વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • યહૂદાનાં પાપ લોઢાની કલમથી કોતરીને લખેલાં છે (૧-૪)

      • યહોવા પર ભરોસો રાખવાથી મળતા આશીર્વાદ (૫-૮)

      • દિલ સૌથી કપટી છે (૯-૧૧)

      • યહોવા, ઇઝરાયેલની આશા (૧૨, ૧૩)

      • યર્મિયાની પ્રાર્થના (૧૪-૧૮)

      • સાબ્બાથને પવિત્ર ગણવો (૧૯-૨૭)

યર્મિયા ૧૭:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

યર્મિયા ૧૭:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ન્યા ૩:૭; ૨કા ૨૪:૧૮; ૩૩:૧, ૩
  • +યશા ૧:૨૯; હઝ ૬:૧૩

યર્મિયા ૧૭:૩

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૧, ૧૩; યર્મિ ૧૫:૧૩
  • +લેવી ૨૬:૩૦; હઝ ૬:૩

યર્મિયા ૧૭:૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “મારા ગુસ્સાને લીધે તમને બધાને આગની જેમ સળગાવવામાં આવ્યા છે.”

એને લગતી કલમો

  • +યવિ ૫:૨
  • +પુન ૨૮:૪૮; યર્મિ ૧૬:૧૩
  • +યશા ૫:૨૫; યર્મિ ૧૫:૧૪

યર્મિયા ૧૭:૫

ફૂટનોટ

  • *

    અથવા, “તાકતવર માણસ.”

એને લગતી કલમો

  • +યશા ૩૦:૧, ૨
  • +૨રા ૧૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૪

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૮

    ૮/૧૫/૧૯૯૮, પાન ૬

યર્મિયા ૧૭:૭

ફૂટનોટ

  • *

    અથવા, “તાકતવર માણસ.”

એને લગતી કલમો

  • +ગી ૩૪:૮; ૧૪૬:૫; યશા ૨૬:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૮

યર્મિયા ૧૭:૮

એને લગતી કલમો

  • +ગી ૧:૩; ૯૨:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૯/૨૦૧૯, પાન ૮

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૧, પાન ૨૦

યર્મિયા ૧૭:૯

ફૂટનોટ

  • *

    અથવા, “છેતરામણું.”

  • *

    અથવા કદાચ, “એનો કોઈ ઇલાજ નથી.”

એને લગતી કલમો

  • +ઉત ૬:૫; ૮:૨૧; ની ૨૮:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૪, પાન ૧૦-૧૧

    ૧૦/૧૫/૨૦૦૧, પાન ૨૫

    ૮/૧/૨૦૦૧, પાન ૯-૧૦

    ૩/૧/૨૦૦૦, પાન ૩૦

યર્મિયા ૧૭:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંડી લાગણીઓની.” મૂળ, “મૂત્રપિંડોની.”

એને લગતી કલમો

  • +૧શ ૧૬:૭; ૧કા ૨૮:૯; ની ૧૭:૩; ૨૧:૨
  • +રોમ ૨:૬; ગલા ૬:૭; પ્રક ૨:૨૩; ૨૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૯

યર્મિયા ૧૭:૧૧

એને લગતી કલમો

  • +ની ૨૮:૨૦; યશા ૧:૨૩; યાકૂ ૫:૪

યર્મિયા ૧૭:૧૨

એને લગતી કલમો

  • +૨કા ૨:૫; યશા ૬:૧

યર્મિયા ૧૭:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “મને.” દેખીતું છે, એ યહોવાને બતાવે છે.

  • *

    અથવા, “તમારો વિરોધ કરનાર.” શબ્દસૂચિમાં “ઈશ્વર-વિરોધી” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૭૩:૨૭; યશા ૧:૨૮
  • +યર્મિ ૨:૧૩; પ્રક ૨૨:૧

યર્મિયા ૧૭:૧૪

એને લગતી કલમો

  • +યર્મિ ૧૫:૨૦

યર્મિયા ૧૭:૧૫

એને લગતી કલમો

  • +યશા ૫:૧૯; ૨પિ ૩:૪

યર્મિયા ૧૭:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “બે વાર.”

એને લગતી કલમો

  • +યર્મિ ૧૫:૧૫; ૨૦:૧૧
  • +યર્મિ ૧૮:૨૩

યર્મિયા ૧૭:૧૯

એને લગતી કલમો

  • +યર્મિ ૭:૨

યર્મિયા ૧૭:૨૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નહે ૧૩:૧૯

યર્મિયા ૧૭:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૯, ૧૦; લેવી ૨૩:૩
  • +નિર્ગ ૩૧:૧૩

યર્મિયા ૧૭:૨૩

ફૂટનોટ

  • *

    મૂળ, “ગરદન અક્કડ કરીને.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૪૮:૪; હઝ ૨૦:૧૩

યર્મિયા ૧૭:૨૪

એને લગતી કલમો

  • +પુન ૫:૧૨-૧૪

યર્મિયા ૧૭:૨૫

એને લગતી કલમો

  • +ગી ૧૩૨:૧૧
  • +યર્મિ ૨૨:૪

યર્મિયા ૧૭:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “નીચાણ પ્રદેશથી.”

  • *

    અથવા, “દક્ષિણથી.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૩૨:૪૪
  • +યર્મિ ૩૩:૧૩
  • +લેવી ૧:૩
  • +એઝ ૩:૩
  • +લેવી ૨:૧, ૨
  • +ગી ૧૦૭:૨૨; ૧૧૬:૧૭; યર્મિ ૩૩:૧૦, ૧૧

યર્મિયા ૧૭:૨૭

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૯, ૧૦; યર્મિ ૩૯:૮
  • +૨રા ૨૨:૧૬, ૧૭; યવિ ૪:૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૧૭:૨ન્યા ૩:૭; ૨કા ૨૪:૧૮; ૩૩:૧, ૩
યર્મિ. ૧૭:૨યશા ૧:૨૯; હઝ ૬:૧૩
યર્મિ. ૧૭:૩૨રા ૨૪:૧૧, ૧૩; યર્મિ ૧૫:૧૩
યર્મિ. ૧૭:૩લેવી ૨૬:૩૦; હઝ ૬:૩
યર્મિ. ૧૭:૪યવિ ૫:૨
યર્મિ. ૧૭:૪પુન ૨૮:૪૮; યર્મિ ૧૬:૧૩
યર્મિ. ૧૭:૪યશા ૫:૨૫; યર્મિ ૧૫:૧૪
યર્મિ. ૧૭:૫યશા ૩૦:૧, ૨
યર્મિ. ૧૭:૫૨રા ૧૬:૭
યર્મિ. ૧૭:૭ગી ૩૪:૮; ૧૪૬:૫; યશા ૨૬:૩
યર્મિ. ૧૭:૮ગી ૧:૩; ૯૨:૧૨, ૧૩
યર્મિ. ૧૭:૯ઉત ૬:૫; ૮:૨૧; ની ૨૮:૨૬
યર્મિ. ૧૭:૧૦૧શ ૧૬:૭; ૧કા ૨૮:૯; ની ૧૭:૩; ૨૧:૨
યર્મિ. ૧૭:૧૦રોમ ૨:૬; ગલા ૬:૭; પ્રક ૨:૨૩; ૨૨:૧૨
યર્મિ. ૧૭:૧૧ની ૨૮:૨૦; યશા ૧:૨૩; યાકૂ ૫:૪
યર્મિ. ૧૭:૧૨૨કા ૨:૫; યશા ૬:૧
યર્મિ. ૧૭:૧૩ગી ૭૩:૨૭; યશા ૧:૨૮
યર્મિ. ૧૭:૧૩યર્મિ ૨:૧૩; પ્રક ૨૨:૧
યર્મિ. ૧૭:૧૪યર્મિ ૧૫:૨૦
યર્મિ. ૧૭:૧૫યશા ૫:૧૯; ૨પિ ૩:૪
યર્મિ. ૧૭:૧૮યર્મિ ૧૫:૧૫; ૨૦:૧૧
યર્મિ. ૧૭:૧૮યર્મિ ૧૮:૨૩
યર્મિ. ૧૭:૧૯યર્મિ ૭:૨
યર્મિ. ૧૭:૨૧નહે ૧૩:૧૯
યર્મિ. ૧૭:૨૨નિર્ગ ૨૦:૯, ૧૦; લેવી ૨૩:૩
યર્મિ. ૧૭:૨૨નિર્ગ ૩૧:૧૩
યર્મિ. ૧૭:૨૩યશા ૪૮:૪; હઝ ૨૦:૧૩
યર્મિ. ૧૭:૨૪પુન ૫:૧૨-૧૪
યર્મિ. ૧૭:૨૫ગી ૧૩૨:૧૧
યર્મિ. ૧૭:૨૫યર્મિ ૨૨:૪
યર્મિ. ૧૭:૨૬યર્મિ ૩૨:૪૪
યર્મિ. ૧૭:૨૬યર્મિ ૩૩:૧૩
યર્મિ. ૧૭:૨૬લેવી ૧:૩
યર્મિ. ૧૭:૨૬એઝ ૩:૩
યર્મિ. ૧૭:૨૬લેવી ૨:૧, ૨
યર્મિ. ૧૭:૨૬ગી ૧૦૭:૨૨; ૧૧૬:૧૭; યર્મિ ૩૩:૧૦, ૧૧
યર્મિ. ૧૭:૨૭૨રા ૨૫:૯, ૧૦; યર્મિ ૩૯:૮
યર્મિ. ૧૭:૨૭૨રા ૨૨:૧૬, ૧૭; યવિ ૪:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૧૭:૧-૨૭

યર્મિયા

૧૭ “યહૂદાનાં પાપ લોઢાની કલમથી લખેલાં છે.

એ તેઓના દિલ પર અને તેઓની વેદીઓનાં શિંગડાં* પર

હીરાકણીથી કોતરેલાં છે.

 ૨ પણ તેઓના દીકરાઓ એ વેદીઓ અને ભક્તિ-થાંભલા* યાદ કરે છે,+

જે ઘટાદાર ઝાડ પાસે, ઊંચી ઊંચી ટેકરીઓ પર+

 ૩ અને શહેરથી દૂર આવેલા પહાડો પર છે.

તેં તારા વિસ્તારોમાં ઘણાં પાપ કર્યાં છે,

એટલે હું તારી સંપત્તિ અને તારો ખજાનો દુશ્મનોને સોંપી દઈશ,+

હું તારાં ભક્તિ-સ્થળો પણ તેઓને આપી દઈશ.+

 ૪ મેં આપેલો વારસો તું પોતે જ પડતો મૂકીશ.+

હું તને અજાણ્યા દેશમાં મોકલીશ, જ્યાં તારે દુશ્મનોની ગુલામી કરવી પડશે.+

તમારા લીધે મારો ગુસ્સો સળગી ઊઠ્યો છે.*+

મારા ગુસ્સાની આગ હંમેશ માટે સળગતી રહેશે.”

 ૫ યહોવા કહે છે:

“જે માણસ* બીજા માણસો પર ભરોસો રાખે છે,+

જે માણસોની તાકાત પર આધાર રાખે છે+

અને જેનું દિલ યહોવાથી દૂર જતું રહ્યું છે,

તે માણસ પર શ્રાપ ઊતરી આવે.

 ૬ તે રણપ્રદેશમાં એકલા-અટૂલા ઝાડ જેવો થશે.

તે સારી વસ્તુઓનો અનુભવ નહિ કરે.

તે વેરાન પ્રદેશોમાં અને ખારવાળા વિસ્તારોમાં રહેશે,

જ્યાં કોઈ રહી શકતું નથી.

 ૭ જે માણસ* યહોવા પર ભરોસો રાખે છે,

જે યહોવા પર આધાર રાખે છે,

તે માણસને આશીર્વાદ મળે.+

 ૮ તે નદી પાસે રોપાયેલા ઝાડ જેવો થશે,

જેનાં મૂળ વહેતા પાણી સુધી ફેલાય છે.

તેના પર સખત તાપની કંઈ અસર નહિ થાય,

તેનાં પાંદડાં હંમેશાં લીલાંછમ રહેશે.+

દુકાળના વર્ષમાં પણ તેને કંઈ ચિંતા નહિ થાય,

તે કાયમ ફળ આપતો રહેશે.

 ૯ દિલ સૌથી કપટી* છે, એ બહુ ઉતાવળું છે,*+

એને કોણ સમજી શકે?

૧૦ હું યહોવા, દિલને તપાસું છું,+

મનના ઊંડા વિચારોની* પરખ કરું છું,

જેથી દરેકને તેના માર્ગો પ્રમાણે

અને તેનાં કાર્યો પ્રમાણે ફળ આપી શકું.+

૧૧ એક માણસ બેઈમાનીથી દોલત ભેગી કરે છે.+

તે તેતર જેવો છે, જે બીજાનાં ઈંડાં ભેગાં કરીને સેવે છે.

વહેલા-મોડા તેની દોલત તેના હાથમાંથી સરી જશે,

છેવટે તે મૂર્ખ સાબિત થશે.”

૧૨ આપણું મંદિર ભવ્ય રાજગાદી છે,+

જેને શરૂઆતથી જ મહિમા આપવામાં આવ્યો છે.

૧૩ હે યહોવા, તમે ઇઝરાયેલની આશા છો,

તમને છોડી દેનાર બધા લોકો શરમમાં મુકાશે.

તમને* ત્યજી દેનાર* લોકોનાં નામ ધૂળમાં લખાશે,+

કેમ કે તેઓએ યહોવાને છોડી દીધા છે, જે જીવનના પાણીનો ઝરો છે.+

૧૪ હે યહોવા, મને સાજો કરો તો હું સાજો થઈશ.

મને બચાવો તો હું બચી જઈશ,+

કેમ કે હું ફક્ત તમારી સ્તુતિ કરું છું.

૧૫ જુઓ, લોકો પૂછે છે:

“યહોવાનું વચન કેમ હજીયે પૂરું થયું નથી?”+

૧૬ હું ઘેટાંપાળકની જેમ તમારી પાછળ ચાલતો રહ્યો, હું દૂર નાસી ગયો નહિ.

મેં આફતના દિવસની રાહ જોઈ નહિ.

મારા હોઠે નીકળતો એકેએક શબ્દ તમે જાણો છો.

એ બધું તમારી આંખો સામે છે!

૧૭ મને છોડી ન દો, નહિતર હું ખૂબ ડરી જઈશ.

આફતના દિવસે તમે મારો આશરો છો.

૧૮ મારો વિરોધ કરનારાઓને શરમમાં મૂકો,+

પણ મને શરમમાં મૂકતા નહિ.

તેઓને ડરાવી મૂકો,

પણ મને ડરાવતા નહિ.

તેઓ પર આફતનો દિવસ લાવો,+

તેઓને કચડી નાખો અને પૂરેપૂરો* નાશ કરી દો.

૧૯ યહોવાએ મને કહ્યું: “જા, લોકોના દીકરાઓના દરવાજે ઊભો રહે, જ્યાંથી યહૂદાના રાજાઓ આવજા કરે છે. તું જઈને યરૂશાલેમના દરેક દરવાજે ઊભો રહે.+ ૨૦ તું તેઓને કહે, ‘આ દરવાજામાંથી અંદર આવનાર યહૂદાના રાજાઓ, યહૂદાના બધા લોકો અને યરૂશાલેમના સર્વ રહેવાસીઓ, તમે યહોવાનો સંદેશો સાંભળો. ૨૧ યહોવા કહે છે: “ધ્યાન રાખો, સાબ્બાથના* દિવસે તમે કોઈ માલ-સામાન ઊંચકશો નહિ કે યરૂશાલેમના દરવાજાથી એને અંદર લાવશો નહિ.+ ૨૨ સાબ્બાથના દિવસે તમારા ઘરમાંથી કોઈ માલ-સામાન બહાર લાવશો નહિ. એ દિવસે કંઈ કામ કરશો નહિ.+ તમે સાબ્બાથના દિવસને પવિત્ર ગણો, જેમ મેં તમારા બાપદાદાઓને આજ્ઞા આપી હતી.+ ૨૩ પણ તેઓએ મારું સાંભળ્યું નહિ, મારી વાત કાને ધરી નહિ. અડિયલ બનીને* તેઓએ મારી આજ્ઞા માની નહિ અને મારી શિસ્ત* સ્વીકારી નહિ.”’+

૨૪ “‘યહોવા કહે છે, “જો તમે મારી આજ્ઞાઓ પ્રમાણે કરો, જો તમે સાબ્બાથના દિવસે શહેરના દરવાજાથી માલ-સામાન અંદર નહિ લાવો, જો એ દિવસે કંઈ કામ નહિ કરો અને એને પવિત્ર ગણો,+ ૨૫ તો દાઉદની રાજગાદી પર બેસનાર રાજાઓ અને આગેવાનો+ આ શહેરના દરવાજાથી અંદર આવશે. તેઓ રથો અને ઘોડાઓ પર સવાર થઈને આવશે. યહૂદાના માણસો અને યરૂશાલેમના રહેવાસીઓ પણ અંદર આવશે+ અને આ શહેર લોકોથી હંમેશ માટે હર્યુંભર્યું રહેશે. ૨૬ લોકો યહૂદાનાં શહેરોથી, યરૂશાલેમની આસપાસના વિસ્તારોથી, બિન્યામીનના પ્રદેશથી,+ શેફેલાહથી,*+ પહાડી વિસ્તારોથી અને નેગેબથી* આવશે. તેઓ અગ્‍નિ-અર્પણો,+ બલિદાનો,+ અનાજ-અર્પણો,+ લોબાન* અને આભાર-અર્પણો* લઈને યહોવાના મંદિરે આવશે.+

૨૭ “‘“પણ જો તમે મારી આજ્ઞા નહિ માનો અને સાબ્બાથના દિવસને પવિત્ર નહિ ગણો, જો એ દિવસે માલ-સામાન ઊંચકશો કે યરૂશાલેમના દરવાજાથી એને અંદર લાવશો, તો હું દરવાજાઓને આગ લગાવી દઈશ. એ આગ યરૂશાલેમના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.+ એ આગ કોઈ હોલવી શકશે નહિ.”’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો