વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દાનિયેલ ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

દાનિયેલ મુખ્ય વિચારો

      • ઈરાનના અધિકારીઓ દાનિયેલ વિરુદ્ધ કાવતરું ઘડે છે (૧-૯)

      • દાનિયેલ પ્રાર્થના ચાલુ રાખે છે (૧૦-૧૫)

      • દાનિયેલને સિંહોના બીલમાં નાખી દેવામાં આવે છે (૧૬-૨૪)

      • રાજા દાર્યાવેશ દાનિયેલના ઈશ્વરને મહિમા આપે છે (૨૫-૨૮)

દાનિયેલ ૬:૧

એને લગતી કલમો

  • +એસ્તે ૧:૧; દા ૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૨૦

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૧૫

દાનિયેલ ૬:૨

એને લગતી કલમો

  • +એઝ ૮:૩૬; એસ્તે ૮:૯; દા ૩:૨
  • +દા ૨:૪૮; ૫:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૧૫-૧૧૬

દાનિયેલ ૬:૩

એને લગતી કલમો

  • +દા ૧:૧૭, ૨૦; ૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૧૬

દાનિયેલ ૬:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૧૬-૧૧૭, ૧૨૪-૧૨૫

દાનિયેલ ૬:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “તેના ઈશ્વરના નિયમ.”

એને લગતી કલમો

  • +એસ્તે ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૨૫

દાનિયેલ ૬:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૧૭

દાનિયેલ ૬:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ગુફામાં; ભોંયરામાં.”

એને લગતી કલમો

  • +દા ૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૦-૨૧, ૧૧૭-૧૧૮, ૧૨૩

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૬, પાન ૮

દાનિયેલ ૬:૮

એને લગતી કલમો

  • +એસ્તે ૩:૧૨; ૮:૧૦
  • +એસ્તે ૧:૧૯; ૮:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૧૮

દાનિયેલ ૬:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૧૯

દાનિયેલ ૬:૧૦

એને લગતી કલમો

  • +૧રા ૮:૪૪, ૪૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૮, પાન ૧૦-૧૧

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૭, પાન ૧૯-૨૦

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૧૯, ૧૨૫-૧૨૬

દાનિયેલ ૬:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૧૯

દાનિયેલ ૬:૧૨

એને લગતી કલમો

  • +એસ્તે ૮:૮; દા ૬:૭, ૮

દાનિયેલ ૬:૧૩

એને લગતી કલમો

  • +દા ૧:૩, ૬; ૨:૨૫; ૫:૧૩
  • +એસ્તે ૩:૮; દા ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૧૯-૧૨૦

દાનિયેલ ૬:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૨૦

દાનિયેલ ૬:૧૫

એને લગતી કલમો

  • +એસ્તે ૮:૮; દા ૬:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૨૦

દાનિયેલ ૬:૧૬

એને લગતી કલમો

  • +દા ૬:૭; હિબ્રૂ ૧૧:૩૨, ૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૨૦-૧૨૨, ૧૨૬-૧૨૭

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૬, પાન ૮

    ૨/૧/૧૯૮૯, પાન ૧૫

દાનિયેલ ૬:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

દાનિયેલ ૬:૧૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તેણે સંગીતકારોને પણ બોલાવ્યા નહિ.”

  • *

    મૂળ, “તેની ઊંઘ ઊડી ગઈ.”

દાનિયેલ ૬:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૨૬-૧૨૭

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૬, પાન ૮

    ૨/૧/૧૯૮૯, પાન ૧૫

દાનિયેલ ૬:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૨૨-૧૨૩

દાનિયેલ ૬:૨૨

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૩૭; હિબ્રૂ ૧૧:૩૨, ૩૩
  • +ગી ૩૪:૭; ૧૧૮:૫; દા ૩:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૨૨-૧૨૩

દાનિયેલ ૬:૨૩

એને લગતી કલમો

  • +ગી ૩૭:૪૦; ની ૧૮:૧૦; દા ૩:૨૬, ૨૭

દાનિયેલ ૬:૨૪

એને લગતી કલમો

  • +એસ્તે ૭:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૨૩-૧૨૪

દાનિયેલ ૬:૨૫

એને લગતી કલમો

  • +એસ્તે ૮:૯; દા ૪:૧

દાનિયેલ ૬:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “વિશ્વ પર રાજ કરવાનો તેનો અધિકાર.”

એને લગતી કલમો

  • +દા ૩:૨૯
  • +દા ૪:૩૪

દાનિયેલ ૬:૨૭

એને લગતી કલમો

  • +દા ૩:૨૮
  • +યર્મિ ૩૨:૨૦; દા ૪:૩

દાનિયેલ ૬:૨૮

એને લગતી કલમો

  • +દા ૫:૩૧; ૬:૧, ૨
  • +૨કા ૩૬:૨૨, ૨૩; એઝ ૧:૧, ૨; યશા ૪૪:૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

દાનિ. ૬:૧એસ્તે ૧:૧; દા ૯:૧
દાનિ. ૬:૨એઝ ૮:૩૬; એસ્તે ૮:૯; દા ૩:૨
દાનિ. ૬:૨દા ૨:૪૮; ૫:૨૯
દાનિ. ૬:૩દા ૧:૧૭, ૨૦; ૫:૧૨
દાનિ. ૬:૫એસ્તે ૩:૮
દાનિ. ૬:૭દા ૩:૬
દાનિ. ૬:૮એસ્તે ૩:૧૨; ૮:૧૦
દાનિ. ૬:૮એસ્તે ૧:૧૯; ૮:૮
દાનિ. ૬:૧૦૧રા ૮:૪૪, ૪૫
દાનિ. ૬:૧૨એસ્તે ૮:૮; દા ૬:૭, ૮
દાનિ. ૬:૧૩દા ૧:૩, ૬; ૨:૨૫; ૫:૧૩
દાનિ. ૬:૧૩એસ્તે ૩:૮; દા ૬:૧૦
દાનિ. ૬:૧૫એસ્તે ૮:૮; દા ૬:૮
દાનિ. ૬:૧૬દા ૬:૭; હિબ્રૂ ૧૧:૩૨, ૩૩
દાનિ. ૬:૨૨૧શ ૧૭:૩૭; હિબ્રૂ ૧૧:૩૨, ૩૩
દાનિ. ૬:૨૨ગી ૩૪:૭; ૧૧૮:૫; દા ૩:૨૮
દાનિ. ૬:૨૩ગી ૩૭:૪૦; ની ૧૮:૧૦; દા ૩:૨૬, ૨૭
દાનિ. ૬:૨૪એસ્તે ૭:૧૦
દાનિ. ૬:૨૫એસ્તે ૮:૯; દા ૪:૧
દાનિ. ૬:૨૬દા ૩:૨૯
દાનિ. ૬:૨૬દા ૪:૩૪
દાનિ. ૬:૨૭દા ૩:૨૮
દાનિ. ૬:૨૭યર્મિ ૩૨:૨૦; દા ૪:૩
દાનિ. ૬:૨૮દા ૫:૩૧; ૬:૧, ૨
દાનિ. ૬:૨૮૨કા ૩૬:૨૨, ૨૩; એઝ ૧:૧, ૨; યશા ૪૪:૨૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
દાનિયેલ ૬:૧-૨૮

દાનિયેલ

૬ દાર્યાવેશ રાજાએ આખા રાજ્યમાં ૧૨૦ સૂબાઓ નીમવાનું નક્કી કર્યું.+ ૨ એ સૂબાઓનું+ કામકાજ જોવા રાજાએ ત્રણ ઉચ્ચ અધિકારીઓ નીમ્યા, જેથી તેને કોઈ ખોટ ન જાય. એમાંનો એક ઉચ્ચ અધિકારી દાનિયેલ હતો.+ ૩ તે ખૂબ જ બુદ્ધિશાળી હતો.+ તે બીજા ઉચ્ચ અધિકારીઓ અને સૂબાઓ કરતાં વધારે કુશળ હતો. રાજાએ તેને આખા રાજ્ય પર ઊંચી પદવી આપવાનું નક્કી કર્યું હતું.

૪ એ સમયગાળામાં ઉચ્ચ અધિકારીઓ અને સૂબાઓ રાજ્યને લગતા કામકાજમાં દાનિયેલની ભૂલો શોધવા લાગ્યા, જેથી તેના પર આરોપ મૂકી શકે. પણ દાનિયેલ પર આરોપ મૂકવા તેઓને કોઈ બહાનું કે દોષ મળ્યો નહિ, કેમ કે તે ભરોસાપાત્ર હતો, ચીવટથી કામ કરતો હતો અને વફાદારીથી પોતાની ફરજ નિભાવતો હતો. ૫ એ માણસો કહેવા લાગ્યા: “આ દાનિયેલના કામકાજમાં તો આપણને એકેય ભૂલ મળવાની નથી. તેના પર આરોપ મૂકવા આપણે તેની ભક્તિ* સંબંધી જ કંઈક શોધી કાઢવું પડશે.”+

૬ એ ઉચ્ચ અધિકારીઓ અને સૂબાઓ ભેગા મળીને રાજા પાસે ગયા. તેઓએ રાજાને કહ્યું: “મહારાજા દાર્યાવેશ, તમે અમર રહો! ૭ બધા રાજ્ય અધિકારીઓ, સરસૂબાઓ, સૂબાઓ, મંત્રીઓ અને રાજ્યપાલોએ ચર્ચા-વિચારણા કરી છે. અમે ચાહીએ છીએ કે તમે એક મનાઈ હુકમ બહાર પાડો. આવનાર ૩૦ દિવસ સુધી જો કોઈ માણસ તમારા સિવાય બીજા કોઈ માણસ કે દેવને અરજ કરે, તો તેને સિંહોના બીલમાં* નાખી દેવામાં આવે.+ ૮ હે મહારાજા, તમે ફરમાન બહાર પાડો અને એના પર સહી કરો,+ જેથી એને બદલી ન શકાય. કેમ કે માદીઓ અને ઈરાનીઓનો નિયમ કદી બદલાતો નથી.”+

૯ રાજા દાર્યાવેશે મનાઈ હુકમ પર સહી કરી.

૧૦ રાજાએ મનાઈ હુકમ પર સહી કરી છે એ વિશે જાણ્યું કે તરત દાનિયેલ પોતાના ઘરે ગયો. (તેના ઘરની ઉપરની ઓરડીની બારીઓ યરૂશાલેમ તરફ ખુલતી હતી.)+ તે અગાઉ કરતો હતો તેમ તેણે દિવસમાં ત્રણ વાર ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી અને પોતાના ઈશ્વરની સ્તુતિ કરી. ૧૧ એવામાં પેલા માણસો દાનિયેલના ઘરમાં ઘૂસી ગયા. તેઓએ જોયું કે દાનિયેલ પોતાના ઈશ્વરને પ્રાર્થના અને અરજ કરતો હતો.

૧૨ એ માણસો રાજા પાસે ગયા અને મનાઈ હુકમ વિશે યાદ અપાવતા કહ્યું: “હે મહારાજા, શું તમે એવા મનાઈ હુકમ પર સહી કરી ન હતી કે આવનાર ૩૦ દિવસ સુધી જો કોઈ માણસ તમારા સિવાય બીજા કોઈ માણસ કે દેવને અરજ કરે, તો તેને સિંહોના બીલમાં નાખી દેવામાં આવે?” રાજાએ કહ્યું: “હા, માદીઓ અને ઈરાનીઓના નિયમ મુજબ એ મનાઈ હુકમ બહાર પાડવામાં આવ્યો છે, જેને કોઈ બદલી શકતું નથી.”+ ૧૩ તેઓએ તરત જ રાજાને કહ્યું: “યહૂદાના એક ગુલામે, પેલા દાનિયેલે+ તમારું અપમાન કર્યું છે. તેણે તમારા મનાઈ હુકમનો અનાદર કર્યો છે, જેના પર તમે પોતે સહી કરી હતી. તે દિવસમાં ત્રણ વાર પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે.”+ ૧૪ એ શબ્દો સાંભળતાં જ રાજા દુઃખી દુઃખી થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે દાનિયેલને કઈ રીતે બચાવી શકાય. સૂર્ય આથમતાં સુધી તેણે દાનિયેલને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા. ૧૫ પેલા માણસો ભેગા થઈને રાજા પાસે પાછા ગયા. તેઓએ રાજાને કહ્યું: “હે અમારા માલિક, તમે સારી રીતે જાણો છો કે માદીઓ અને ઈરાનીઓના નિયમ પ્રમાણે જો રાજા કોઈ મનાઈ હુકમ કે ફરમાન બહાર પાડે તો એને બદલી શકાતું નથી.”+

૧૬ રાજાએ હુકમ કર્યો અને તેઓ દાનિયેલને લઈ આવ્યા. તેઓએ દાનિયેલને સિંહોના બીલમાં નાખી દીધો.+ રાજાએ દાનિયેલને કહ્યું: “તારો ઈશ્વર, જેની તું હંમેશાં ભક્તિ કરે છે, તે તને બચાવશે.” ૧૭ પછી એક પથ્થર લાવીને બીલનું મોં બંધ કરવામાં આવ્યું. રાજાએ પોતાની વીંટીથી* અને પ્રધાનોની વીંટીથી એના પર મહોર* કરી, જેથી દાનિયેલ વિશે લીધેલો નિર્ણય બદલી ન શકાય.

૧૮ રાજા પોતાના મહેલમાં પાછો ગયો. તેણે આખી રાત કંઈ ખાધું-પીધું નહિ. તેણે નાચ-ગાન જોવાની પણ ના પાડી દીધી.* તે રાતભર ઊંઘી શક્યો નહિ.* ૧૯ વહેલી સવારે ઊઠીને રાજા ઉતાવળે સિંહોના બીલ પાસે ગયો. ૨૦ બીલ નજીક પહોંચતાં જ તેણે દુઃખી અવાજે દાનિયેલને બૂમ પાડી. તેણે કહ્યું: “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જે ઈશ્વરની તું હંમેશાં ભક્તિ કરે છે, તે શું તને સિંહોના મોંમાંથી બચાવી શક્યો છે?” ૨૧ દાનિયેલે તરત જવાબ આપ્યો: “રાજાજી, તમે જુગ જુગ જીવો! ૨૨ મારા ઈશ્વરે દૂત મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં+ અને સિંહોએ મને કંઈ ઈજા કરી નથી.+ કેમ કે મારા ઈશ્વરની નજરમાં હું નિર્દોષ છું અને મારા માલિક, મેં તમારું પણ કંઈ ખોટું કર્યું નથી.”

૨૩ રાજા બહુ ખુશ થઈ ગયો. તેણે આજ્ઞા આપી કે દાનિયેલને સિંહોના બીલમાંથી બહાર કાઢવામાં આવે. દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો. તેને જરાય ઈજા થઈ ન હતી, કેમ કે તેણે પોતાના ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.+

૨૪ રાજાએ હુકમ કર્યો કે દાનિયેલ પર આરોપ મૂકનારાઓને લાવવામાં આવે. પછી તેઓને, તેઓની પત્નીઓને અને તેઓનાં બાળકોને સિંહોના બીલમાં ફેંકી દેવામાં આવ્યાં. તેઓ હજી તળિયે પહોંચે ત્યાં સુધીમાં તો સિંહોએ તેઓ પર તરાપ મારી અને તેઓનાં હાડકાં ભાંગી નાખ્યાં.+

૨૫ રાજા દાર્યાવેશે પૃથ્વીના બધા લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકોને એક સંદેશો લખીને મોકલ્યો:+ “તમને બધાને પુષ્કળ શાંતિ મળે! ૨૬ હું એક હુકમ બહાર પાડું છું, મારા આખા સામ્રાજ્યમાં રહેતા બધા લોકો દાનિયેલના ઈશ્વરનો આદર કરે અને તેનો ડર રાખે.+ તેનો ઈશ્વર જીવંત અને સનાતન છે. તેનું રાજ* સર્વકાળ ટકી રહે છે, તેના રાજ્યનો ક્યારેય નાશ થશે નહિ.+ ૨૭ તે પોતાના ભક્તોને છોડાવે છે અને બચાવે છે.+ તે આકાશમાં અને પૃથ્વી પર ચિહ્‍નો અને અદ્‍ભુત કામો કરે છે.+ એ ઈશ્વરે દાનિયેલને સિંહોના પંજામાંથી છોડાવ્યો છે.”

૨૮ આમ, દાર્યાવેશના+ રાજ્યમાં અને ઈરાની રાજા કોરેશના+ રાજ્યમાં દાનિયેલ સફળ થયો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો