વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ન્યાયાધીશો મુખ્ય વિચારો

      • મીખાહની મૂર્તિઓ અને તેનો યાજક (૧-૧૩)

ન્યાયાધીશો ૧૭:૧

એને લગતી કલમો

  • +યહો ૧૭:૧૪, ૧૫

ન્યાયાધીશો ૧૭:૩

ફૂટનોટ

  • *

    અથવા, “હું ચોક્કસ આ ચાંદી યહોવા માટે પવિત્ર કરીશ.”

  • *

    અથવા, “ઢાળેલી મૂર્તિ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૪; લેવી ૨૬:૧; પુન ૨૭:૧૫

ન્યાયાધીશો ૧૭:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૮:૬; ન્યા ૮:૨૭
  • +ઉત ૩૧:૧૯
  • +ગણ ૩:૧૦; પુન ૧૨:૧૧, ૧૩; ૨કા ૧૩:૮, ૯

ન્યાયાધીશો ૧૭:૬

એને લગતી કલમો

  • +૧શ ૮:૪, ૫
  • +ન્યા ૨૧:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૫, પાન ૨૭

ન્યાયાધીશો ૧૭:૭

એને લગતી કલમો

  • +મીખ ૫:૨
  • +ગણ ૩:૪૫; યહો ૧૪:૩; ૧૮:૭

ન્યાયાધીશો ૧૭:૮

એને લગતી કલમો

  • +ન્યા ૧૭:૧, ૫

ન્યાયાધીશો ૧૭:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “પિતા.”

ન્યાયાધીશો ૧૭:૧૨

એને લગતી કલમો

  • +ગણ ૩:૧૦; ન્યા ૧૭:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૨, પાન ૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ન્યા. ૧૭:૧યહો ૧૭:૧૪, ૧૫
ન્યા. ૧૭:૩નિર્ગ ૨૦:૪; લેવી ૨૬:૧; પુન ૨૭:૧૫
ન્યા. ૧૭:૫નિર્ગ ૨૮:૬; ન્યા ૮:૨૭
ન્યા. ૧૭:૫ઉત ૩૧:૧૯
ન્યા. ૧૭:૫ગણ ૩:૧૦; પુન ૧૨:૧૧, ૧૩; ૨કા ૧૩:૮, ૯
ન્યા. ૧૭:૬૧શ ૮:૪, ૫
ન્યા. ૧૭:૬ન્યા ૨૧:૨૫
ન્યા. ૧૭:૭મીખ ૫:૨
ન્યા. ૧૭:૭ગણ ૩:૪૫; યહો ૧૪:૩; ૧૮:૭
ન્યા. ૧૭:૮ન્યા ૧૭:૧, ૫
ન્યા. ૧૭:૧૨ગણ ૩:૧૦; ન્યા ૧૭:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ન્યાયાધીશો ૧૭:૧-૧૩

ન્યાયાધીશો

૧૭ એફ્રાઈમના પહાડી વિસ્તારમાં+ મીખાહ નામે એક માણસ હતો. ૨ તેણે પોતાની માને કહ્યું: “શું તને યાદ છે, તારા ચાંદીના ૧,૧૦૦ ટુકડા કોઈએ ચોરી લીધા હતા અને તેં ચોરને શ્રાપ આપ્યો હતો? તેં શ્રાપ આપ્યો એ મેં સાંભળ્યું હતું. જો, એ ચાંદીના ટુકડા મારી પાસે છે, એ મેં ચોરી લીધા હતા.” એ સાંભળીને તેની માએ કહ્યું: “મારા દીકરા, યહોવા તને આશીર્વાદ આપો.” ૩ તેણે પોતાની માને ચાંદીના ૧,૧૦૦ ટુકડા પાછા આપી દીધા. માએ તેને કહ્યું: “હું આ ચાંદી યહોવાને આપીશ.* મારી ઇચ્છા છે કે એમાંથી તારા માટે એક કોતરેલી મૂર્તિ અને એક ધાતુની મૂર્તિ* બનાવું.+ એ ચાંદી તારી થશે.”

૪ ચાંદીના ટુકડા પાછા મળ્યા પછી, મીખાહની માએ એમાંથી ૨૦૦ ટુકડા સોનીને આપ્યા. સોનીએ એમાંથી કોતરેલી મૂર્તિ અને ધાતુની મૂર્તિ બનાવી આપી, જે મીખાહના ઘરમાં મૂકવામાં આવી. ૫ મીખાહના ઘરમાં એક મંદિર હતું. તેણે એક એફોદ બનાવ્યો+ અને કુળદેવતાઓની મૂર્તિઓ*+ બનાવી. તેણે પોતાના એક દીકરાને યાજક* બનાવ્યો.+ ૬ એ દિવસોમાં ઇઝરાયેલમાં કોઈ રાજા ન હતો.+ દરેક જણ પોતાની નજરમાં જે ખરું હોય એ કરતો હતો.+

૭ યહૂદાના બેથલેહેમમાં+ એક યુવાન લેવી હતો.+ તે ઘણા સમયથી યહૂદાના લોકો સાથે રહેતો હતો. ૮ તેણે યહૂદાનું બેથલેહેમ છોડી દીધું અને રહેવા માટે બીજી જગ્યા શોધવા લાગ્યો. મુસાફરી કરતાં કરતાં તે એફ્રાઈમના પહાડી વિસ્તારમાં મીખાહના ઘરે આવી પહોંચ્યો.+ ૯ મીખાહે તેને પૂછ્યું: “તું ક્યાંથી આવે છે?” તેણે કહ્યું: “હું લેવી છું અને યહૂદાના બેથલેહેમથી આવું છું. હું રહેવાની જગ્યા શોધું છું.” ૧૦ મીખાહે તેને કહ્યું: “તું મારી સાથે રહે. તું મારો સલાહકાર* અને યાજક થા. હું તને ખોરાક પૂરો પાડીશ, દર વર્ષે ચાંદીના દસ ટુકડા અને એક જોડ કપડાં આપીશ.” તેથી લેવી ઘરની અંદર ગયો. ૧૧ તે મીખાહની સાથે રહેવા રાજી થયો. મીખાહ તેને પોતાના દીકરાની જેમ રાખતો હતો. ૧૨ મીખાહે એ લેવીને યાજક તરીકે સેવા આપવાનું કામ સોંપ્યું.+ તે મીખાહના ઘરમાં રહ્યો. ૧૩ મીખાહે વિચાર્યું: “હવે યહોવા ચોક્કસ મારું ભલું કરશે, કેમ કે એક લેવી મારો યાજક બન્યો છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો