રેરિતોનાં કાર્યો મુખ્ય વિચારો

      • સેવા કરવા સાત માણસોની પસંદગી (૧-૭)

      • સ્તેફન પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ (૮-૧૫)

પ્રેરિતોનાં કાર્યો ૬:૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૪:૩૪, ૩૫; ૧તિ ૫:૩; યાકૂ ૧:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૯

પ્રેરિતોનાં કાર્યો ૬:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “ઈશ્વરને પસંદ નથી.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૮:૧૭, ૧૮

પ્રેરિતોનાં કાર્યો ૬:૩

ફૂટનોટ

  • *

    અથવા, “જેઓ વિશે સારું બોલાતું હોય.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૧, ૨; ૧તિ ૩:૭
  • +પ્રેકા ૬:૮, ૧૦
  • +પુન ૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૨૮

    ૧૨/૧/૧૯૮૭, પાન ૧૦

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૨

    રાજ્ય સેવા,

    ૭/૨૦૧૩, પાન ૬

પ્રેરિતોનાં કાર્યો ૬:૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૯

પ્રેરિતોનાં કાર્યો ૬:૬

એને લગતી કલમો

  • +પુન ૩૪:૯; પ્રેકા ૮:૧૪, ૧૭; ૧૩:૨, ૩; ૧તિ ૪:૧૪; ૫:૨૨; ૨તિ ૧:૬

પ્રેરિતોનાં કાર્યો ૬:૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૨:૨૪; ૧૯:૨૦
  • +પ્રેકા ૨:૪૭
  • +યોહ ૧૨:૪૨; પ્રેકા ૧૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૧, પાન ૧૦-૧૧

પ્રેરિતોનાં કાર્યો ૬:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    એ યહૂદીઓના જૂથને કે યહૂદી બનેલા લોકોના જૂથને બતાવે છે, જેઓ પ્રાર્થના કરવા અને શાસ્ત્રવચનો વાંચવા ભેગા થતા હતા. તેઓ પહેલાં ગુલામો હતા, પણ પછીથી આઝાદ કરવામાં આવ્યા હતા.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૧૧

પ્રેરિતોનાં કાર્યો ૬:૧૦

એને લગતી કલમો

  • +યશા ૫૪:૧૭; લૂક ૨૧:૧૫; પ્રેકા ૬:૩

પ્રેરિતોનાં કાર્યો ૬:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૮, પાન ૩૨

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૪, પાન ૮

    ૧/૧/૧૯૯૧, પાન ૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રે.કા. ૬:૧પ્રેકા ૪:૩૪, ૩૫; ૧તિ ૫:૩; યાકૂ ૧:૨૭
પ્રે.કા. ૬:૨નિર્ગ ૧૮:૧૭, ૧૮
પ્રે.કા. ૬:૩પ્રેકા ૧૬:૧, ૨; ૧તિ ૩:૭
પ્રે.કા. ૬:૩પ્રેકા ૬:૮, ૧૦
પ્રે.કા. ૬:૩પુન ૧:૧૩
પ્રે.કા. ૬:૫પ્રેકા ૨૧:૮
પ્રે.કા. ૬:૬પુન ૩૪:૯; પ્રેકા ૮:૧૪, ૧૭; ૧૩:૨, ૩; ૧તિ ૪:૧૪; ૫:૨૨; ૨તિ ૧:૬
પ્રે.કા. ૬:૭પ્રેકા ૧૨:૨૪; ૧૯:૨૦
પ્રે.કા. ૬:૭પ્રેકા ૨:૪૭
પ્રે.કા. ૬:૭યોહ ૧૨:૪૨; પ્રેકા ૧૫:૫
પ્રે.કા. ૬:૧૦યશા ૫૪:૧૭; લૂક ૨૧:૧૫; પ્રેકા ૬:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રેરિતોનાં કાર્યો ૬:૧-૧૫

પ્રેરિતોનાં કાર્યો

૬ એ દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. એવામાં ગ્રીક બોલનારા યહૂદી શિષ્યોએ હિબ્રૂ બોલનારા યહૂદી શિષ્યો વિરુદ્ધ ફરિયાદ કરી, કેમ કે રોજ ખોરાકની વહેંચણી વખતે ગ્રીક બોલતી વિધવાઓને ભાગ મળતો ન હતો.+ ૨ તેથી બાર પ્રેરિતોએ બધા શિષ્યોને બોલાવ્યા અને કહ્યું: “ઈશ્વરની વાતો શીખવવાનું છોડીને ખોરાકની વહેંચણી કરવી અમારા માટે યોગ્ય નથી.*+ ૩ એટલે ભાઈઓ, તમારામાંથી એવા સાત માણસો પસંદ કરો, જેઓની શાખ સારી હોય,*+ જેઓ પવિત્ર શક્તિ અને બુદ્ધિથી ભરપૂર હોય,+ જેથી અમે તેઓને આ જરૂરી કામ સોંપીએ.+ ૪ પણ અમે તો પ્રાર્થના કરવામાં અને ઈશ્વરના સંદેશાને પ્રગટ કરવામાં લાગુ રહીશું.” ૫ તેઓની વાત બધાને ગમી. શિષ્યોએ સ્તેફનને પસંદ કર્યો, જે શ્રદ્ધા અને પવિત્ર શક્તિથી ભરપૂર હતો. તેઓએ ફિલિપ,+ પ્રોખરસ, નિકાનોર, તીમોન, પાર્મિનાસ અને અંત્યોખના યહૂદી થયેલા નિકોલાઉસને પણ પસંદ કર્યા. ૬ શિષ્યો તેઓને પ્રેરિતો પાસે લાવ્યા. પ્રેરિતોએ પ્રાર્થના કરી અને તેઓ પર પોતાના હાથ મૂકીને મંજૂરી આપી.+

૭ પરિણામે, ઈશ્વરનો સંદેશો ફેલાતો ગયો+ અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધતી ગઈ.+ ઘણા બધા યાજકોએ પણ શ્રદ્ધા મૂકી.+

૮ હવે સ્તેફન ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર હતો. તે લોકો વચ્ચે ચમત્કારો અને અદ્‍ભુત કામો કરતો હતો. ૯ પણ આઝાદ કરાયેલા માણસોના* સભાસ્થાનના* અમુક સભ્યો,* કુરેની અને એલેકઝાંડ્રિયાના અમુક માણસો, તેમજ કિલીકિયા અને આસિયાના અમુક માણસો આવીને સ્તેફન સાથે દલીલ કરવા લાગ્યા. ૧૦ પણ તેઓ સ્તેફન સામે ટકી શક્યા નહિ, કેમ કે તે બુદ્ધિથી અને પવિત્ર શક્તિની મદદથી બોલતો હતો.+ ૧૧ પછી તેઓએ ખાનગીમાં અમુક માણસોને સ્તેફન વિરુદ્ધ આવું કહેવા ઉશ્કેર્યા: “તેને અમે મૂસા અને ઈશ્વરની નિંદા કરતા સાંભળ્યો છે.” ૧૨ તેઓએ લોકોને, વડીલોને અને શાસ્ત્રીઓને ઉશ્કેર્યા અને તેઓ બધા સ્તેફન પર ધસી આવ્યા અને તેને જબરજસ્તી પકડીને યહૂદી ન્યાયસભામાં લઈ ગયા. ૧૩ તેઓ જૂઠા સાક્ષીઓને લાવ્યા, જેઓએ કહ્યું: “આ માણસ પવિત્ર મંદિર અને નિયમશાસ્ત્ર વિરુદ્ધ બોલવાનું બંધ કરતો નથી. ૧૪ અમે તેને કહેતા સાંભળ્યો છે કે નાઝરેથનો ઈસુ આ પવિત્ર મંદિરને પાડી નાખશે અને મૂસાએ આપણને આપેલા રિવાજો બદલી નાખશે.”

૧૫ યહૂદી ન્યાયસભામાં બેઠેલા બધા લોકોએ સ્તેફન સામે જોયું તો તેનો ચહેરો દૂતના ચહેરા જેવો દેખાતો હતો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો