વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ન્યાયાધીશો મુખ્ય વિચારો

      • એક દૂત માનોઆહ અને તેની પત્નીને મળવા જાય છે (૧-૨૩)

      • સામસૂનનો જન્મ (૨૪, ૨૫)

ન્યાયાધીશો ૧૩:૧

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૧, ૧૯; ૧૦:૬
  • +યહો ૧૩:૧-૩; ન્યા ૧૦:૭

ન્યાયાધીશો ૧૩:૨

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૦, ૩૩; ૧૯:૪૧, ૪૮
  • +ઉત ૪૯:૧૬
  • +ન્યા ૧૬:૩૧
  • +ઉત ૩૦:૨૨, ૨૩

ન્યાયાધીશો ૧૩:૩

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૧૦; ૧શ ૧:૨૦; લૂક ૧:૧૧, ૧૩

ન્યાયાધીશો ૧૩:૪

એને લગતી કલમો

  • +ગણ ૬:૨, ૩; લૂક ૧:૧૫
  • +લેવી ૧૧:૨૬, ૨૭

ન્યાયાધીશો ૧૩:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “ગર્ભમાંથી.”

  • *

    અર્થ, “સમર્પિત કરાયેલો; અલગ કરાયેલો.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૬:૨, ૫
  • +ન્યા ૨:૧૬; ૧૩:૧; નહે ૯:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૫

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૫, પાન ૨૫

ન્યાયાધીશો ૧૩:૬

એને લગતી કલમો

  • +ન્યા ૧૩:૧૭, ૧૮

ન્યાયાધીશો ૧૩:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “ગર્ભમાંથી.”

ન્યાયાધીશો ૧૩:૮

ફૂટનોટ

  • *

    અથવા, “સાચા ઈશ્વરના માણસને.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૫, પાન ૩

    ૮/૧૫/૨૦૧૩, પાન ૧૬

ન્યાયાધીશો ૧૩:૧૦

એને લગતી કલમો

  • +ન્યા ૧૩:૩

ન્યાયાધીશો ૧૩:૧૨

એને લગતી કલમો

  • +ન્યા ૧૩:૮

ન્યાયાધીશો ૧૩:૧૩

એને લગતી કલમો

  • +ન્યા ૧૩:૪

ન્યાયાધીશો ૧૩:૧૪

એને લગતી કલમો

  • +ગણ ૬:૨, ૩
  • +લેવી ૧૧:૨૬, ૨૭

ન્યાયાધીશો ૧૩:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૫, ૭; ન્યા ૬:૧૮, ૧૯; હિબ્રૂ ૧૩:૨

ન્યાયાધીશો ૧૩:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૩૨:૨૯; ન્યા ૧૩:૬

ન્યાયાધીશો ૧૩:૧૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ન્યાયાધીશો ૧૩:૨૧

એને લગતી કલમો

  • +ન્યા ૬:૨૨, ૨૩

ન્યાયાધીશો ૧૩:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૩:૨૦; યોહ ૧:૧૮

ન્યાયાધીશો ૧૩:૨૩

એને લગતી કલમો

  • +ન્યા ૧૩:૧૬

ન્યાયાધીશો ૧૩:૨૪

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૩૨

ન્યાયાધીશો ૧૩:૨૫

ફૂટનોટ

  • *

    મૂળ, “પ્રેરણા આપવા લાગી.”

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૦, ૩૩
  • +ન્યા ૧૮:૧૧, ૧૨
  • +ન્યા ૩:૯, ૧૦; ૬:૩૪; ૧૧:૨૯; ૧શ ૧૧:૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ન્યા. ૧૩:૧ન્યા ૨:૧૧, ૧૯; ૧૦:૬
ન્યા. ૧૩:૧યહો ૧૩:૧-૩; ન્યા ૧૦:૭
ન્યા. ૧૩:૨યહો ૧૫:૨૦, ૩૩; ૧૯:૪૧, ૪૮
ન્યા. ૧૩:૨ઉત ૪૯:૧૬
ન્યા. ૧૩:૨ન્યા ૧૬:૩૧
ન્યા. ૧૩:૨ઉત ૩૦:૨૨, ૨૩
ન્યા. ૧૩:૩ઉત ૧૮:૧૦; ૧શ ૧:૨૦; લૂક ૧:૧૧, ૧૩
ન્યા. ૧૩:૪ગણ ૬:૨, ૩; લૂક ૧:૧૫
ન્યા. ૧૩:૪લેવી ૧૧:૨૬, ૨૭
ન્યા. ૧૩:૫ગણ ૬:૨, ૫
ન્યા. ૧૩:૫ન્યા ૨:૧૬; ૧૩:૧; નહે ૯:૨૭
ન્યા. ૧૩:૬ન્યા ૧૩:૧૭, ૧૮
ન્યા. ૧૩:૧૦ન્યા ૧૩:૩
ન્યા. ૧૩:૧૨ન્યા ૧૩:૮
ન્યા. ૧૩:૧૩ન્યા ૧૩:૪
ન્યા. ૧૩:૧૪ગણ ૬:૨, ૩
ન્યા. ૧૩:૧૪લેવી ૧૧:૨૬, ૨૭
ન્યા. ૧૩:૧૫ઉત ૧૮:૫, ૭; ન્યા ૬:૧૮, ૧૯; હિબ્રૂ ૧૩:૨
ન્યા. ૧૩:૧૭ઉત ૩૨:૨૯; ન્યા ૧૩:૬
ન્યા. ૧૩:૨૧ન્યા ૬:૨૨, ૨૩
ન્યા. ૧૩:૨૨નિર્ગ ૩૩:૨૦; યોહ ૧:૧૮
ન્યા. ૧૩:૨૩ન્યા ૧૩:૧૬
ન્યા. ૧૩:૨૪હિબ્રૂ ૧૧:૩૨
ન્યા. ૧૩:૨૫યહો ૧૫:૨૦, ૩૩
ન્યા. ૧૩:૨૫ન્યા ૧૮:૧૧, ૧૨
ન્યા. ૧૩:૨૫ન્યા ૩:૯, ૧૦; ૬:૩૪; ૧૧:૨૯; ૧શ ૧૧:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ન્યાયાધીશો ૧૩:૧-૨૫

ન્યાયાધીશો

૧૩ યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ ઇઝરાયેલીઓએ ફરીથી કર્યું.+ એટલે યહોવાએ તેઓને ૪૦ વર્ષ સુધી પલિસ્તીઓના હાથમાં સોંપી દીધા.+

૨ એ સમયે સોરાહમાં+ દાનના કુટુંબનો+ એક માણસ હતો, જેનું નામ માનોઆહ+ હતું. તેની પત્ની વાંઝણી હોવાથી તેને કોઈ બાળક ન હતું.+ ૩ એક દિવસે યહોવાના દૂતે માનોઆહની પત્ની પાસે આવીને કહ્યું: “ખરું કે હમણાં તને કોઈ બાળક નથી, પણ તું ચોક્કસ ગર્ભવતી થઈશ અને દીકરાને જન્મ આપીશ.+ ૪ ધ્યાન રાખજે, દ્રાક્ષદારૂ કે કોઈ પણ પ્રકારનો શરાબ પીતી નહિ.+ કોઈ અશુદ્ધ વસ્તુ ખાતી નહિ.+ ૫ તું ચોક્કસ ગર્ભવતી થઈશ અને દીકરાને જન્મ આપીશ. તેના વાળ કદી કાપવા નહિ,+ કેમ કે તે જન્મથી* જ ઈશ્વર માટે નાઝીરી* થશે. તે ઇઝરાયેલીઓને પલિસ્તીઓના હાથમાંથી બચાવશે.”+

૬ પછી તે પોતાના પતિ પાસે ગઈ અને કહ્યું: “સાચા ઈશ્વરના એક માણસ મારી પાસે આવ્યા હતા. તે ઈશ્વરના દૂત જેવા પ્રભાવશાળી દેખાતા હતા. મેં પૂછ્યું નહિ કે તે ક્યાંના છે અને તેમણે પણ પોતાનું નામ જણાવ્યું નહિ.+ ૭ તેમણે મને કહ્યું: ‘તું ચોક્કસ ગર્ભવતી થઈશ અને દીકરાને જન્મ આપીશ. હવેથી તું દ્રાક્ષદારૂ કે કોઈ પણ પ્રકારનો શરાબ પીતી નહિ. કોઈ અશુદ્ધ વસ્તુ ખાતી નહિ, કેમ કે તે બાળક જન્મથી* છેક મરણ સુધી ઈશ્વર માટે નાઝીરી થશે.’”

૮ માનોઆહે યહોવાને વિનંતી કરી: “હે યહોવા, તમે જે માણસને* મોકલ્યા હતા, તેમને કૃપા કરીને ફરીથી મોકલો, જેથી તે અમને જણાવે કે જન્મ થનાર બાળકનો ઉછેર કઈ રીતે કરવો.” ૯ સાચા ઈશ્વરે તેની વિનંતી સાંભળી અને તેમનો દૂત ફરીથી તેઓને મળવા આવ્યો. એ સમયે માનોઆહની પત્ની ખેતરમાં હતી, પણ તેનો પતિ ત્યાં ન હતો. ૧૦ તે દોડીને પોતાના પતિ પાસે ગઈ અને કહ્યું: “જુઓ! જે માણસ પેલા દિવસે મારી પાસે આવ્યા હતા, તે ફરીથી આવ્યા છે.”+

૧૧ માનોઆહ પોતાની પત્ની સાથે ગયો. તેણે એ માણસ પાસે આવીને પૂછ્યું: “મારી પત્ની સાથે વાત કરનાર શું તમે છો?” તેણે કહ્યું: “હા.” ૧૨ માનોઆહે કહ્યું: “તમારા કહેવા પ્રમાણે થાઓ! અમને કહો કે બાળકનું જીવન કેવું હશે અને તે કેવાં કામ કરશે?”+ ૧૩ યહોવાના દૂતે માનોઆહને કહ્યું: “મેં તારી પત્નીને જે વિશે કહ્યું છે, એનાથી તેણે દૂર રહેવું.+ ૧૪ તેણે દ્રાક્ષમાંથી બનેલું કંઈ ખાવું નહિ, દ્રાક્ષદારૂ અથવા કોઈ પણ પ્રકારનો શરાબ પીવો નહિ,+ કોઈ અશુદ્ધ વસ્તુ ખાવી નહિ.+ મેં તેને જે જે આજ્ઞા આપી છે એ સર્વ તેણે પાળવી.”

૧૫ માનોઆહે યહોવાના દૂતને વિનંતી કરી: “થોડો સમય રોકાઈ જાઓ, અમે તમારા માટે બકરીનું બચ્ચું રાંધી લાવીએ.”+ ૧૬ યહોવાના દૂતે માનોઆહને કહ્યું: “હું રોકાઈ જાઉં તોપણ કંઈ ખાઈશ નહિ. તારે અગ્‍નિ-અર્પણ ચઢાવવું હોય તો યહોવાને ચઢાવ.” માનોઆહ જાણતો ન હતો કે તે યહોવાનો દૂત છે. ૧૭ માનોઆહે યહોવાના દૂતને કહ્યું: “તમારું નામ જણાવો,+ જેથી તમારી વાત સાચી પડે ત્યારે અમે તમારું સન્માન કરીએ.” ૧૮ પણ યહોવાના દૂતે કહ્યું: “મારું નામ ન પૂછીશ, કેમ કે એ તો અજાયબ છે!”

૧૯ એ પછી માનોઆહે એક મોટા પથ્થર પર બકરીનું બચ્ચું અને અનાજ-અર્પણ* યહોવાને ચઢાવ્યાં. માનોઆહ અને તેની પત્નીના દેખતા ઈશ્વરે એક ચમત્કાર કર્યો. ૨૦ પથ્થરની વેદીમાંથી અગ્‍નિની જ્વાળાઓ ઊંચે ચઢતી હતી. યહોવાનો દૂત એ જ્વાળાઓમાં થઈને આકાશમાં ચઢી ગયો. એ બધું માનોઆહ અને તેની પત્નીએ નજરોનજર જોયું. તેઓએ તરત જ ભૂમિ પર માથું ટેકવીને નમન કર્યું. ૨૧ તેઓને યહોવાનો દૂત ફરીથી દેખાયો નહિ. માનોઆહને ખ્યાલ આવ્યો કે એ તો યહોવાનો દૂત હતો.+ ૨૨ માનોઆહે પોતાની પત્નીને કહ્યું: “આપણે ચોક્કસ મરવાના છીએ, કેમ કે આપણે ઈશ્વરને જોયા છે!”+ ૨૩ તેની પત્નીએ કહ્યું: “યહોવા આપણને મારી નાખવાના હોત તો, તેમણે આપણા હાથે અગ્‍નિ-અર્પણ અને અનાજ-અર્પણ સ્વીકાર્યાં ન હોત.+ તેમણે આપણને એ બધું દેખાડ્યું ન હોત અને કંઈ કહ્યું પણ ન હોત.”

૨૪ સમય જતાં, માનોઆહની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ સામસૂન પાડ્યું.+ તે મોટો થતો ગયો તેમ યહોવાનો આશીર્વાદ તેના પર હતો. ૨૫ પછી સોરાહ અને એશ્તાઓલની+ વચ્ચે માહનેહ-દાન+ નામની જગ્યાએ, યહોવાની શક્તિ સામસૂન પર આવી.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો