વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ રાજાઓ મુખ્ય વિચારો

      • યેહૂ આહાબના ઘરનાને મારી નાખે છે (૧-૧૭)

        • યહોનાદાબ યેહૂને સાથ આપે છે (૧૫-૧૭)

      • યેહૂએ બઆલના ભક્તોને મારી નાખ્યા (૧૮-૨૭)

      • યેહૂના રાજનું ટૂંકમાં વર્ણન (૨૮-૩૬)

૨ રાજાઓ ૧૦:૧

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૨૯
  • +૧રા ૨૧:૮

૨ રાજાઓ ૧૦:૩

ફૂટનોટ

  • *

    અથવા, “નેક.”

૨ રાજાઓ ૧૦:૪

એને લગતી કલમો

  • +૨રા ૯:૨૪, ૨૭

૨ રાજાઓ ૧૦:૭

એને લગતી કલમો

  • +૧રા ૨૧:૨૧

૨ રાજાઓ ૧૦:૯

ફૂટનોટ

  • *

    અથવા, “નેક.”

એને લગતી કલમો

  • +૨રા ૯:૧૪, ૨૪

૨ રાજાઓ ૧૦:૧૦

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૨૯; યશા ૧૪:૨૭
  • +૧રા ૨૧:૧૯-૨૪; ૨રા ૯:૭, ૩૬

૨ રાજાઓ ૧૦:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧રા ૧૮:૧૯; ૨રા ૨૩:૧૯, ૨૦
  • +૧રા ૨૧:૨૧

૨ રાજાઓ ૧૦:૧૨

ફૂટનોટ

  • *

    દેખીતું છે, આ જગ્યાએ ઊન કાતરવા ઘેટાં બાંધવામાં આવતાં.

૨ રાજાઓ ૧૦:૧૩

ફૂટનોટ

  • *

    એટલે કે, ઇઝેબેલ રાણી, યહોરામ રાજાની મા.

એને લગતી કલમો

  • +૨રા ૮:૨૯; ૯:૨૧, ૨૭; ૨કા ૨૨:૧

૨ રાજાઓ ૧૦:૧૪

એને લગતી કલમો

  • +૨કા ૨૨:૮

૨ રાજાઓ ૧૦:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “આશીર્વાદ આપ્યો.”

  • *

    મૂળ, “શુદ્ધ હૃદયથી.”

એને લગતી કલમો

  • +૧કા ૨:૫૫
  • +યર્મિ ૩૫:૬, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૫, પાન ૧૧

    ૧/૧/૧૯૯૮, પાન ૧૨-૧૩

૨ રાજાઓ ૧૦:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “અને યહોવા માટેના મારા ઉત્સાહને જો.”

એને લગતી કલમો

  • +ગણ ૨૫:૧૧; ૧રા ૧૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૮, પાન ૧૨-૧૩

૨ રાજાઓ ૧૦:૧૭

એને લગતી કલમો

  • +૨રા ૯:૮; ૨કા ૨૨:૭
  • +૧રા ૨૧:૨૦, ૨૧; ૨રા ૯:૨૬

૨ રાજાઓ ૧૦:૧૮

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૩૨, ૩૩; ૧૮:૨૨

૨ રાજાઓ ૧૦:૧૯

એને લગતી કલમો

  • +૨રા ૩:૧૩
  • +૨રા ૧૦:૧૧

૨ રાજાઓ ૧૦:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

૨ રાજાઓ ૧૦:૨૧

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૩૦, ૩૨

૨ રાજાઓ ૧૦:૨૩

એને લગતી કલમો

  • +૨રા ૧૦:૧૫; યર્મિ ૩૫:૬, ૧૯

૨ રાજાઓ ૧૦:૨૫

ફૂટનોટ

  • *

    મૂળ, “શહેરમાં,” કદાચ કિલ્લા જેવી ઇમારત.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૨૬, ૨૭; પુન ૧૩:૬-૯; હઝ ૯:૫

૨ રાજાઓ ૧૦:૨૬

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૧
  • +પુન ૭:૨૫

૨ રાજાઓ ૧૦:૨૭

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૦; પુન ૭:૫
  • +૧રા ૧૬:૩૦, ૩૨

૨ રાજાઓ ૧૦:૨૯

એને લગતી કલમો

  • +૧રા ૧૨:૨૮-૩૦; ૧૩:૩૩; હો ૮:૬

૨ રાજાઓ ૧૦:૩૦

એને લગતી કલમો

  • +૧રા ૨૧:૨૧
  • +૨રા ૧૩:૧, ૧૦; ૧૪:૨૩; ૧૫:૮, ૧૨

૨ રાજાઓ ૧૦:૩૧

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૨; હો ૧:૪
  • +૧રા ૧૨:૨૮-૩૦; ૧૩:૩૪; ૧૪:૧૬

૨ રાજાઓ ૧૦:૩૨

એને લગતી કલમો

  • +૧રા ૧૯:૧૭; ૨રા ૮:૧૨; ૧૩:૨૨

૨ રાજાઓ ૧૦:૩૩

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૩; યહો ૨૨:૯
  • +પુન ૩:૧૩-૧૬; ૨૮:૬૩; યહો ૧૩:૮-૧૨

૨ રાજાઓ ૧૦:૩૫

એને લગતી કલમો

  • +૨રા ૧૩:૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ રાજા. ૧૦:૧૧રા ૧૬:૨૯
૨ રાજા. ૧૦:૧૧રા ૨૧:૮
૨ રાજા. ૧૦:૪૨રા ૯:૨૪, ૨૭
૨ રાજા. ૧૦:૭૧રા ૨૧:૨૧
૨ રાજા. ૧૦:૯૨રા ૯:૧૪, ૨૪
૨ રાજા. ૧૦:૧૦૧શ ૧૫:૨૯; યશા ૧૪:૨૭
૨ રાજા. ૧૦:૧૦૧રા ૨૧:૧૯-૨૪; ૨રા ૯:૭, ૩૬
૨ રાજા. ૧૦:૧૧૧રા ૧૮:૧૯; ૨રા ૨૩:૧૯, ૨૦
૨ રાજા. ૧૦:૧૧૧રા ૨૧:૨૧
૨ રાજા. ૧૦:૧૩૨રા ૮:૨૯; ૯:૨૧, ૨૭; ૨કા ૨૨:૧
૨ રાજા. ૧૦:૧૪૨કા ૨૨:૮
૨ રાજા. ૧૦:૧૫૧કા ૨:૫૫
૨ રાજા. ૧૦:૧૫યર્મિ ૩૫:૬, ૧૯
૨ રાજા. ૧૦:૧૬ગણ ૨૫:૧૧; ૧રા ૧૯:૧૦
૨ રાજા. ૧૦:૧૭૨રા ૯:૮; ૨કા ૨૨:૭
૨ રાજા. ૧૦:૧૭૧રા ૨૧:૨૦, ૨૧; ૨રા ૯:૨૬
૨ રાજા. ૧૦:૧૮૧રા ૧૬:૩૨, ૩૩; ૧૮:૨૨
૨ રાજા. ૧૦:૧૯૨રા ૩:૧૩
૨ રાજા. ૧૦:૧૯૨રા ૧૦:૧૧
૨ રાજા. ૧૦:૨૧૧રા ૧૬:૩૦, ૩૨
૨ રાજા. ૧૦:૨૩૨રા ૧૦:૧૫; યર્મિ ૩૫:૬, ૧૯
૨ રાજા. ૧૦:૨૫નિર્ગ ૩૨:૨૬, ૨૭; પુન ૧૩:૬-૯; હઝ ૯:૫
૨ રાજા. ૧૦:૨૬લેવી ૨૬:૧
૨ રાજા. ૧૦:૨૬પુન ૭:૨૫
૨ રાજા. ૧૦:૨૭લેવી ૨૬:૩૦; પુન ૭:૫
૨ રાજા. ૧૦:૨૭૧રા ૧૬:૩૦, ૩૨
૨ રાજા. ૧૦:૨૯૧રા ૧૨:૨૮-૩૦; ૧૩:૩૩; હો ૮:૬
૨ રાજા. ૧૦:૩૦૧રા ૨૧:૨૧
૨ રાજા. ૧૦:૩૦૨રા ૧૩:૧, ૧૦; ૧૪:૨૩; ૧૫:૮, ૧૨
૨ રાજા. ૧૦:૩૧પુન ૧૦:૧૨; હો ૧:૪
૨ રાજા. ૧૦:૩૧૧રા ૧૨:૨૮-૩૦; ૧૩:૩૪; ૧૪:૧૬
૨ રાજા. ૧૦:૩૨૧રા ૧૯:૧૭; ૨રા ૮:૧૨; ૧૩:૨૨
૨ રાજા. ૧૦:૩૩ગણ ૩૨:૩૩; યહો ૨૨:૯
૨ રાજા. ૧૦:૩૩પુન ૩:૧૩-૧૬; ૨૮:૬૩; યહો ૧૩:૮-૧૨
૨ રાજા. ૧૦:૩૫૨રા ૧૩:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ રાજાઓ ૧૦:૧-૩૬

બીજો રાજાઓ

૧૦ આહાબના+ ૭૦ દીકરાઓ સમરૂનમાં હતા. એટલે યેહૂએ સમરૂનમાં યિઝ્રએલના આગેવાનો, વડીલો+ અને આહાબનાં બાળકોની સંભાળ રાખનારાઓને પત્રો લખીને કહ્યું: ૨ “તમારા માલિકના દીકરાઓ તમારી સાથે છે. તમારી પાસે યુદ્ધના રથો, ઘોડાઓ, કોટવાળું શહેર અને હથિયારો પણ છે. આ પત્રો મળે ત્યારે, ૩ તમારા માલિકના દીકરાઓમાંથી જે સૌથી સારો અને લાયક* હોય, તેને પસંદ કરીને તેના પિતાની રાજગાદી પર બેસાડો. પછી તમારા માલિકના ઘર માટે લડો.”

૪ પણ તેઓ ગભરાઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા: “જો બે રાજાઓ તેની સામે ટકી ન શક્યા+ તો આપણે કઈ રીતે ટકવાના?” ૫ મહેલના કારભારીએ, શહેરના રાજ્યપાલે, વડીલોએ અને બાળકોની સંભાળ રાખનારાઓએ યેહૂને સંદેશો મોકલ્યો: “અમે તમારા સેવકો છીએ. તમે જે કહેશો એ બધું કરવા તૈયાર છીએ. અમે કોઈને રાજા બનાવવાના નથી. તમારી નજરે જે સારું લાગે એ કરો.”

૬ યેહૂએ તેઓને બીજો પત્ર લખીને કહ્યું: “જો તમે મારી બાજુ હોવ અને હું જે કહું એ કરવા તૈયાર હોવ, તો એક કામ કરો. તમારા માલિકના દીકરાઓનાં માથાં લઈને કાલે આ સમયે મારી પાસે યિઝ્રએલ આવજો.”

રાજાના ૭૦ દીકરાઓ શહેરના મુખ્ય માણસો પાસે હતા, જેઓ એ દીકરાઓનો ઉછેર કરતા હતા. ૭ એ પત્ર મળતા જ તેઓએ રાજાના ૭૦ દીકરાઓને મારી નાખ્યા.+ તેઓએ એ માણસોનાં માથાં ટોપલાઓમાં મૂક્યાં અને યિઝ્રએલમાં યેહૂને મોકલી આપ્યાં. ૮ સંદેશો આપનારે યેહૂ પાસે આવીને કહ્યું: “તેઓ રાજાના દીકરાઓનાં માથાં લાવ્યાં છે.” યેહૂએ કહ્યું: “શહેરના દરવાજે એનાં બે ઢગલા કરો અને સવાર સુધી રહેવા દો.” ૯ સવાર થઈ ત્યારે યેહૂ બહાર નીકળીને લોકો આગળ ઊભો રહ્યો. તેણે તેઓને કહ્યું: “તમે નિર્દોષ* છો. હા, મેં મારા માલિક સામે કાવતરું કરીને તેને મારી નાખ્યો.+ પણ જુઓ, આ બધાને કોણે મારી નાખ્યા? ૧૦ એક વાત નક્કી છે કે યહોવાએ આહાબના કુટુંબ વિરુદ્ધ કહેલા બધા જ શબ્દો સાચા પડશે. યહોવાનો એકેય શબ્દ પૂરો થયા વગર રહેશે નહિ.+ યહોવાએ પોતાના ભક્ત એલિયા દ્વારા જે કહ્યું હતું એવું જ કર્યું છે.”+ ૧૧ યેહૂએ યિઝ્રએલમાં આહાબના ઘરના બાકી રહેલા બધાને મારી નાખ્યા. તેણે આહાબના બધા મુખ્ય માણસો, તેનાં સગાં-સંબંધીઓ અને તેના યાજકોને* મોતને ઘાટ ઉતાર્યા.+ તેઓમાંથી કોઈ બચ્યું નહિ.+

૧૨ પછી યેહૂ સમરૂન જવા નીકળી પડ્યો. રસ્તામાં એક જગ્યાએ ઘેટાંપાળકો ઊન કાતરતા હતા.* ૧૩ ત્યાં યેહૂને યહૂદાના રાજા અહાઝ્યાના+ ભાઈઓ મળ્યા. યેહૂએ તેઓને પૂછ્યું: “તમે કોણ છો?” તેઓએ કહ્યું: “અમે અહાઝ્યાના ભાઈઓ છીએ. રાજાના દીકરાઓ અને રાજમાતાના* દીકરાઓની ખબરઅંતર પૂછવા જઈએ છીએ.” ૧૪ યેહૂએ પોતાના માણસોને હુકમ આપ્યો: “તેઓને જીવતા પકડો!” એટલે તેઓને જીવતા પકડવામાં આવ્યા. ઘેટાંનું ઊન કાતરવાની જગ્યા પાસે એક કૂવો હતો. એની આગળ એ ૪૨ માણસોને રહેંસી નાખવામાં આવ્યા. યેહૂએ કોઈને પણ જીવતો રહેવા દીધો નહિ.+

૧૫ યેહૂ ત્યાંથી નીકળ્યો અને રસ્તામાં તેને રેખાબનો દીકરો+ યહોનાદાબ મળ્યો.+ તે યેહૂને મળવા આવતો હતો. યહોનાદાબે સલામ કહી* ત્યારે યેહૂએ પૂછ્યું: “જેમ હું પૂરા દિલથી* તારી સાથે છું, તેમ શું તું મારી સાથે છે?”

યહોનાદાબે જવાબ આપ્યો: “હા.”

યેહૂએ કહ્યું: “એમ હોય તો તારો હાથ મને આપ.”

યહોનાદાબે પોતાનો હાથ આપ્યો અને યેહૂએ તેને રથમાં પોતાની સાથે ખેંચી લીધો. ૧૬ યેહૂએ તેને કહ્યું: “મારી સાથે આવ અને જો, હું યહોવા સામે થનારને જરાય ચલાવી લેતો નથી.”*+ તે યહોનાદાબને પોતાની સાથે રથમાં લઈ ગયો. ૧૭ પછી યેહૂ સમરૂન આવ્યો. તેણે સમરૂનમાં આહાબના ઘરના બાકી રહેલા બધાને મારી નાખ્યા. તેણે તેઓનો જડમૂળથી નાશ કરી નાખ્યો.+ યહોવાએ એલિયાને કહ્યું હતું એ પ્રમાણે જ થયું.+

૧૮ યેહૂએ બધા લોકોને ભેગા કરીને કહ્યું: “આહાબે બઆલની બહુ થોડી આરાધના કરી હતી,+ પણ યેહૂ ઘણી વધારે કરશે. ૧૯ હું બઆલને મોટું બલિદાન ચઢાવવાનો છું. બઆલના બધા પ્રબોધકોને,+ તેના બધા ભક્તોને અને તેના બધા પૂજારીઓને+ મારી પાસે બોલાવો. જે કોઈ નહિ આવે તે માર્યો જશે.” બઆલના ભક્તોનું નામનિશાન મિટાવી દેવા યેહૂએ આવી ચાલાકી કરી હતી.

૨૦ યેહૂએ કહ્યું: “બઆલ માટે ખાસ સંમેલનની* જાહેરાત કરો.” તેઓએ જાહેરાત કરી. ૨૧ યેહૂએ ઇઝરાયેલના ખૂણે ખૂણે ઢંઢેરો પિટાવ્યો. બઆલના બધા ભક્તો આવ્યા, એકેય બાકી રહ્યો નહિ. તેઓ બઆલના મંદિરમાં ભેગા થયા+ અને એ ખીચોખીચ ભરાઈ ગયું. ૨૨ યેહૂએ મંદિરના પોશાકના ભંડારીને કહ્યું: “બઆલના બધા ભક્તો માટે પોશાક લઈ આવ.” એટલે તે તેઓ માટે પોશાક લઈ આવ્યો. ૨૩ પછી યેહૂ અને રેખાબનો દીકરો યહોનાદાબ+ બઆલના મંદિરમાં ગયા. યેહૂએ બઆલના ભક્તોને કહ્યું: “ધ્યાનથી જુઓ કે અહીં યહોવાનો કોઈ ભક્ત તો નથી ને. અહીં ફક્ત બઆલને ભજનારા જ હોવા જોઈએ.” ૨૪ તેઓ બલિદાનો અને અગ્‍નિ-અર્પણો ચઢાવવા ગયા. યેહૂએ પહેલેથી પોતાના ૮૦ માણસો બહાર ગોઠવી રાખ્યા હતા. તેણે તેઓને કહ્યું હતું, “હું જે માણસોને તમારા હાથમાં સોંપું છું, તેઓમાંથી કોઈ પણ છટકી જાય તો તેના બદલે તમારો જીવ જશે.”

૨૫ યેહૂએ અગ્‍નિ-અર્પણ ચઢાવવાનું પૂરું કર્યું કે તરત પોતાના રક્ષકો અને મદદનીશોને હુકમ કર્યો: “અંદર આવો અને તેઓને મારી નાખો! એકેયને છટકવા દેશો નહિ!”+ એટલે રક્ષકોએ અને મદદનીશોએ તલવારથી તેઓની કતલ કરી અને લાશો બહાર ફેંકી દીધી. તેઓ લોકોને મારતાં મારતાં બઆલના મંદિરના છેક અંદરના ભાગમાં* પહોંચી ગયા. ૨૬ બઆલના મંદિરમાંથી ભક્તિ-સ્તંભો તેઓ બહાર ખેંચી લાવ્યા.+ એ બધા સ્તંભો બાળી નાખ્યા.+ ૨૭ તેઓએ બઆલનો ભક્તિ-સ્તંભ પણ તોડી પાડ્યો.+ બઆલનું મંદિર તોડી પાડ્યું+ અને એને જાજરૂ બનાવી દીધું. એ આજ સુધી એમ ને એમ જ છે.

૨૮ આમ યેહૂએ ઇઝરાયેલમાંથી બઆલનું નામનિશાન મિટાવી દીધું. ૨૯ જોકે યેહૂ એ પાપથી પાછો ન ફર્યો, જે નબાટના દીકરા યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે કરાવ્યાં હતાં. બેથેલ અને દાનમાં જે સોનાનાં વાછરડાં હતાં, એ યેહૂએ રહેવાં દીધાં.+ ૩૦ યહોવાએ યેહૂને કહ્યું: “તેં સારું કામ કર્યું છે અને મારી નજરમાં જે ખરું છે એ કર્યું છે. આહાબના ઘર માટે મારા દિલમાં જે હતું એ બધું તેં પૂરું કર્યું છે.+ એટલે તારા દીકરાઓની ચાર પેઢી ઇઝરાયેલની રાજગાદી પર બેસશે.”+ ૩૧ જોકે યેહૂ ઇઝરાયેલના ઈશ્વર યહોવાના નિયમો પ્રમાણે પૂરા દિલથી ચાલ્યો નહિ, તેણે એ પાળવાનું ધ્યાન રાખ્યું નહિ.+ યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જે પાપ કરાવ્યાં હતાં એમાંથી યેહૂ પાછો ફર્યો નહિ.+

૩૨ એ દિવસોમાં યહોવા ઇઝરાયેલનો વિસ્તાર ધીરે ધીરે ઘટાડતા ગયા. ઇઝરાયેલના આખા વિસ્તાર પર હઝાએલ હુમલો કરતો ગયો.+ ૩૩ એટલે કે યર્દનની પૂર્વ તરફનો ગિલયાદનો આખો દેશ, જેમાં ગાદીઓ, રૂબેનીઓ અને મનાશ્શીઓ+ રહે છે; એમાં આર્નોનની ખીણ પાસેના અરોએરથી ગિલયાદ અને બાશાન+ પણ આવે છે.

૩૪ યેહૂનો બાકીનો ઇતિહાસ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેણે જે કંઈ કર્યું અને તેનાં બધાં પરાક્રમી કામો વિશે એમાં જણાવ્યું છે. ૩૫ યેહૂનું મરણ થયું. તેઓએ તેને સમરૂનમાં દફનાવ્યો. તેનો દીકરો યહોઆહાઝ+ તેની જગ્યાએ રાજા બન્યો. ૩૬ યેહૂએ ઇઝરાયેલ પર સમરૂનમાંથી ૨૮ વર્ષ રાજ કર્યું હતું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો